________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૨
૪૧૫ આહાહા ! જેટલી સંખ્યામાં ગુણ છે, એટલી સંખ્યામાં ગુણની વ્યક્તતા એક અંશે સમ્યગ્દર્શનમાં પ્રગટ થાય છે. શ્રીમદ્જીએ કહ્યું છે – “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમાં છે. જ્ઞાનાદિ એકદેશ ચોથે ગુણસ્થાને પ્રગટ હોય છે. જ્યારે કેવળજ્ઞાનમાં જ્ઞાનાદિ સંપૂર્ણ દેશે પ્રગટ હોય છે.
અહીંયા શું કહેવું છે? “કેલિ કરે એમ લીધું છે ને? “પરમવનયાં' કેવળજ્ઞાન સાથે ક્રિીડા કરે છે. આહાહા! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય તેનો જ્યાં અનુભવ, દૃષ્ટિ થઈ ત્યારે જેટલી સંખ્યામાં ગુણ છે એટલી સંખ્યામાં વ્યક્ત થઈ ગયા જે અંશ પ્રગટ થયો તે પૂર્ણ અંશ સાથે ક્રીડા કરે છે. પૂર્ણ કળા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે.
એક વખત લખ્યું છે તે વાંચ્યું હતું. આજે બરોબર આવ્યું છે. “हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योति: कवलिततम: प्रोजजृम्भे મરે જ્ઞાન જ્યોતિનો અર્થ - ભગવાન શુદ્ધ સ્વરૂપી જ્ઞાન પ્રકાશ. (મારે) પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે પ્રગટ થયો. કેવો છે? “હેનોન્મીનત્વરમનયા સાઈન ભારબ્ધ તિ” સહજરૂપથી પ્રગટ થતાં નિરંતરપણે અતીન્દ્રિય સુખ પ્રવાહની સાથે પ્રાપ્ત કર્યું છે પરિણમન જેણે.”
સમ્યગ્દષ્ટિ જીવે, “પરમવાયા' કેવળજ્ઞાનની કળા, આનંદઆદિની અનંત કળા છે તેની સાથે જેણે રમત માંડી છે. પોતાનું સ્વરૂપ પ્રગટ થયું તેણે કેવળજ્ઞાનની સાથે રમત માંડી છે. આહા ! હવે રાગની સાથે રમત છૂટી ગઈ છે એમ કહેવું છે. બીજ છે તો પૂનમ થશે જ. તેમ એક અંશ પ્રગટ થયો. તેનાથી સર્વાશ પ્રગટ થશે જ. તેમાં વ્યવહાર કારણ નથી. એ નિર્મળ પરિણતિ નિર્મળ પરિણતિને કારણે થશે જ એમ કહે છે. પ્રવચન નં. ૧૦૯
તા. ૩૦-૯- ૭૭ પુણ્ય-પાપ અધિકારનો આ છેલ્લો કળશ છે. “જ્ઞાનજ્યોતિઃ મેરેજ પ્રોgવષે' શુદ્ધ સ્વરુપનો” શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે પ્રગટ થયો.” ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રકાશ (ભરેખ ) પોતાના સંપૂર્ણ સામર્થ્ય દ્વારા પ્રગટ થયો છે. અહીં હવે પૂર્ણતા બતાવવી છે.
પોતાના સંપૂર્ણ સામર્થ્ય અર્થાત્ આત્મબળ – વીર્ય તેનાં સામર્થ્ય દ્વારા પ્રગટ થયો છે તેને કોઈની સહાયની મદદની જરૂર નથી. આહાહા! ભગવાન આત્મા! ચૈતન્ય રસકંદ એ પોતાના પુરુષાર્થ દ્વારા પરિપૂર્ણપણે પર્યાયમાં પ્રગટ થયો.
કેવો છે? “દેત્રોનીનત્પરમવીયા સર્વિમ ભારબ્ધ તિ” સહજરૂપથી” પોતાની લીલામાત્રથી પ્રગટ થયો છે. એ પરમાત્મપદ પ્રાપ્ત થવામાં અર્થાત્ આત્માના શુદ્ધ પ્રકાશમાં કોઈ હદ નથી, બળાત્કાર નથી, કોઈ પરનું રહેતું નથી. (૩નાનિત)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com