________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪
કલશામૃત ભાગ-૩ ભાવરૂપ અથવા દ્રવ્યરૂપ ક્રિયા- (વરુનમ મ9િ) પાપરૂપ અથવા પુણ્યરૂપ-તેને (વજોન) બળજોરીથી (મૂનોમૂર્ત સ્વા) ઉખેડી નાખીને અર્થાત્ “જેટલી ક્રિયા છે તે બધી મોક્ષમાર્ગ નથી' એમ જાણી સમસ્ત ક્રિયામાં મમત્વનો ત્યાગ કરીને. શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે એવો સિદ્ધાંત સિદ્ધ થયો. કેવું છે કર્મ અર્થાત્ ક્રિયા?
મેવોન્મા” (મેર) શુભ ક્રિયા મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ (અન્તર) તેનાથી (ઉન્માદં) થયું છે ઘેલાપણું જેમાં, એવું છે. વળી કેવું છે? “તમોદ” (જીત) ગળ્યું (પીધું) છે (મીઠું) વિપરીતપણું જેણે, એવું છે. કોઈ ધતૂરો પીને ઘેલો થાય છે એના જેવો તે છે જે પુણ્યકર્મને ભલું માને છે. વળી કેવું છે? “શ્વમસમરત નાટયત” (પ્રમ) ભ્રાન્તિ, તેનો (૨) અમલ, તેનું (ભર) અત્યંત ચડવું, તેનાથી (નાટયતા) નાચે છે. ભાવાર્થ આમ છે-જેમ કોઈ ધતૂરો પીને સૂઈ જવાથી નાચે છે, તેમ મિથ્યાત્વકર્મના ઉદયે શુદ્ધસ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. શુભ કર્મના ઉદયે જે દેવ આદિ પદવી, તેમાં રંજિત થાય છે કે હું દેવ, મારે આવી વિભૂતિ, તે તો પુણ્યકર્મના ઉદયથી; આવું માનીને વારંવાર રંજિત થાય છે. ૧૩-૧૧૨.
કલશ - ૧૧૨ : ઉપર પ્રવચન આ પુણ્ય-પાપ અધિકારનો છેલ્લો કળશ છે.
પ્રશ્ન:- સમયસારમાં છે કે- જે જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે તેણે પરમકળા સાથે ક્રિીડા શરૂ કરી છે. એટલે તેને જાણે છે?
ઉત્તર- સમ્યગ્દર્શનાદિમાં સર્વગુણાંશ તે સમકિત છે. એટલે કે સમ્યગ્દર્શનમાં અનંતગુણોનો અંશ વ્યક્ત આવ્યો છે. તે હવે કેવળજ્ઞાન સાથે ક્રિડા કરે છે. સમયસારમાં બીજો શબ્દ નાખ્યો છે કે- કેવળજ્ઞાન સાથે પરોક્ષ ક્રિીડા કરે છે. દર્શન આદિ અંશ પ્રગટ થયા છે. સર્વ ગુણાંશ તે સમકિત એટલે જ્ઞાન આદિ ગુણ એકદેશ વ્યક્ત થયા છે. એ હવે કેવળજ્ઞાન સાથે ક્રિડા કરે છે. એવો ભાવ સંસ્કૃત શબ્દમાંથી નીકળે છે.
જ્યારે સમ્યગ્દર્શન થાય છે. ત્યારે અનંતગુણનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. સંખ્યાએ જેટલા ગુણ છે તેનો એક અંશ પ્રગટ થયો છે. મારે તો એકદેશને સર્વગુણાંશ સમકિત સાથે સરખાવવું છે.
આ કળશમાં સંસ્કૃતમાં શું કહે છે? આત્માને અંદરમાં જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તે સમયે જેટલી સંખ્યામાં ગુણ છે તેનો એક અંશ વ્યક્ત અનુભવમાં આવે છે. સર્વગુણનો એક અંશ વ્યક્ત પ્રગટ થયો છે. એ પ્રગટ કળાના કારણે કેવળજ્ઞાન કળા પ્રગટ કરવાનો તેનો ઉદ્યમ છે. શુભરાગથી મોક્ષ થાય છે તે પ્રશ્ન તો છૂટી ગયો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com