________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૧૨
કલશામૃત ભાગ-૩ છે પરંતુ ધર્મી તેને હેય માને છે. અજ્ઞાની એ ક્રિયાને ઉપાદેય માને છે અને આત્માને હૈય માને છે. બહુ સૂક્ષ્મ વાત ! અત્યારે તો આ વાતની બહુ ગરબડ થઈ ગઈ. કોઈ કંઈ માને અને કોઈ કંઈ માને !
અરે ! પડિયા નામ ધરાવનારા પણ રાત્રે પાણી પીવે!? એ બધા શુષ્ક વાતો ક૨ના૨ા છે. મારા હિસાબે તો નામધારી જૈનને રાત્રિભોજન ન હોય. કારણ કે એમાં ઝીણી જીવાત હોય અને તે કઢી, ખીચડી, દૂધમાં પડે. સાત ડિમા ધરાવે અને રાત્રે પાણી પિવું ? તેઓ સમયસારના જાણનારા હતા. લોકોને જ્ઞાનના નામે સ્વચ્છંદ સેવવા છે. રાત્રે આહાર-પાણી કરવા, અનેક પ્રકારની વિષય વાસનાઓ સેવવી અને માને કે અમે જ્ઞાની છીએ. એ માર્ગ નહીં બાપુ!
એ લોકોએ સમ્યગ્નાન દીપિકામાંથી એક તકરારી વાત લીધી છે. એ ધર્મદાસ
ક્ષુલ્લકનું લખેલું છે. જુઓ ! આ સોનગઢવાળાએ છપાવ્યું છે. ૫૨સ્ત્રી ૫૨ પુરુષને ભોગવે તો પણ પાપ નથી. અરે... પણ તું શું કહે છે ? આ તો ક્ષુલ્લકનું લખેલું છે, સોનગઢનું નથી. ક્ષુલ્લકનો કહેવાનો આશય બીજો છે. કહેવાનો આશય સાચો ન લેતાં; સ્વચ્છંદી વાતો લે. સોનગઢવાળાએ છપાવ્યું માટે એ વ્યભિચારમાં પાપ માનતા નથી. અહીંયા તો કહે છે ગુણ – ગુણીના ભેદનો વિકલ્પ એ પણ પાપ છે. કેમ કે વિકલ્પ શુભભાવ છે તેથી નિશ્ચયથી પાપ છે. અરેરે... ! સ્વ સ્ત્રી સાથેનો ભોગ તે પાપ છે, એને ઠેકાણે ૫૨સ્ત્રી સાથે, ૫૨પુરુષ સાથેનો ભોગ એની તો વાતે શું કરવી ! એ તો અનીતિના પાપ પાળે છે. એ તો લૌકિક નીતિ એ નથી.
અહીંયા કહે છે કે– એ વિદ્યમાન ક્રિયાને પણ હેયરૂપ જાણે છે. (પ્રમાવસ્ય વશં ખાતુ ન યાન્તિ ) ક્રિયા તો કાંઈ નથી ' - એમ જાણી વિષયી - અસંયમી પણ કદાચિત્ થતા નથી.” વિષયને લઈને અસંયમી પણ થતા નથી. એમ કે વિષય સેવો ! પુણ્યના પરિણામ હોય તો પણ એમ છે અને પાપના પરિણામ હોય તો પણ એમ છે. ભાઈ ! એમ નથી.
પ્રવચનસાર ૭૭ ગાથામાં આવે છે ને કે– પુણ્ય ને પાપમાં વિશેષતા જાણે તે ઘોર સંસારમાં ૨ખડે છે. પછી જેમ પુણ્ય હોય કે પાપ હો. એ કઈ અપેક્ષાએ કહ્યું છે ? એ તો બંધની અપેક્ષાએ કહ્યું છે. કે બન્ને સરખા છે. પરંતુ એમ માનીને પછી શુભને છોડી વૈ અને અશુભને સેવે તો તું જ્ઞાનના નામે મરી જઈશ ભાઈ !
k
અહીં બે વાત લીધી. (૧) ક્રિયાનયવાળા (૨) એકલા જ્ઞાનનયના પક્ષવાળા અને (૩) “ વિશ્વસ્ય ૩પરિ તરન્તિ ” સમ્યજ્ઞાનીને રાગની ક્રિયાનું સ્વામીપણું નથી. તેઓ રાગને ઠેય માને છે. તેમને સ્વરૂપનો ઉદ્યમ- પ્રયત્ન છે. તેઓ સ્વચ્છંદી થઈ અને અશુભને સેવે એમ તો છે નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com