________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૧
૪૧૧ સમ્યગ્દષ્ટિજીવ “સત્તd” એટલે નિરન્તર, સ્વયં જ્ઞાનં સ્વયં એટલે એ શુદ્ધ પરિણમન છે તે વ્યવહારની, રાગની અપેક્ષા વિનાનું છે. “સ્વયં જ્ઞાન ભવનમ”
“ભવનમ” નો અર્થ કર્યો કે- પરિણમે છે. અને “જ્ઞાન' તેનો અર્થ કર્યો –શુદ્ધ સ્વરૂપ – જ્ઞાનસ્વરૂપ (“ર્મ દુર્વત્તિ) અનેક પ્રકારની ક્રિયાને મોક્ષમાર્ગ જાણી કરતા નથી;” રાગ આવે છે પરંતુ તેને મોક્ષમાર્ગ જાણીને કરતા નથી.
(ભાવાર્થ આમ છે કે- જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમ અનેક પ્રકારની ક્રિયા વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે;).
આહાહા ! ધર્મીને પણ શુભભાવ આવે છે પણ જેમ શરીર હેય છે તેમ હેય છે. એ રીતે શુભની ક્રિયા વિદ્યમાન છે – આવે છે પણ તે હેય છે. આહાહા! અનેક પ્રકારની ક્રિયા છે. ભક્તિ, પૂજા, દયા-દાન એ બધા વિકલ્પ આવે છે. જેમ શરીર વિદ્યમાન હોવા છતાં હેય છે તેમ અનેક પ્રકારની ક્રિયા વિદ્યમાન છે. છતાં તે હેય છે. આહા ! સમાજમાં આવ્યું? માર્ગ બહુ સૂક્ષ્મ છે.
“જ્ઞાના શિયાખ્યામમોક્ષ” જ્ઞાનક્રિયાભ્યામોક્ષ, અંતરમાં જ્ઞાનની દશા પ્રગટી અને અંશે અશુદ્ધતાનો અભાવ તે જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ છે. એકલી ક્રિયા તે મોક્ષ નહીં, જ્ઞાનનું એકલું જાણપણું તે મોક્ષ નહીં.
આહાહા ! જ્ઞાનાનંદ પ્રભુ! સચ્ચિદાનંદ આત્મા છે. સત્ નામ શાશ્વત અને ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ છે. તે ત્રિકાળ રહેનારો છે છતાં ત્રિકાળીની દૃષ્ટિ કરે તો ત્રિકાળી (એમ નહીં) ત્રિકાળીની વર્તમાનમાં દૃષ્ટિ કરે તેમાં ત્રિકાળી આવી જાય છે. ત્રિકાળી વસ્તુ છે ને! એ ત્રિકાળીની લાંબી દૃષ્ટિ કરે તો ત્રિકાળી દૃષ્ટિમાં આવે એમ છે? આહાહા! એ તો વર્તમાનમાં ધ્રુવ છે એમ તેના ઉપર દૃષ્ટિ કરે તો ત્રિકાળી તત્ત્વ દૃષ્ટિમાં આવી ગયું. ત્રણ કાળમાં ટકતું તત્ત્વ છે માટે ત્રિકાળી-ત્રિકાળીને પકડવા લાંબી દૃષ્ટિ કરે ત્યારે ત્રિકાળીને પકડી શકે એમ છે! ભગવાન પૂર્ણાનંદનો નાથ ! એક સમયમાં વર્તમાન છે, એને અનુભવતાં – પકડતાં... અશુદ્ધ ક્રિયાનો ત્યાં ભાવ હો પણ તે હેય છે. સમાજમાં આવ્યું?
(“જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમાં અનેક પ્રકારની ક્રિયા વિદ્યમાન છે છતાં હેય રૂપ જાણે છે;).
દષ્ટાંત આપીને સિદ્ધ કરે છે. શરીર છે, તેમાં કરવું શું? તે તો જડ છે. જેમ શરીર હેય છે તે પ્રકારે પર્યાયમાં થતાં અનેક પ્રકારના શુભભાવ તે હેય છે. રાગ આવે છે; છતાં તે હેય છે. જ્ઞાનીને તેમાં મીઠાશ નથી. રાગ તે તો દુઃખનો સ્વાદ છે. જુઓ ! રાગ વિદ્યમાન છે પણ તેને હેયરૂપ જાણે છે. રાગ આવે છે પણ તેને હેયરૂપ જાણે છે. પોતાનો આનંદ સ્વરૂપ પ્રભુ એક જ ઉપાદેય છે. બાકી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભક્રિયા આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com