________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૧
૪૦૯ સ્વેચ્છાચારી છે, માન ને સન્માન લેવા માટે સ્વેચ્છાચારી છે. જ્ઞાનની વાતો કરીને દુનિયા પાસેથી અમે જ્ઞાની છીએ એમ માન લેવાના સ્વેચ્છાચારી છે. અતિ સ્વેચ્છાચારી પણ આવા જ છે. સ્વ ઈચ્છા પ્રમાણે વર્તે બસ. અમે જ્ઞાનસ્વરૂપ છીએ અમારે શું છે? ખાવું – પીવું અને લહેર કરવી, અમને બંધ નથી. ભાઈ! મરી જઈશ... આ કાંઈ પોપાબાઈના રાજ નથી. આહાહા ! જ્ઞાનમાત્રનું નામ લઈ અને સ્વેચ્છાચારીપણે વર્તે છે. અને અમે જ્ઞાની છીએ એવું નામ ધરાવે છે. તે સંસારમાં ડૂબેલા છે. બહુ સારો કળશ આવ્યો છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ નથી કરતા. આહા હા...! ભગવાન આત્મા શુદ્ધચૈતન્ય એ તરફના વલણનો વિચાર પણ નથી. અને બાહ્યનાં વલણમાં સ્વેચ્છાચારી પણે વર્તે છે. મોઢા આગળ અમને બીજા માન કેમ આપે ? અમે જ્ઞાની છીએ, અમે બહુ ભણ્યા છીએ આ રીતે સ્વેચ્છાચારી બની માનને પોષી અને મરે છે. શ્રીમદ્જી કહે છે કે
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.” કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અર્થાત્ શુભ પરિણામની ક્રિયામાં જડ જેવા થયા. શુષ્ક જ્ઞાનમાં એટલે જ્ઞાનની લુખી વાતો કરી અંતરમાં રુચિપૂર્વક પરિણમન ન કર્યું. જ્ઞાન ને આનંદનો સ્વાદ ન લીધો. એ તરફના વલણની દશા ન થઈ. અને માન લેવાને માટે જ્ઞાનની વાતો કરી, આવા જીવો પણ પાણીના પ્રવાહમાં ડૂળ્યા છે. આવો માર્ગ છે ભાઈ !
પહેલાં અતિ સ્વચ્છંદી લીધા. જેમ પોતાને રુચે તેવું કામ કર્યું. તે પણ અતિ સ્વચ્છંદી અને મંદ ઉદ્યમી બની. સ્વરૂપ તરફનો જે પુરુષાર્થ જોઈએ... આનંદ તરફના વલણવાળો; એને છોડી દઈને અતિ સ્વછંદી થઈ રહ્યા છે. “એવા છે જે કોઈ તેમને મિથ્યાષ્ટિ જાણવા.”
એવા જીવો પણ મિથ્યાદેષ્ટિ છે. જ્ઞાની નામ ધરાવી અને વિષય સેવવા, માન સેવવા અને કષાય સેવવા.. એ પણ સંસારના પ્રવાહમાં ડુબ્યા છે. ડુબ્યા છે એટલે તેને હવે એક પછી એક ભવ થશે.
“અહીં કોઈ આશંકા કરે છે કે,” આશંકા હો ! શંકા નહીં. તમે શું કહો છો તે અમે સમજી શકતા નથી. તમે ખોટા છો એમ નહીં, “શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ એવી પ્રતીતિ કરતાં મિથ્યાષ્ટિપણું કેમ હોય છે?”
સમાધાન આમ છે – વસ્તુનું સ્વરૂપ એવું છે કે જે કાળે શુદ્ધસ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે અશુદ્ધતારૂપ છે જેટલી ભાવ-દ્રવ્યરૂપ ક્રિયા તેટલી સહજ જ મટે છે.”
હવે જુઓ ! ન્યાય આપે છે. આહાહા! અશુદ્ધપણાની ક્રિયા જેટલી છે માનસન્માન, ખાવા-પીવા આદિનો જે ભાવ એ બધી ક્રિયા સ્વરૂપના અનુભવમાં મટી જાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com