________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૮
કલશામૃત ભાગ-૩ તે અમારો નથી.
પ્રશ્ન:- અજ્ઞાની કયાં રહે છે?
ઉત્તર- રહે છે, પરદેશમાં. તે રાગમાં રહે છે અને પરદેશમાં રખડે છે. પોતાનો ભગવાન ! જે અનંતગુણનો સાગર છે એ દેશમાં વસતો નથી અને રાગમાં વસીને માને છે કે અમે સુખી છીએ.
પ્રશ્ન:- આ આત્મા ક્યાં રહે છે?
ઉત્તર- એ તો કહ્યું ને! શ્રીમદ્જીમાં આવે છે ને કે- “હમ પરદેશી પંખી સાધુ. આરે દેશના નાહીં રે.” આરે દેશના એટલે કે રાગાદિ દેશના નહીં. તો પછી કોઈ કાઠિયાવાડના ને સાગરના ને સોનગઢ ને રાજકોટનાં ક્યાંથી? સ્વદેશ એવો ચિદાનંદ ભગવાન આત્મા! જેમાં વસતા આનંદ આવે, પોતાનો પરિવાર ત્યાં મળે છે.
અહીંયા એ કહે છે કે- ક્રિયાનયવાળા પરદેશમાં રખડતાં ભમી રહ્યા છે. “ક્રિયા માત્ર મોક્ષમાર્ગ એમ જાણીને ક્રિયા કરવાને તત્પર છે.” વ્રત, નિયમ, સંયમ, તપ, પ્રાયશ્ચિત તે બાહ્યની ક્રિયા છે. લોકોને આવું આકરું કામ લાગે છે.
ક્રિયા માત્ર મોક્ષમાર્ગ એમ જાણીને ક્રિયા કરવાને તત્પર છે.” આ એક વાત હવે બીજી વાત કહે છે. “જ્ઞાન નષિા : પિ મના: શુદ્ધ ચૈતન્ય પ્રકાશ તેનો પક્ષપાત.” અમારી વાતમાં ફક્ત શુદ્ધ ચૈતન્ય છે અર્થાત્ ભાષામાં શુદ્ધ છે તેમ છે, પરંતુ અંદરમાં આત્માની સન્મુખ જવું તે નથી. એકલા જ્ઞાનની વાતું કરનારા છે. જ્ઞાનનયનો અર્થ -જ્ઞાનનો પક્ષપાત છે. પણ જ્ઞાનનો અનુભવ નથી, દૃષ્ટિ નથી, વેદન નથી ફક્ત જ્ઞાન.... જ્ઞાન કરે પણ જ્ઞાન નામે સ્વચ્છંદી થઈ અને વિષય કષાયને સેવે છે, તે જ્ઞાનનય છે. એ પણ સંસારમાં ડુબેલા છે.
જુઓને! નાની ઉંમરમાં ચાલ્યા જાય છે. ક્ષણમાં દેહ છૂટશે એની એને ખબર નથી. લોકોએ તેના વખાણ કર્યા હશે, તે મોટો ઇંજીનિયર એ સ્થિતિમાં ઊભો હશે અને તેને ખબર હતી કે હમણાં દેહ છૂટી જશે? આહાહા! મનુષ્યપણું હારી ગયો હવે ફરી ક્યારે મનુષ્યપણું મળે? ભારે બાપા ભાઈ !
અહીંયા કહે છે કે- જે ક્રિયાનયમાં ડૂબેલા છે તે સંસારની જાળમાં ડુબ્યા છે. અને જે એકલી જ્ઞાનની વાતો કરે છે પરંતુ જ્ઞાનની રુચિ અને અનુભવ કરતા નથી ને જ્ઞાનનયમાં ઉભેલા સંસારમાં ડુબેલા છે. કેમ કે તેને શુદ્ધ ચૈતન્યનો પક્ષપાત છે. જ્ઞાનનયનો અર્થ કર્યો - પક્ષપાત, તેના અભિલાષી છે.”
(ભાવાર્થ આમ છે કે- શુદ્ધ સ્વરૂપનો અનુભવ તો નથી, પરંતુ પક્ષમાત્ર બોલે છે;) એવા જીવો પણ સંસારમાં ડૂબેલા જ છે! શા કારણથી ડૂબેલા જ છે? યત સ્વચ્છન્ડમન્તોમ:” કારણ કે ઘણું જ સ્વેચ્છાચારપણું છે એવા છે,”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com