________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૬
કલશામૃત ભાગ-૩ જે કોઈ અજ્ઞાની જીવો તે પણ પાણીના પૂરમાં ડૂબેલા છે.” પૂરને શું કહો છો? ધારમાં – પ્રવાહમાં ડૂબેલા છે. ધાર એટલે પાણીના પૂરમાં ડૂબી જાય છે. (મના:) પાણીના પૂરમાં ડૂબેલા છે. અર્થાત્ ક્રિયાકાંડમાં મગ્ન છે. અજ્ઞાનીઓ સંસારમાં ડૂળ્યા પડયા છે એમ કહે છે. એ ક્રિયાનો રાગ છે તે સંસાર છે. એમ કહેવું છે. સંસારમાં ડૂળ્યા છે એનો અર્થ એ કે-જેટલા ક્રિયાકાંડ, દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજાનો શુભભાવ તે સંસાર છે. અજ્ઞાનીઓ એ સંસારમાં ડૂળ્યા છે એમ કહેવું છે. જેમ અશુભભાવવાળા સંસારમાં ડૂળ્યા છે એમ શુભભાવ એ સંસાર છે. અને એવા જીવો પણ સંસારમાં ડૂળ્યા છે. એમ કહેવું છે. સંસારથી તરવાનો ઉપાય ક્યો છે તે જાણતા નથી. આવી વાત છે.
અત્યારે તો આ વાતનો વાંધો ઉઠાવ્યો છે. ક્રિયાકાંડ છે તે નિશ્ચયનું કારણ છે એમ કહે છે. અહીંયા તો એમ કહે છે કે- વ્યવહારમાં મગ્ન છે તે સંસારમાં ડૂબવાવાળા છે. કેમ કે રાગ પોતે સંસાર છે. ભગવાન આત્મા મુક્તસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તેનાથી રાગ છે તે ભિન્ન ચીજ છે. આત્મા મુક્તસ્વરૂપ છે તો રાગ સંસાર સ્વરૂપ છે. સમજમાં આવ્યું? આવી ઝીણી વાત છે. આ પુણ્ય-પાપ અધિકારના છેલ્લા કળશો છે.
ભાવાર્થ આમ છે કે સંસારમાં ભટકશે, તે મોક્ષના અધિકારી નથી.” એ ક્રિયાકાંડમાં ધર્મ માનવાવાળા તે તેમાં મગ્ન હોવાથી મોક્ષથી દૂર છે. અર્થાત્ તે મોક્ષના અધિકારી નથી. ઓહોહો ! વ્રત પાળે, જાવ્યજીવ બ્રહ્મચર્ય વ્રત પાળે, સત્ય બોલે, ચોરી ન કરે, પરિગ્રહ ન રાખે, કપડાંનો ટૂકડો પણ ન રાખે, એવી શુભરાગની મંદતાની ક્રિયા; એમાં જે મગ્ન છે તે સંસારમાં ડૂળ્યા છે. આહાહા ! એ સંસારની પાર મુક્તસ્વરૂપ ભગવાન આત્મા છે. જેનો રાગ છે તે, આ રાગ છે તેમ જાણે છે? રાગ તે તો સંસાર છે, રાગ જાણતો નથી. જેની સત્તામાં – સ્થળમાં રાગનું પણ જ્ઞાન અને પોતાનું જ્ઞાન થાય છે તેને જાણે છે. એને બદલે સંસારી જીવો એકલા રાગમાં મગ્ન થઇને પડ્યા છે, એ સંસારના પ્રવાહમાં ડૂળ્યા છે.
શા કારણથી ડૂબેલા છે? “યત જ્ઞાનં નાનન્તિ” કારણ કે શુદ્ધ ચૈતન્યવહુનો,” ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. એ વસ્તુ રાગથી ભિન્ન છે. (જ્ઞાન) તેનો અર્થ કર્યો કે- શુદ્ધ ચૈતન્ય વસ્તુ. તેઓ શુદ્ધ ચૈતન્ય વસ્તુને જાણતા નથી અને એકલા ક્રિયાકાંડમાં મશગુલ છે. એમ કહે છે. આવા પાઠ ચોખ્ખા પડ્યા છે.
શુદ્ધ ચૈતન્ય વસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરવામાં સર્મથ નથી.” આહાહા ! જે રાગની ક્રિયામાં મગ્ન છે અને જે રાગની ક્રિયામાં તત્પર છે તે શુદ્ધ ચૈતન્ય વસ્તુનો આસ્વાદ લેવામાં અસમર્થ છે, તે તો રાગનો આસ્વાદ લ્ય છે, સંસારનો આસ્વાદ લ્ય છે એમ કહે છે.
(જ્ઞાન) તેની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન્ય વસ્તુ. (ન નાન7િ) તેનો અર્થ કર્યો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com