________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૧
૪૦૫ શુદ્ધજ્ઞાનરૂપ (ભવન્ત:) પરિણમે છે, ( ન ફર્વત્તિ) અનેક પ્રકારની ક્રિયાને મોક્ષમાર્ગ જાણી કરતા નથી; (ભાવાર્થ આમ છે કે જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમાં અનેક પ્રકારની ક્રિયા વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે;) (પ્રભાવ વશ નાતુ ન યાત્તિ) “ કિયા તો કાંઈ નથી' –એમ જાણી વિષયી-અસંયમી પણ કદાચિત્ થતા નથી, કેમ કે અસંયમનું કારણ તીવ્ર સંકલેશપરિણામ છે, તે સંકલેશ તો મૂળથી જ ગયો છે. એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તે જીવો તત્કાળમાત્ર મોક્ષપદને પામે છે. ૧૨-૧૧૧. પ્રવચન નં. ૧૦૮
તા. ૨૯-૯- '૭૭ કલશ - ૧૧૧ : ઉપર પ્રવચન આ કળશટીકાનો ૧૧૧ મો કળશ છે. “ફર્મનયાવનપST: મના:” અનેક પ્રકારની કિયા, એવો છે પક્ષપાત,” વ્રત ને નિયમ ને ક્રિયાકાંડ ને ભક્તિ ને પૂજાના ભાવ એવી ક્રિયા છે તેનાથી મુક્તિ મળશે? ક્રિયા કરતાં કરતાં કલ્યાણ થશે તેવો અજ્ઞાનીનો અનાદિનો પક્ષ છે.
“તેનું (અનિરૂન)- ક્રિયા મોક્ષમાર્ગ છે એમ જાણીને ક્રિયાનું - પ્રતિપાલન, તેમાં તત્પર છે જે કોઈ અજ્ઞાની જીવો,” આહાહા! અજ્ઞાની જીવો વ્રત-ભક્તિપૂજામાં બરાબર સાવધાન રહે છે. તે ક્રિયાનયવાળા મિથ્યાદૃષ્ટિ છે. કેમ કે આત્મા રાગ સ્વરૂપ નથી. ભગવાન તો જ્ઞાનસ્વરૂપ છે, ખરેખર તો જ્ઞાનસ્વરૂપમાં એ ક્રિયાઓ જણાય છે. એ ક્રિયાઓ જ્ઞાનની સત્તામાં જાણવામાં આવે છે. એ રાગ છે તેનું પણ જ્ઞાન, જ્ઞાનની સત્તામાં થાય છે, અર્થાત્ જ્ઞાનની સત્તામાં રાગનું જ્ઞાન થાય છે. ચૈતન્ય સત્તા છે તેમાં આ... આ... આ. એમ જે જણાય છે તેને જાણનાર જાણે છે. એ રાગની ક્રિયામાં આત્મા આવતો નથી.
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે. એ ચૈતન્યની સત્તામાં એટલે કે સ્થળમાં; આ બધું જણાય છે. એ બધાને જાણનાર જાણે છે. જાણનાર આત્માના ભાન વિના (જીવો દુઃખી છે) એ ક્રિયાનો જે રાગ છે તે પણ જ્ઞાનમાં જણાય છે. એ રાગ ભિન્ન જ્ઞય તરીકે જણાય છે. ખરેખર તો એ રાગનું જ્ઞાન તે જ્ઞાનનું જ્ઞાન છે તેમ ન જાણતાં. ફકત ક્રિયાકાંડ, દયાદાન, નિયમ, વ્રત, ભક્તિ પૂજા એવો જે પક્ષપાત તેમાં મગ્ન છે. એ ક્રિયાનું પ્રતિપાલન કરવામાં તત્પર છે.
આહાહા! ભગવાન જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય કે જેનાં સ્થળમાં (સત્તામાં) જ્ઞાન ભર્યું છે, આનંદ ભર્યો છે. એ રાગની ક્રિયાનું અહીં જ્ઞાન થાય તે જ્ઞાનનય છે. એ જ્ઞાનને ન જાણતાં, રાગની ક્રિયામાં ધર્મ માનીને... એ મિથ્યાષ્ટિ પરમ તત્પર છે. આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com