________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦
૪૦૩ ભાવાર્થ આમ છે કે-એક જીવમાં શુદ્ધપણું - અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મ -ક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ થાય છે. એક જ કાળે બન્ને કાર્ય થાય છે. “વ” આમ જ છે. સંદેહ કરવો નહીં.”
ઘણા લોકો એમ કહે છે સમકિતીને દુઃખ થતું જ નથી. કષાય થતો નથી. એ વાત કઈ અપેક્ષાએ કરી છે તે જુઓ તો ખરા! અહીંયા કહે છે મુનિને પણ જેટલા અંશે મહાવ્રતાદિનો વિકલ્પ છે તેટલા અંશે દુઃખ છે અને દુઃખનું વેદન પણ છે. એ તો આનંદની મુખ્યતાએ કહ્યું હોય ત્યારે, દુઃખ છે જ નહીં એમ કહેવામાં આવે છે. પરંતુ જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે એ અપેક્ષાએ કહો તો જેટલો અંશ આત્માનાં આશ્રયે ઉત્પન્ન થયો એટલું સુખ જેટલા અંશે અશુદ્ધતા પ્રકાશે એટલુ દુઃખ સાધકને એક સમયમાં સુખ અને દુઃખ બન્નેનું વેદન છે.
(કોઈ એકાંત પક્ષ થઈ જાય) પછી આત્મામાં આવવું મુશ્કેલ પડી જાય. માણસને પકકડ થઈ જાય પછી મુશ્કેલ છે. અરેરે ! માન આખી જિંદગી પલટી નાખે. માન મૂકવું ભારે આકરું પડે. ભાઈ ! હવે મૂકને માનને; મરી ગયો માનમાં.
આહાહા! જ્ઞાનીને પણ જેટલી અશુદ્ધતા છે એટલું દુઃખ છે, અને તેટલું બંધનું કારણ છે. સમયસારમાં કહ્યું કે- જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે. અહીંયા કહે છે – જેટલી અશુદ્ધતા છે એટલું બંધનું કારણ છે તે કઈ અપેક્ષાએ કહ્યું. અને જ્ઞાનીનો ભોગ નિર્જરાનું કારણ છે એ તો દૃષ્ટિનું જોર દેવા અર્થાત્ દષ્ટિનું જોર સ્વભાવ ઉપર છે. તેમાં આશ્રય એકલો ભગવાનનો છે, હવે તેને ભોગના પરિણામ આવવા છતાં તેનો સ્વામી થતો નથી. તેથી તેને સ્થિતિ બંધ અલ્પ છે તે કારણે બંધ નથી એમ કહ્યું છે. પરંતુ સર્વથા બંધ નથી એમ છે જ નહીં.
કેવું છે શુદ્ધ જ્ઞાન? “પરમ” સર્વોત્કૃષ્ટ છે - પૂજ્ય છે. વર્તમાન પરિણતિ જે શુદ્ધ છે તે પૂજ્ય છે. સર્વોત્કૃષ્ટ છે. તે રાગથી ભિન્ન છે. આત્માના આશ્રયે જેટલી શુદ્ધતા પ્રગટ થઈ તે પૂજ્ય છે.
વળી કેવું છે? “સ્વતઃ વિમુp” ત્રણે કાળ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન છે.” શુદ્ધ પરિણતિ છે તે પરદ્રવ્ય અને રાગથી તો ભિન્ન જ છે શુદ્ધ પરિણતિના કારણે મોક્ષ થાય છે અને રાગથી બંધ થાય છે.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com