________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૪૦૨
કલશામૃત ભાગ-૩ છે તેમ કહે છે; મોટો ફે. ૨.. મૂળ ચીજમાં જ આખો ફેર, તેના વ્રત તપ તો ક્યાંય રહી ગયા. “ સંવ૨-નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી.” દયા-દાન વ્રત-ભક્તિ-પૂજાના સમ્યગ્દષ્ટિને જેટલા વિકલ્પ ઊઠે છે તે બિલકુલ સંવ૨-નિર્જરાનું કારણ નથી, પરંતુ એકલા બંધનું જ કા૨ણ છે. એક બાજુ કહેવું કે- શુભજોગમાં પણ શુદ્ધતાનો અંશ છે. એ વાત બીજી અપેક્ષાએ છે. એક જ્ઞાનની પર્યાયનો જે અંશ છે- વિકાસ છે તે નિર્મળ છે. એ નિર્મળ છે તો એમ કરતાં... કરતાં પૂર્ણ નિર્મળ થાય છે. પરંતુ ચારિત્રગુણની અશુદ્ધતા હો અને તે અંશ વધતાં વધતાં શુદ્ધ થાય તેમ નથી. પરંતુ શુભ જોગમાં એક અંશ જે ચારિત્રનો અંશ છે તે નિર્મળ છે તેમ બતાવવા કહ્યું. એ અંશ નિર્મળ. નિર્મળ થતો થતો યથાખ્યાત ચારિત્ર થશે. પરંતુ એ શુદ્ધતાનો અંશ ક્યારે કામ કરશે ? જ્યારે ગ્રંથિભેદ ક૨શે ત્યારે આ વાતમાં પણ એ લોકો એમ કહે છે કે– જુઓ !
આમાં (શુભજોગમાં ) શુદ્ધનો અંશ છે. અરે પણ ! એ કોના માટે છે જો તો ખરો ! આહાહા ! એ તો ચારિત્ર ગુણની એક પર્યાયની પૂર્ણતા છે તે બીજા ગુણના કા૨ણે નથી થતી તે સિદ્ધ કરવું છે. સમજમાં આવ્યું ? સમ્યજ્ઞાનની પર્યાયનો અંશ પૂર્ણ નિર્મળ થાય છે. તે નિર્મળ પૂર્ણ... પૂર્ણ છે તે કારણથી ચારિત્રગુણની નિર્મળ પર્યાય પૂર્ણ થાય છે એમ નથી. ત્યાં ચારિત્રનો એક નિર્મળ અંશ છે તે આગળ વધીને પૂર્ણ યથાખ્યાત ચારિત્ર થાય છે. એટલું સિદ્ધ કરવું છે. આ વાત મોક્ષમાર્ગ પ્રકાશમાં છે. આના વ્યાખ્યાન અધ્યાત્મ સંદેશ પુસ્તકમાં છપાઈ ગયા છે.
=
,
અહીંયા કહે છે – સમ્યગ્દષ્ટિ પુરુષ ક્રિયાથી સર્વથા વિરક્ત છે. પરંતુ ચારિત્રમોહ કર્મના ઉદયમાં બળાત્કારે થાય છે. બળાત્કાર એટલે તેને રુચિ નથી. તેને આકુળતારૂપ શુભભાવ આવે છે પરંતુ તેની રુચિ નથી. ‘ બળાત્કારનો ’ અર્થ એવો નથી કે–ચારિત્ર મોહનો ઉદય છે તેથી અશુદ્ધતા થાય છે તેમ નથી. બળાત્કારનો અર્થ તેની રુચિ નથી. તેમ છતાં નબળાઈને કા૨ણે અશુદ્ધતા થાય છે.
แ
,,
‘તત્ મ્ જ્ઞાનં મોક્ષાય સ્થિતમ્” પૂર્યોકત એક જ્ઞાન અર્થાત્ એક શુદ્ધ ચૈતન્ય પ્રકાશ આહાહા ! શુદ્ધ ભગવાન આત્મા તેનો પ્રકાશ પર્યાયમાં નિર્મળ થયો. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્મળતા થઈ તે જ્ઞાનપર્યાય છે. એક શુદ્ધ ચૈતન્ય પ્રકાશ તે ચેતનનો પ્રકાશ છે.
“એક શુદ્ધ ચૈતન્ય પ્રકાશ જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે.” એ તો કર્મક્ષયનું નિમિત્ત છે. (ચૈતન્ય પ્રકાશ ) કર્મક્ષય કરતું નથી. કર્મનો ક્ષય તો કર્મથી થાય છે. તેમાં એ પ્રકાશ નિમિત્ત છે. નિમિત્તનો અર્થ એ કે– કર્મક્ષય થાય તેનો કર્તા આત્મા નથી. કર્મક્ષયમાં કર્મની પર્યાય બદલીને અકર્મરૂપ થવું તેનો સ્વભાવ છે. અહીંયા તો તે પ્રકાશ તેમાં નિમિત્ત છે. સમજમાં આવ્યું ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com