________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૦
કલશાકૃત ભાગ-૩ દૃષ્ટિ ત્યાં નથી. અર્થાત્ અંતરમાં દૃષ્ટિ નથી. તેની દૃષ્ટિ બહારમાં છે. તેથી તેને તેના જ્ઞાનમાં આત્મા જાણવામાં આવતો હોવા છતાં જાણવામાં આવતો નથી. અજ્ઞાનીને એમ ભાસે છે કે મને રાગ જાણવામાં આવે છે. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! સમજમાં આવ્યું?
જ્ઞાન ભલે અલ્પ હો! પણ એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું છે? અપર પ્રકાશક એટલે સ્વપરને જાણવું નાટક સમયસારમાં આવે છે કે
“સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી શેય શક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા પરરૂપ ભાસી.”
સ્વપર પ્રકાશક શક્તિ હમારી,” પર્યાયમાં સ્વપરને પ્રકાશનારી અમારી શક્તિ છે. સ્વારમાં બે શેય આવ્યા. સ્વક્ષેય અર્થાત્ સ્વને અને પરશેય અર્થાત્ પરને. સૌ પ્રથમ તો પર્યાયમાં અશેય જાણવામાં આવે છે. આવી વાત લોકોને આકરી પડે. કેમ કે અભ્યાસ નથી ને?
એક સમયની પર્યાય સ્વ દ્રવ્યનું પણ જ્ઞાન કરે છે અને છ દ્રવ્યનું પણ જ્ઞાન કરે છે. એ એક સમયની પર્યાય, તે શ્રુતજ્ઞાનની પર્યાય ભલે અલ્પ હોય છતાં તે જ્ઞાનપર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે. પરંતુ સ્વદ્રવ્ય તે પર્યાયમાં નથી આવતું. એ પર્યાયમાં છ દ્રવ્ય નથી આવતાં પરંતુ છ દ્રવ્યનું જ્ઞાન છે. એક જ સમયે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનું જ્ઞાન થયું. એક જ્ઞાનગુણની એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. પરંતુ પ્રતીતિનો વિષય, આશ્રયભૂત દ્રવ્ય તેનો આશ્રય કરતી નથી, છતાં તે પર્યાયમાં દ્રવ્ય ભાસે છે. ભાસવા છતાં એ પર્યાયનું લક્ષ ભાસવાવાળી ચીજ ઉપર નથી. આવી ચીજ છે.
અહીંયા કહે છે – શુદ્ધપણું અને અશુદ્ધપણું એક સાથે છે. ભગવાન આત્મ વસ્તુની પ્રતીતિ જેટલી દ્રવ્યના આશ્રયે થઈ તો સમ્યજ્ઞાન થયું. અને સાથે થોડી શુદ્ધતા પણ થઈ. હવે એ જ સમયે અશુદ્ધતા પણ છે. બે ભાવ આવ્યા ને? જીવનું શુદ્ધ અશુદ્ધપણું એક જ સમયમાં ઘટે છે. છતાં તેમાં વિરૂદ્ધ નથી. જેમ મિથ્યાદર્શનને અને સમ્યગ્દર્શનને એક જ સમયમાં વિરૂદ્ધતા છે તેમ શુદ્ધપણાને અને અશુદ્ધપણાને એક સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. ભલે એ અશુદ્ધપણાથી શુદ્ધપણું વિરૂદ્ધ હોવા છતાં પણ સાથે રહેવામાં વિરોધ નથી.
ન્તિ ” કોઈ વિશેષ છે, તે વિશેષ જેમ છે તેમ કહે છે. “સત્ર પિ” એક જ જીવને એક જ કાળે શુદ્ધપણું - અશુદ્ધપણું જોકે હોય છે તોપણ પોતપોતાનું કાર્ય
કરે છે.
ભાષા જુઓ! શુદ્ધપણું સંવર નિર્જરાનું કામ કરે છે અને અશુદ્ધતા બંધનું કામ કરે છે. સમ્યગ્દષ્ટિને પણ હોં!! આહાહા ! કોઈ એમ કહે કે- શાસ્ત્રમાં તો એમ આવ્યું કેસમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. અહીંયા કહે છે કે- સમકિતીને જેટલું અશુદ્ધપણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com