________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮
કલશામૃત ભાગ-૩ પ્રશ્ન:- કાળલબ્ધિ આવે ત્યારે સમજાય ને ?
ઉત્તર- આવો પ્રશ્ન વારંવાર આવે છે. કાળલબ્ધિ કોને કહેવી? એ વાત તો ઘણીવાર કહી છે. કાળલબ્ધિનું જ્ઞાન કોને હોય છે? કાળલબ્ધિની કાંઈ ધારણા કરી લેવાની છે! એ તો મિથ્યાષ્ટિ–ચૂંઢ છે. કાળલબ્ધિનું જ્ઞાન કોને હોય છે? જેને પુરુષાર્થથી દ્રવ્યનો આશ્રય લીધો અને પર્યાયમાં જ્ઞાન-આનંદ આદિ દશા થઈ તેને કાળ લબ્ધિનું જ્ઞાન થયું. સમજમાં આવ્યું?
આ પ્રશ્ન તો સંવત ૨૦૭૨ની સાલથી છે તેને એકસઠ વર્ષ થયા પોતાનો ત્રિકાળી સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે એવા પોતાના જ્ઞાનમાં અંદર ઘૂસી જાય છે તેને પર્યાયમાં સર્વજ્ઞપણાની પ્રતીતિ થાય છે. અત્યારે સર્વજ્ઞ પરમાત્માને એક બાજુ રાખો. અત્યારે તો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા પોતે છે. સર્વજ્ઞ સ્વરૂપી વસ્તુએ પ્રભુ પોતે છે. તે અલ્પજ્ઞાની નહીં, વિપરીત જ્ઞાની નહીં. | સર્વજ્ઞ સ્વભાવી ચૈતન્ય સૂર્ય, ચૈતન્ય સ્વભાવ છે એવી જેને પ્રતીત થઈ ત્યારે તેને સર્વજ્ઞ સ્વભાવ છે તેવું તેને તેની પ્રતીતમાં આવ્યું. પ્રતીત વિના, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે તે ક્યાંથી આવ્યું? તેના માટે તો આત્મા છે જ નહીં, અંધારું છે. સમજમાં આવ્યું?
આહાહા“નમો રિહંતાણમ્' માં સર્વજ્ઞ પરમાત્મા છે એ બીજી વાત છે. અહીં તો પ્રભુ પોતે સ્વભાવે સર્વજ્ઞ છે. જાગતો સ્વભાવ કહો અથવા સર્વજ્ઞ સ્વભાવ કહો. જ્ઞ. સ્વભાવ છે તેની સાથે સર્વ લગાવી દ્યો તો સર્વજ્ઞ સ્વભાવી છે. એ અનાદિથી સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ પોતે આત્મા છે. ભાઈ ! વાત થોડી ઝીણી છે.
આહાહા ! વીતરાગ માર્ગ બહુ અલૌકિક છે. આહાહા ! જિનેશ્વરદેવ પરમાત્મા તો એમ કહે છે કે સર્વે જીવો, સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વ ભાવથી પરિપૂર્ણ ભર્યા પડ્યા પ્રભુ છે. સર્વ જીવો હોં! અભવી જીવ પણ તેના પૂર્ણ સ્વભાવથી ભર્યા પડયા છે. કેવળજ્ઞાનકેવળ દર્શન-અનંત આનંદથી ભર્યા પડ્યા છે તેવા વસ્તુએ અભવી જીવો છે. તેમની પર્યાયમાં વીતરાગતા ન પ્રગટે તે વાત બીજી છે. આ તો જેમણે પોતાનું કાર્ય કરવું હોય તેના માટેની વાત છે ભાઈ !
અહીંયા તો કહે છે કે સર્વજ્ઞ સ્વભાવી વસ્તુની સ્થિતિ છે તેની પ્રતિતી આવી કે મારા કાર્યમાં પોતાના દ્રવ્ય સિવાય કોઈ પરનું કારણ છે નહીં. તેમ તેને પ્રતીતમાં આવ્યું. ત્યાર પછી ચારિત્રની પર્યાય પ્રગટ થાય તે પણ પોતાના દ્રવ્યના આશ્રય સિવાય તેને કોઈ બીજાનો આશ્રય છે તેમ નથી. આહાહા! ત્યાર પછી કેવળજ્ઞાનની પર્યાય આવી.. તો તેમાં કોઈ વજનારાચ હો કે મનુષ્યપણું હો, પર્યાપ્ત હો, આમ હો તો કેવળજ્ઞાન થાય છે એમ નથી.
ઘણાં વર્ષો પહેલાં એક પંડિત આવ્યા હતા. તેઓ કહે- કેવળજ્ઞાન થવામાં વજનારા સંહનન જોઈએ. અરે.... પ્રભુ! સાંભળ તો ખરો ! એ તો નિમિત્ત છે, તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com