________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬
કલશામૃત ભાગ-૩ છે. કાળ એક સમયનો અને હદ નામ મર્યાદા એની ટૂંકી છે. વિકાર ટૂંકો અને અલ્પકાળ રહે છે. જ્યારે ભગવાન આત્મા ત્રિકાળ છે. અને જેનો સ્વભાવ અમર્યાદિત છે. એક જ વાકયે બસ છે. અરે.. પ્રભુ! તું પદાર્થ છે કે નહીં? વસ્તુ છે કે નહીં? તારી વસ્તુના કાર્ય માટે પરની જરૂર પડે? પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે આહાહા ! આવી વાત બીજે ક્યાંય છે નહીં. જૈન સિવાય; અને તેમાં પણ દિગમ્બર સિવાય. સનાતન જૈનદર્શન તે દિગમ્બર દર્શન છે. તેમાં પણ અત્યારે તો એનેય ખબર નથી; કેમ કે વાડા બાંધીને બેઠા છે.
અહીંયા તો ભગવાન આત્મા અમર્યાદિત શક્તિનો ભંડાર પ્રભુ છે એવી વસ્તુ છે. આહાહા એ વસ્તુના કાર્ય માટે પર્યાયને દ્રવ્યની જરૂર છે. એટલે દૈષ્ટિમાં તો દ્રવ્ય આવ્યું એમ કહે છે. એના કાર્ય માટે દ્રવ્યની જરૂર છે. તો દ્રવ્ય તો દૃષ્ટિમાં આવ્યું. એના કાર્ય માટે બીજા કોઈ કારણની જરૂર છે એમ છે નહીં.
એ લોકો બૂમો પાડે છે કે- વ્યવહારથી નિશ્ચય થાય; અરે. સાંભળને ! તને ખબર નથી બાપુ! વિકારથી નિર્વિકારી થાય? ભગવાન આત્મા તો નિર્વિકારી વીતરાગ સ્વરૂપ છે. તેના વીતરાગભાવને કારણે તેનું વીતરાગી કાર્ય થાય છે સને વિકૃત કરી નાખ્યું છે ને!
આહાહા ! એ પદાર્થ પ્રભુ જ્ઞાયકભાવ તેનું ભાન થયું તો શુદ્ધતા થઈ. એ શુદ્ધતાના કાર્ય માટે કોઈ પરની અપેક્ષા છે નહીં, કેમ કે શુદ્ધતાના કાર્ય માટે શુદ્ધ દ્રવ્યનું કારણ છે. એ શુદ્ધતાના કારણ માટે પરની અપેક્ષા છે નહીં.
પ્રભુ! તું કોણ છે? ક્યાં છો? કેટલો છો? અપરિમિત અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિની એક એક શક્તિની અપરિમિતતાથી ભરેલો છે. એક એક શક્તિ નામ ગુણનો ગોદામ છે. એક એક શક્તિનું એનું અનંતુ સામર્થ્ય છે. એવી એક – એક શક્તિ, એવી અનંત શક્તિ પ્રભુતાના કારણથી ભરી છે. એક એક શક્તિ પ્રભુતાના ગુણથી ભરી છે. આત્મામાં પ્રભુત્વ નામનો ગુણ છે. એ પ્રભુત્વ નામના ગુણનું સ્વરૂપ અનંતગુણમાં છે. પ્રભુત્વગુણ તેમાં નથી પણ પ્રભુત્વનું જ સ્વરૂપ છે તેનું એક એક શક્તિમાં સ્વરૂપ પડ્યું છે. એવી સંખ્યાએ અનંતી શક્તિઓ છે. એક – એક શક્તિમાં અનંતી પ્રભુતાનું સ્વરૂપ પડ્યું છે. એવી અનંત શક્તિનો પિંડ પ્રભુ દ્રવ્ય છે.
આહાહા ! એ દ્રવ્યની હૈયાતિનો સ્વીકાર જેને થયો તેને એ સ્વીકારને માટે બીજાની અપેક્ષાની જરૂર નથી. દ્રવ્યનો ત્યારે સ્વીકાર થાય કે- રાગની મંદતા હો! અહો ! દેવગુરુ-શાસ્ત્રની સહાયતા હો ! મદદ હો ! તેમ નથી. દ્રવ્યની ચીજ જ એવી છે કે- તેને પરની સહાયતાની જરૂરત જ નથી. આવી વાત છે.
પ્રશ્ન:- સાહેબ ! આપ તો કહો છો કે- પર્યાયને દ્રવ્યની જરૂરત નથી?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com