________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૪
કલશોમૃત ભાગ-૩ શક્તિનો સંગ્રહાલય અર્થાત્ અનંત શક્તિના સંગ્રહનું જે સ્થાન છે તે દ્રવ્ય છે. દ્રવ્ય તેને કહીએ કે- જેનાં કાર્ય માટે, સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સમ્મચારિત્ર માટે, કેવળજ્ઞાન આદિ કાર્ય માટે અનેરા સાધનની રાહ જોવી પડે તેવું દ્રવ્યમાં છે નહીં.
આહાહા ! વસ્તુ ભગવાન આત્મા જે પરમાત્મ સ્વરૂપ છે તે દ્રવ્ય છે. એ દ્રવ્યની પ્રતીતિ જેને થઈ કે- દ્રવ્ય તો પરમાત્મ સ્વરૂપ છે. એવી પ્રતીતિના કાર્યને માટે, પોતાના ચારિત્રના આનંદને માટે, કેવળજ્ઞાનના કાર્ય માટે ત્યાં પર સાધનની અપેક્ષા નથી દષ્ટિમાં દ્રવ્યનો કબજો થયો, તો પર્યાયમાં કાર્ય કહો કે પર્યાય કહો કેમ કે તેને પરની અપેક્ષા નથી.
જે દ્રવ્ય છે તેને દ્રવ્ય કહીએ. જેનાં કાર્ય માટે એટલે નિર્મળ પર્યાય માટે અન્ય સાધનની રાહ જોવી પડે તેવું એ દ્રવ્ય છે જ નહીં. આ દ્રવ્યની વ્યાખ્યા ચાલે છે. ભગવાન આત્મા! જે એક સમયમાં પૂર્ણાનંદનો નાથ તે દ્રવ્ય છે. એ “છે' એવું જેની પ્રતીતમાં આવ્યું એના માટે વાત છે. સમજમાં આવ્યું? “દ્રવ્ય છે એવી જેને પ્રતીતિ નથી અને જેને રાગની અને પર્યાયની પ્રતીતિ છે. તેને માટે દ્રવ્ય સાધન છે જ નહીં. પણ, જેને આ દ્રવ્ય છે, પરમાત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે એવી જેને દ્રવ્યની પ્રતીતિ આવી, તેને નિર્મળ કાર્ય માટે બીજા સાધનની રોહ જોવી પડે એમ છે નહીં. આહાહા! આમાં તો વ્યવહારની અપેક્ષાને ઉડાવી દીધી છે, અને દ્રવ્યના કાર્ય માટે દ્રવ્ય જ બસ છે. છે તો દોઢ લીટી... કેટલું ભર્યું છે?
દ્રવ્ય તેને કહેવાય જેના કાર્ય માટે અર્થાત્ જેની પર્યાય માટે અન્ય સાધનની રાહ જોવી ન પડે. રાત્રે નહીં ચાલેલી એવી બીજી ઘણી વાત આવી. ભાઈ ! મોડા આવે એટલે એ વાત ચાલી ગઈ. બાપુ! આ તો માર્ગ આવો છે. આવા મનુષ્યપણાના ક્ષણ ચાલ્યા જાય છે એના !
અહીંયા કહે છે – દ્રવ્ય પદાર્થ આત્મા દ્રવ્ય એટલે આત્મા બહારથી કહીએ તો લક્ષ્મીનો વેપાર કરવા માટે, વેપારના કાર્ય માટે... બીજા લક્ષ્મીવાળાની જરૂરત પડે નહીં. તેમ ભગવાન આત્મદ્રવ્ય તેને કહીએ. પૂર્ણાનંદનો નાથ પ્રભુ: શુદ્ધચૈતન્યધન તે દ્રવ્ય પદાર્થ છે. તેના સમ્યગ્દર્શન-શાન–ચારિત્ર અને કેવળજ્ઞાનના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ના પડે. કેમ કે ભગવાન પોતે સાધન છે તેમ કહે છે.
આહાહા ! સમ્યગ્દર્શન થયું તેમાં દ્રવ્યની પ્રતીતિ આવી. દ્રવ્ય છે તો આવું કાર્ય થયું એમ કાર્યમાં આવી પ્રતીતિ આવી. આ દ્રવ્ય છે તેનાથી જે કાર્ય થાય ચારિત્રઆદિ, આનંદઆદિ, કેવળજ્ઞાનાદિ તેને પરદ્રવ્યની જરૂરત નથી. એ. સ્વયં દ્રવ્ય જ પરિપૂર્ણ ભગવાન આત્મા છે. - વચનામૃત ૧OO પેજ ઉપરની વાત પહેલાં કરી હતી. “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય ”? શું કહે છે? જુઓ ! છઠ્ઠી ગાથામાં જ્ઞાયકભાવ એવો શબ્દ છે તે આ. “જાગતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com