________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦
૩૯૩ કારણે બંધાયેલા કર્મના ફળ છે. સમજમાં આવ્યું?
એ પુણ્યના કારણરુપ વિકાર પણ પોતાના કારણથી થયો છે. કર્મના કારણે થયો છે તેમ નથી. કર્મ માને નિમિત્ત. તેનો અર્થ વિશ્વમાં એક ચીજ છે. પરંતુ તેનાથી પરમાં પરિણમન થાય છે તેમ કદી થતું નથી. એ માટે રાજમલજીને ખુલાશો કરવો પડે છે. પ્રવચન નં. ૧૦૭
તા. ૨૮–૯– ૭૭. કળશટીકાનો ૧૧0 નંબરનો કળશ ચાલે છે. “તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું - અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ નથી.” શું કહે છે? આત્માનું પોતાનાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવા છતાં જેટલા અશુદ્ધભાવ રહે છે તે વિરુદ્ધ નથી વિરુદ્ધ નથી તેનો અર્થ શું? જેમ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન વિરૂદ્ધ છે, મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શન વિરૂદ્ધ છે તેમ શુદ્ધપણું ને અશુદ્ધપણાને એવો વિરોધ નથી.
ગઈ કાલે વચનામૃતમાંથી એક શબ્દ નીકળ્યો. વચનામૃતના ૮૪ પેઇજ ઉપર છે. દ્રવ્ય તેને કહીએ જેના કાર્ય માટે અન્ય સાધનની રાહ જોવી પડતી નથી.
બહેનના વચનામૃતમાં ૮૪ પેઈજ ઉપર છે. દ્રવ્ય તેને કહીએ તેના કાર્ય માટે અન્ય સાધનની રાહ જોવી પડે એવું છે નહીં. આહાહા ! તેમાં શું કહે છે? શુદ્ધાત્મા દ્રવ્ય છે. એ દ્રવ્યના આશ્રયે જ્યારે શુદ્ધપણું પ્રગટ થયું, આત્મા શુદ્ધ દ્રવ્ય છે એવું જ્યારે અનુભવમાં, સમ્યગ્દર્શનમાં આવ્યું ત્યારે તે કાર્યને અન્ય સાધનની રાહ જોવી પડતી નથી.
આહાહા ! એ જ શુદ્ધ દ્રવ્ય છે તેના કાર્ય માટે, નિર્મળ પરિણતિ વીતરાગી દશા માટે મોક્ષ માર્ગની પરિણતિ માટે, સ્વદ્રવ્યના કાર્ય માટે અન્ય સાધનની રાહ જોવી પડે એમ છે નહીં. સમજમાં આવ્યું?
દ્રવ્ય સ્વભાવ, પૂર્ણાનંદ પરમાત્મા, અનંત રત્નાકરનો દરિયો, અનંતગુણનું ગોદામ એવું આત્મદ્રવ્ય જે અંદરમાં છે તેની જ્યારે દૃષ્ટિ થઈ ત્યારે દ્રવ્ય છે તેમ કહેવામાં આવ્યું. દ્રવ્ય તો છે... પણ એ છે કોને? સમજમાં આવ્યું? જેને દૃષ્ટિમાં દ્રવ્યસ્વભાવનો અનુભવ આવ્યો તેને દ્રવ્ય છે. અને જેને દ્રવ્ય છે તો દ્રવ્ય તેને કહીએ જેના કાર્ય માટે, ચારિત્ર માટે, વીતરાગતા માટે, કેવળજ્ઞાન માટે, દ્રવ્યના કાર્ય માટે, પર સાધનની અપેક્ષા કે રાહ જોવી પડે એમ નથી. તેમાં એમ કહેવું છે કે- વ્યવહારની અપેક્ષા લેવી પડે તેવી ચીજ નથી. ભાષા સાદી છે પણ અંદર મર્મ ઘણો છે.
વચનામૃતમાં બહુ સાદી ભાષા છે. મર્મ ઘણો ઉંચો છે. એ તો બ્રહ્મચારી દિકરીઓએ લખી લીધું છે. એ પણ ધન્યવાદને પાત્ર છે. કારણ કે આવું પોતે તો કાંઈ લખે નહીં. એમાં પણ જ્યારે કાંઈ સાર સાર હશે તે લઈ લીધું
અહીંયા કહે છે કે ભગવાન આત્મા દ્રવ્ય જે છે તે અનંતગુણનો સાગર, અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com