________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦
૩૯૯ નિમિત્તથી કાંઈ થાય છે એમ નથી. આહાહા ! બહુ ઝીણું બાપુ! તરવાનો ઉપાય શું? તરવાના ઉપાયનો ભંડાર ભગવાન ભર્યો પડ્યો છે. અનાદિથી દષ્ટિ જ વિપરીત છે. જ્યાં છે ત્યાં શોધતા નથી અને જ્યાં નથી ત્યાં શોધે છે.
આહાહા! રાગમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન પડયા છે? એક સમયની પર્યાયમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન રહે છે? આહાહા! આવો સર્વજ્ઞ સ્વભાવ દ્રવ્ય સ્વરૂપ તેની સ્વસમ્મુખ થઈને પ્રતીતિ અને અનુભવ થયો, તેના કાર્ય માટે પરની કોઈ અપેક્ષા ન રહી. ચારિત્ર માટે પણ પરની અપેક્ષા ન રહી.
બંધ અધિકારમાં તો એમ આવે છે કે- દર્શન-જ્ઞાન કારણ છે અને ચારિત્ર કાર્ય છે. દર્શન-શાન નથી માટે ચારિત્રરૂપી કાર્ય નથી એમ કહ્યું છે, એ વાત તો અપેક્ષિત કહી છે. બાકી ચારિત્ર ગુણ (નામ પર્યાય) નું કારણ ચારિત્ર શક્તિ છે. અને એ શક્તિવાન આત્મા ચારિત્રના કાર્યનું કારણ છે. ત્યાં તો એટલું સિદ્ધ કરવું છે કે- પૂર્વે સમ્યગ્દર્શન જ્ઞાન હો તો ચારિત્ર થાય છે. પરંતુ સમ્યગ્દર્શનની પર્યાયને કારણે ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે તેમ છે નહીં. એ ચારિત્ર કાર્ય અને તેનું કારણ સમ્યગ્દર્શન થાય છે તેમ છે નહીં. જ્યારે દ્રવ્યસ્વભાવની પ્રતીત થઈ તો એ ચારિત્રનું કાર્ય થયું અને તેમાં દ્રવ્ય કારણ થાય છે. સમજમાં આવ્યું? આવો મારગ છે જૈનનો!
“તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું - અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે,”
શું કહે છે? દ્રવ્યનો જેટલો આશ્રય લીધો એટલું તો શુદ્ધપણું પ્રગટ થયું. હજુ પૂર્ણ આશ્રય નથી તેથી પરના લક્ષથી પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય છે. તે અશુદ્ધપણું છે. તો એક જ સમયમાં મોક્ષમાર્ગ પણ હોય અને અશુદ્ધપણું પણ હોય, તે બન્ને એક સાથે રહી શકે છે.
આહાહા! ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય નથી ત્યાં આગળ અંદરમાં અર્થાત્ લક્ષમાં પરનો આશ્રય આવ્યા વિના રહેતો નથી. અરે... પ્રભુ! આવી ભાષા અને આવી વાત છે. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ દેષ્ટિમાં આવ્યો અર્થાત્ જ્ઞાનની એક સમયની પર્યાયમાં પૂર્ણનું જ્ઞાન આવ્યું. પરંતુ પર્યાયમાં પૂર્ણ ચીજ ન આવી. સમજમાં આવ્યું?
એ વાત સમયસાર ૧૭–૧૮ ગાથામાં ચાલી હતી. અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકપણું છે, તેથી એ પર્યાયમાં દ્રવ્ય પણ જણાય છે. ગજબ વાત કરે છે ને! અજ્ઞાનીની જ્ઞાન પર્યાય ક્ષયોપશમ જ્ઞાનનો અંશ છે તેનો સ્વભાવ અપર પ્રકાશક હોવાથી તે પર્યાયમાં પણ સ્વદ્રવ્યનું જ જ્ઞાન થાય છે. આહાહા ! આવું હોવા છતાં તેની દૃષ્ટિ એ બાજુ નથી. આહાહા! અનાદિથી જ્ઞાન પર્યાયમાં આખું દ્રવ્ય જ જાણવામાં આવે છે હોં!
આહાહાઅજ્ઞાનીને પણ તેના વર્તમાન જ્ઞાનમાં અર્થાત્ ક્ષયોપશમના વિકાસનો જે અંશ છે તે પર તરફ ઝૂક્યો છે. છતાં એ પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન થાય જ છે. પરંતુ તેની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com