________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૩૯૭ ઉત્તર- એ વાત પછી. અહીંયા તો અત્યારે કાર્ય કેવું છે ને ! દ્રવ્યનાં કાર્યને પરની અપેક્ષા નથી, બસ એટલું જ સિદ્ધ કરવું છે. ખરેખર તો જે કાર્ય છે તેને દ્રવ્યની પણ અપેક્ષા નથી. સમજમાં આવ્યું?
દ્રવ્ય જે છે તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શુદ્ધ ચૈતન્યધન અનંત રત્નાકર પ્રભુ છે. તે દ્રવ્ય છે. “એ છે” પણાનો સ્વીકાર પર્યાયમાં આવે છે. દ્રવ્યનો સ્વીકાર દ્રવ્યમાં આવતો નથી. આહાહા! પ્રભુનો આવો માર્ગ છે. “છે તો છે” એમ પહેલાં કહ્યું હતું ને! એ પર્યાયમાં ત્યારે દ્રવ્ય છે.
એ તો પ્રશ્ન થયેલોને ! કારણ પરમાત્મા છે તો કારણનું કાર્ય આવવું જોઈએ ને! તમે તો એમ કહો છો કે કારણ પરમાત્મા અનાદિથી છે. કારણ પરમાત્મા કહો; દ્રવ્ય સ્વભાવ કહો; ત્રિકાળી શાકભાવ કહો; ત્રિકાળી ધ્રુવ જીવ કહો; કારણ જીવ કહો ! આહાહા...! કારણ જીવ છે તો કાર્ય તો આવવું જોઈએ ને? એમ પ્રશ્ન હતો.
તેને ઉત્તર આપ્યો કે ભાઈ સાંભળ! કારણ આત્મા છે, કારણ પરમાત્મા છે તે કોને? જેની પ્રતીતમાં કારણ જીવ આવ્યો તેને, જેને પ્રતીત નથી આવી તેને “છે” તે
ક્યાંથી આવ્યું? સમજમાં આવ્યું? માર્ગ જગતથી બહુ જુદો છે. તેથી લોકો રાડો પાડે છે કે- આ સોનગઢનું એકાંત છે; વ્યવહારનો લોપ કરે છે. વાત એની સાચી.
જેણે દ્રવ્ય સ્વભાવનો આશ્રય અને લક્ષ કર્યું તેને પરનાં લક્ષથી કાર્ય થાય એ વાત જ રહેતી નથી. તેમાં પરાધીનતા છે જ નહીં.
અરે...! તારી ચીજ તો અનંત શક્તિનો સંગ્રહસ્વરૂપ ભગવાન છે. ઉત્પાદ-વ્યય અનિત્ય છે. અનિત્યમાં નિત્યની પ્રતીતિ આવે છે. નિત્યની પ્રતીતિ નિત્યમાં નથી થતી. તો એ મહાપ્રભુ કારણ પરમાત્મા છે. એની પ્રતીતિ આવી તેને કારણે પરમાત્મા છે. જેને કારણ પરમાત્મા છે તેમ પ્રતીતમાં આવે તેને કાર્ય સમ્યગ્દર્શન થયા વિના રહે નહીં. કારણ પરમાત્મા જેની દૃષ્ટિમાં આવ્યો તેને ચારિત્ર અને કેવળજ્ઞાન થયા વિના રહે નહીં. સમજમાં આવ્યું?
દ્રવ્ય છે તે અનંતશક્તિનો મહાભંડાર છે. એ ભંડારની દૃષ્ટિએ રાગ સાથેની એકતાની ડોર તોડી નાખી છે. રાગ અને ત્રિકાળી સ્વભાવ એક છે એવી મિથ્યાત્વની ચાવી હતી તે એકતા તૂટી ગઈ છે. અને હવે રાગથી વિભક્ત થયો છે. પાંચમી ગાથામાં એકત્વ-વિભક્ત આવે છે. રાગથી વિભક્ત થયો અને પોતાના સ્વભાવની સાથે એકત્વ થયો. એટલે વીતરાગતા શરૂ થઈ ગઈ. વીતરાગતા પૂર્ણ થવામાં કારણ પણ એ દ્રવ્ય છે, તેમાં પરની અપેક્ષા છે નહીં. એમાં મનુષ્યપણું વજનારાચ સહનનની અપેક્ષા નથી. આહાહા ! શાસ્ત્રનું જ્ઞાન વધારે હો, ધારણા વધારે હો, દેવગુરુની શ્રદ્ધા હો અને પંચમહાવ્રતાદિના પરિણામ હો તો તેનાથી લાભ થશે તેમ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com