________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦
૩૯૫ જીવ' એ તો ગુજરાતી સાદી ભાષા છે. જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, જાગતી ચીજ, ટકતું તત્ત્વ એ ઊભો છે. જાગતું – જાગૃત સ્વરૂપ એ ટકતું સ્વરૂપ છે. ઊભો છે એટલે ટકતું છે.
આહાહા“જાગતો જીવ, ઘણી સાદી ભાષા છે. ચાર ચોપડીના ભણેલાં હોય તે પણ સમજે એવી આ ભાષા છે. શાસ્ત્રમાં વસ્તુ સ્વરૂપ બતાવેલ છે. પરંતુ આ તો તન્ના સાદી ભાષામાં.
જાગતો જીવ, અર્થાત્ જ્ઞાયકભાવરૂપ જીવ તે ઊભો છે ને! ઊભો છે ને! પ્રભુ છે ને! જ્ઞાયકભાવ છે તે જાગતો જીવ છે. તે ઊભો છે ને! પડ્યો છે ને! આવો અનાદિ અનંત પડ્યો છે. એ જીવ ક્યાં જાય? એ જાગતી ચીજ જાય ક્યાં? જાગતી ચીજ ધ્રુવ છે તે જાય ક્યાં? એ પર્યાયમાં આવી જાય ? રાગમાં આવી જાય? બહારમાં આવી જાય? જાગતો જીવ છે ને? ટકતું તત્ત્વ છે ને એમ ! જ્ઞાયકભાવ છે એ ક્યાં જાય?” જરૂર પ્રાપ્ત થાય જ.” તેની પ્રાપ્તિ થાય, થાયને થાય જ. કેમ કે એ ચીજ છે કે નહીં?
વચનામૃતનો એક ત્રીજો બોલ પણ યાદ આવ્યો હતો. “કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ લાગતી નથી.” ૧૩૭ પેઈજ ઉપર છે. સોનાને કાટ લાગતો નથી એમ ન કહેતા. ક. ક. લગાડ્યા. કંચનને કાટ લાગતો નથી. કંચનને કાટ લાગતો નથી એટલે શું? અગ્નિને ઉધઈ લાગતી નથી. “લાગતી નથી”નો અર્થ હોય નહીં. તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ રૂપની અશુદ્ધિ આવતી નથી. ભગવાન જ્ઞાયકમૂર્તિ પ્રભુ! તેમાં આવરણ હોય નહીં. ઉણપ નહીં, અશુદ્ધતા નહીં, અને આવરણ નહીં. ઉ, અ, આ, એ રીતે શબ્દો છે. ભાષા કેવી છે? કંચનને કાટ નહીં, જ્ઞાયકભાવમાં આવરણ નહીં, જ્ઞાયક સ્વરૂપને અશુદ્ધિ નહીં. એને જે જોવે, જાણે અને અનુભવ કરે, એનું કલ્યાણ થઈ જાય.
હજુ એક બોલ છે. પેઈજ નં. ૯૩ છે. “બહારમાં બધા કાર્યમાં સીમા મર્યાદા હોય.” એ શું કહ્યું? શુભ, અશુભભાવ, વિકારીભાવ એને મર્યાદા છે. એ ચીજ અમર્યાદિત નથી. આત્મામાં થતાં શુભ-અશુભભાવ, મિથ્યાત્વભાવ તેની તો હદ છે, તેની તો મર્યાદા છે. મર્યાદા નામ સીમા છે. અમર્યાદિત તો અનંતજ્ઞાન આનંદ છે. એ વિકાર મર્યાદિત ચીજ છે માટે તેનાથી પાછા હઠી શકાય છે. એમ કહે છે.
શું કહે છે? જુઓ, અંદરમાં સ્વભાવને સીમા-મર્યાદા નથી. જીવને અનાદિથી વર્તતી બાહ્ય વ્રતિને જો મર્યાદા ન હોય તો જીવ કદી પાછો વળે જ નહીં. શું કહ્યું? રાગ આદિની મિથ્યાત્વ આદિની સીમા છે – મર્યાદા છે. પર્યાય એક સમયની અને સાધારણ છે. તેથી આત્મા તે તરફથી હઠીને અમર્યાદિત ચીજમાં આવી શકે છે. સમજાણું કાંઈ ?
આહાહા ! વિકારને મર્યાદા ન હોય, હૃદ ન હોય તો જીવ કદી પાછો વળે જ નહીં. રાગ બે હૃદ અને બે મર્યાદિત હોય તો પાછો વળે જ ક્યાંથી ? મિથ્યાત્વ અર્થાત્ વિપરીત અવસ્થાની અને રાગ દ્વેષની મર્યાદા છે. આહાહા ! તેની હુદ છે. એના કાળ, ભાવની હૃદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com