________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૪૦૧ કહે છે તે બિલકુલ બંધનું કારણ છે. અને જેટલું શુદ્ધપણું છે તે બિલકુલ સંવર નિર્જરાનું કારણ છે. આવો માર્ગ છે ભાઈ ! અરે! તેણે આત્માનો તો આશ્રય લીધો નહીં અને તે અનંતકાળથી રખડી મરે છે ચોરાશીના અવતારમાં. માની લ્યો કે બહારમાં થોડું જાણપણું થયું. અને દુનિયા વખાણે કે- ડાહ્યો છે, પરંતુ તેમાં આત્માને શું થયું! આહાહા એ ત્યાં ફસાઈ ગયો.
“યત્ ર્મ અવશત: વાય સમુન્નતિ” જેટલી દ્રવ્યરૂપ – ભાવરૂપ - અંતર્જલ્પ – બહિર્બલ્પ - સૂક્ષ્મ - સ્થૂળરૂપ ક્રિયા, (નવશત:) સમ્યગ્દષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં,”
સમ્યગ્દષ્ટિ પુરુષની દૃષ્ટિ એ ક્રિયાથી વિરક્ત છે. એ ક્રિયા મારી છે તેમ સમ્યગ્દષ્ટિ માનતા નથી. જેટલું અશુદ્ધપણું છે. તેનાથી સમ્યગ્દષ્ટિ વિરક્ત તો છે. પરંતુ વિરક્ત હોવા છતાં અશુદ્ધપણું છે. દષ્ટિની અપેક્ષાએ, આશ્રયની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ એ ક્રિયાથી વિરક્ત છે, પરંતુ નબળાઈની અપેક્ષાએ અશુદ્ધતા છે એ પોતાના કારણથી છે. તે કોઈ કર્મના કારણથી છે એમ નથી.
પ્રશ્ન- એ ક્રિયા છે ત્યારે વિરક્તપણું થયું ને?
ઉત્તર:- ક્રિયા છે માટે નહીં; દૃષ્ટિએ તો વિરક્તપણું છે. અશુદ્ધપણું છે માટે વિરક્ત છે એ વાત જૂઠી છે, એમ નથી. એને અંદરમાં દ્રવ્યનો આશ્રય છે માટે વિરક્ત છે. બહુ ઝીણી વાતો બાપા આકરી છે. સમજમાં આવ્યું?
“વિરક્ત છે' તેનો અર્થ? અશુદ્ધપણું છે માટે વિરક્ત છે તેમ નથી. અશુદ્ધપણું હોવા છતાં તેને સ્વદ્રવ્યનો આશ્રય છે માટે વિરક્ત છે. આવો માર્ગ ઝીણો પડે. તેણે કદી નિવૃત્તિ લીધી નહીં.
સમ્યગ્દષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રમોહના ઉદયે બલાત્કારે થાય છે તે જેટલી ક્રિયા છે તેટલી - જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે,” સમ્યગ્દષ્ટિને અશુદ્ધતાનું સ્વામીપણું નથી; છતાં પણ પર્યાયમાં અશુદ્ધપણું છે. તો સાધકને તેનો બંધ પણ છે. એક બાજુ એમ કહે છે કે- જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. અને બીજી બાજુ એમ કહે છે કે- જ્ઞાનીને જે અશુદ્ધતાનો અંશ છે તે બંધનું કારણ છે. શુભક્રિયા હોઃ જેટલા દયા દાન વ્રતના વિકલ્પ ઊઠે છે તે બંધનું કારણ છે, છતાં પણ તેમાં
સ્વામીપણું છૂટી ગયું છે. વિરકિતનો અર્થ એ કે તેમાં રકત નથી. એ ક્રિયાથી સર્વથા વિરક્ત નથી. જો સર્વથા વિરક્તપણું હોય તો તેને મુનિપણું હોય જ નહીં.
જેટલી શુભક્રિયા છે –દયા-દાન-વ્રત-ભક્તિ તે “જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર-નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી.” એ લોકોના બધા ગોટા છે. સમ્યગ્દષ્ટિનો શુભ જોગ સર્વથા બંધનું કારણ નથી. તેમ કહે છે; અર્થાત્ તે કથંચિત્ શુદ્ધતાનું પણ કારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com