________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨
કલામૃત ભાગ-૩ જ્ઞાન થાય છે? ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એ વાત જૂઠ છે. જ્ઞાન તો પોતાની પર્યાયથી થાય છે, તેમાં ઇન્દ્રિય તો નિમિત્ત છે. નિમિત્ત અંદર કાંઈ કરે છે?
વિશેષ આમ છે કે- ઉપશમનો, ક્ષપણનો ક્રમ આવો છે. પહેલાં મિથ્યાત્વ કર્મનો ઉપશમ થાય છે અથવા પણ થાય છે.” જુઓ! પહેલાં તો મિથ્યાત્વ ભાવનો નાશ એટલે ઉપશમ કે ક્ષય થાય છે. ત્યારે દર્શનમોહનો નાશ એટલે ઉપશમનો ક્ષય થાય છે અથવા ક્ષપણ થાય છે. મિથ્યાત્વનો નાશ થાય છે અને આ બાજુ દર્શનમોહનો નાશ થાય છે. “તેના પછી ચારિત્રમોહનો ઉપશમ અથવા ક્ષય થાય છે.” પહેલાં મિથ્યાત્વનો નાશ હો પછી ચારિત્રમોહનો ઉપશમ હો અને પછી ચારિત્રમોહનો નાશ હો. પહેલાં મિથ્યાત્વનો તો નાશ નથી થયો અને ચારિત્રમોહનો નાશ થઈ જાય એમ નથી.
પ્રશ્ન:- મહાવ્રત તે ચારિત્ર નહીં ?
ઉત્તર:- એ ચારિત્ર ક્યાં હતું! અહીંયા તો મિથ્યાત્વનો ત્યાગ પછી રાગનો ત્યાગ તે ત્યાગ છે.
એ વાતને અહીં સિદ્ધ કરે છે. જેટલા સમકિતી હોય કે ક્ષાયિક સમકિત, શ્રેણિક રાજા તેમણે તીર્થકરગોત્ર બાંધ્યું છે. તેમને ચારિત્ર મોહનો રાગ હતો. એ રાગ પોતાના કારણે હતો, ચારિત્રમોહકર્મ તો નિમિત્ત છે. હવે તેઓ નરકમાં ગયાં. ત્યાં પણ રાગ છે તે પોતાના કારણે છે. ક્ષાયિક સમકિતી આગામી કાળે તીર્થકર થશે. શ્રેણિકરાના પ્રથમ તીર્થકર થશે. રાગનો પુણ્ય બંધ થયો એમાં તીર્થંકરપણું બંધાયું. જે ભાવે બંધ થયો એ ભાવ રાગ છે. સોલહ કારણ ભાવનાનો રાગ તે કાંઈ ધર્મ નથી. આહાહા ! સમજમાં આવ્યું?
રાગને કારણે પુણ્યબંધ થયો. અહીંયા જ્યારે તીર્થકરપણે માતાના ગર્ભમાં આવશે ત્યારે ઇન્દ્રો આવી ને માતાની સેવા કરશે, આ બધું પુણ્યને કારણે છે. નરકમાંથી નીકળી અને અહીં જન્મ લેશે. કેમ કે તેમને તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ છે. ઇન્દ્ર પણ આવી ને માતાને નમસ્કાર કરે છે. હે! રત્નકુંખધારિણી માતા તને નમસ્કાર.
હે માતા ! તેં તારી કુંખમાં રતનને રાખ્યો છે. “રતન કુંખ ધારિણી', જેની કૂખમાં રતન રહે તે. ઇન્દ્રો કહે છે
માતા જતન કરીને રાખજો એને, તમ પુત્ર અમ આધાર રે...
માતા જનેતા જતન કરીને રાખજો. પછી તો ઇન્દ્ર અને દેવો પણ આવે છે અને કહે છે મહામણી રતન છે તેવા તીર્થકરના આત્માએ જન્મ લીધો છે એવા પુત્રને માતા જતન કરીને રાખજો.
“તમ પુત્ર અમ આધાર રે...” તેમ એકાવતારી ઇન્દ્ર કહે છે. એ બધા પુણ્યનાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com