________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧)
૩૯૧ હિન્દુસ્તાનમાં બધા પંડિતો, મુનિઓમાં આ જ પ્રથા હતી. તેથી લોકો પણ શું કરે!
અહીંયા તો કહે છે – જ્ઞાનમાં હીણી દશા થવી તે પોતાના કારણથી છે. તે પોતાનું અંતરંગ કારણ છે. અને તેમાં જ્ઞાનાવરણીય બહિરંગ કારણ છે. એ લોકો એમ કહે કેઅમારે કર્મનું જોર છે તેથી વેપાર ધંધા છોડી શકતા નથી. અરે. બધું જ જૂઠું.
એક જૂઠા નામનો માણસ હતો. તે પાલેજ પાસેના ગામનો હતો. તેના બાપના. બાપ જૂઠા દાદા હતા. તે ભુવા હતા. તે ધુણતા હતા. તમે આ સામાયિક કરો, પોષા કરો અને આ જૂઠું કરો ! મહારાજ! હું ધુણતો હોઉં છું તો બોલું છું કે હું જૂઠો છું. પણ તું નામથી જૂઠો છે અને અહીં ભાવમાં તને જૂઠો ઠરાવે છે. તને જૂઠો કહો ! પણ લોકો તો એમ માને છે કે- તારા પિતાજીના પિતાજી જૂઠા છે.
અહીંયા કહે છે – મિથ્યાત્વરૂપ પરિણતિ એ પોતાનું કારણ છે. તે વિભાવરૂપ પરિણમ્યો છે તે પોતાના કારણે “તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે. મિથ્યાત્વરૂપ પરિણમેલો પુગલ પિંડનો ઉદય.” નિમિત્ત છે પણ નિમિત્ત કાંઈ કરાવતું નથી.
કૈલાસચંદજી અને વર્ણજીની વાત યાદ આવી ગઈ એ વખતે વર્ણજી ક્રમબદ્ધને માનતા નહીં અને નિમિત્તથી થોડુંક થાય છે તેમ માનતા હતા. એનો ખુલાસો કૈલાસચંદજીએ હમણાં કરી દીધો. (૧) ક્રમબદ્ધ છે. (૨) નિમિત્ત છે પણ નિમિત્ત પરનું કાંઈ કરતું નથી. પરમાં કાંઈ ન કરે તેનું નામ નિમિત્ત છે.
અહીંયા એ જ કહે છે કે- જીવ મિથ્યાત્વરૂપ પરિણમે છે, તો દર્શનમોહનીય કર્મ બહિરંગ નિમિત્ત છે. પરંતુ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત મિથ્યાત્વને કરતું નથી. અત્યારે મોટી ઝંઝટ ચાલે છે.
એક ભાઈ એમ કહેતા હતા કે- કર્મ નિમિત્ત થઈને આવે છે તેથી મિથ્યાત્વ અને વિકાર કરવા જ પડે છે અને જો તમે કર્મને નિમિત્ત કરો તો કહેવાય અને ન કરો તો ન કહેવાય એ બધી વાત મિથ્યા છે.
અહીં તો રાજમલજી પોતે ખુલાશો કરે છે. વિભાવરૂપ પરિણમ્યું છે તે મિથ્યાત્વ અને નિમિત્તરૂપે દર્શનમોહનીય કર્મનો ઉદય છે. અને જીવનો એક ચારિત્ર ગુણ છે. એ વાત કરે છે.
જીવનો એક ચારિત્રગુણ છે તે જ વિભાવરૂપ પરિણમતો થકો વિષયકષાય ચારિત્રમોહરૂપ પરિણમે છે;” વિષય-કષાયના પરિણામરૂપ પરિણમ્યા છે તે પોતાના કારણથી પરિણમ્યા છે. અંતરંગ કારણ પોતાનું છે. તેના પ્રતિ બહિરંગ કારણ ચારિત્રમોહના પરિણામ એનો ઉદય નિમિત્ત છે. તે તો બાહ્ય નિમિત્ત છે અને આ તો અંતરંગ નિમિત્ત છે. એના પણ નિર્ણય કરવાના ક્યાં ઠેકાણાં છે? સમકિત તો ક્યાંય રહી ગયું. હજુ તો એમ માને છે કે-કર્મને લઈને આ થાય અને વિકાર થાય. આ ઇન્દ્રિયો છે તેથી અહીંયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com