________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦
૩૮૯ યોગ્યતા છે. એમ કહે છે.
અહીંયા તો એક એક બોલમાં પૃથ્થકપણું બતાવે છે. ધર્મી જીવને, જ્ઞાનીને, સંતોને જે રાગ આવે છે તે રાગ વિભાવ પરિણમન શક્તિની યોગ્યતાથી થાય છે; કર્મથી નહીં. ચંદ્રપ્રભુની સ્તુતિમાં આવે છે કે
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.” ઈસરીમાં વીસ વર્ષ પહેલાં કહ્યું હતું કે- “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” ત્યાં એ બધા પંડિતો એમ કહેતા હતા કે- આવું ગોતી ગોતીને વાત કહે છે. પરંતુ કર્મ થી થયું એમ તો વાત કરતા જ નથી. એ વખતે એક વાત એ પણ કહી હતી. “જે જિનઆજ્ઞા માને તે કર્મથી રાગ થાય છે એવી અનિતિ તેને સંભવે નહીં.” આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. કર્મથી રાગ થાય છે એ તારી અનિતિ છે. લોકો આ વાતને આમ ઉડાડી દેતા હતા. એ લોકો ખાનગીમાં બોલે, આમ સીધું સામે બોલે નહીં. એ લોકો કહે – બધામાંથી ગોતી ગોતી અને વિકારની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. અહીં પાઠમાં જો ને! અહીં કહ્યું છે.
અહીં કહે છે – ધર્મીને પણ વિકાર થાય છે. અંતરંગ નિમિત્ત એટલે અંતરંગ કારણ “અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ” એ અંતરંગ કારણ છે. આહાહા! આત્મજ્ઞાન થયું તો રાગનું સ્વામીત્વ છૂટી ગયું તો પણ જ્ઞાનીને રાગ આવે છે તે પોતાની યોગ્યતાથી રાગ આવે છે.
બહિરંગ નિમિત્ત છે મોહનીયકર્મરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય.” કર્મ તો બહિરંગ નિમિત્ત છે. પોતાનો વિકાર અંતરંગ નિમિત્ત છે. સમજમાં આવ્યું?
લોકો કહે શું કરીએ! કર્મનું બહુ જોર છે. એ જૂઠું બોલે છે. વિકાર કરવામાં તારી સ્વતંત્રતા છે. તારી યોગ્યતા છે તો વિકારનો કર્તા સ્વતંત્રપણે તું કરે છે. એ વિકારને કર્મ કરાવે છે એમ ત્રણ કાળમાં છે નહીં. મોટી વિચિત્રતા છે. ત્રણે સંપ્રદાયમાં ગોટા છે. કર્મથી વિકાર થાય છે. કર્મથી વિકાર થાય છે!
અહીંયા કહે છે – વિકાર થવામાં અંતરંગ કારણ તો પોતાનું જ છે. સમકિતીને પણ રાગ આવે છે. બળભદ્ર શ્રીકૃષ્ણનાં મડદાંને છ માસ સુધી લઈને ફરે છે. શ્રી રામચંદ્રજી લક્ષમણને છ મહિના ઉપાડીને ફરે છે. તે રાગ હતો, એ રાગ પોતાનો દોષ છે. એ રાગ પોતાને કારણે આવ્યો છે, કર્મને કારણે નહીં. તેમને અંદર ભાન હતું કે- આ રાગ મારી ચીજ નથી, રાગ મારી કમજોરીથી મને ઉત્પન્ન થાય છે. એ વાતમાં પણ એ લોકો એમ કહે છે કે-છ મહિના સુધી લઈ જાય છે, પછી કર્મનો ઉદય બંધ થાય છે તો મડદાંને છોડી ધે છે. ભાઈ ! એમ નથી. છ માસ સુધી રાત્રનો અપરાધ પોતાના કારણથી થાય છે. આવું કયારેય સાંભળ્યું છે કે નહીં?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com