________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3८८
કલશામૃત ભાગ-૩ અને મારા કારણે; રાગ થવાની વૈભાવિક લાયકાત મારામાં છે.
પ્રશ્ન:- વૈભાવિક શક્તિ એટલે શું?
ઉત્તર- વૈભાવિક શક્તિ તો ત્રિકાળ છે. અને આ વિભાવ થાય છે તે તો વર્તમાન પરિણામમાં મારી યોગ્યતાથી થાય છે. મારા પરિણમનથી અને મારી લાયકાતથી રાગ થાય છે. ત્રિકાળ શક્તિ તો શક્તિ છે. તે વિભાવરૂપ પરિણમન નથી કરતી. અહીંયા તો એ કહેવું છે કે- અંતરંગ નિમિત્ત પરિણામમાં; રાગના પરિણામમાં; વિભાવરૂપ પરિણામમાં; વિભાવશક્તિ નિમિત્ત છે. મૂળ કારણ તો યોગ્યતા છે તેમ કહે છે. સમાજમાં આવ્યું?
અમને રાગ થયો તો કર્મને લઈને થયો તેમ નથી. અત્યારે બહારમાં એ ઝંઝટ ચાલે છે કે વિકાર થાય છે તે કર્મથી થાય છે બસ. અહીંયા એ સિદ્ધ કરે છે કે-સમકિતી ને પણ, આત્મજ્ઞાનમાં આત્માના ભાનપૂર્વક જે રાગ થાય છે તે વૈભાવિક શક્તિના વિપરીત પરિણમનરૂપ પોતાની દશા છે. વૈભાવિક શક્તિનું પરિણમન વિકારરૂપ થાય એમ નથી. કેમ કે વૈભાવિક શક્તિ તો સિદ્ધમાં પણ છે.
પ્રશ્ન- સિદ્ધમાં પણ છે?
ઉત્તર:- હા, સિદ્ધમાં વૈભાવિક શક્તિ છે. તેનો સ્વભાવ પરિણમવું તે છે. તે વૈભાવિક શક્તિ છે માટે વિભાવરૂપે પરિણમે છે તેમ નથી. એ વૈભાવિક શક્તિ નિમિત્તને આધીન થાય છે તો વિભાવરૂપ પરિણમે છે. કર્મથી વિભાવરૂપ પરિણમે છે તેનો નિષેધ કરવાને માટે આ ખુલાશો લીધો છે. લખાણમાં આવે છે કે-જ્ઞાનીને પણ આવા કર્મ (ઉદયમાં) આવે છે. એમ કે- કર્મનું બહુ જોર છે માટે જ્ઞાનીને પણ રાગ થઈ જાય છે તેમ નિમિત્તથી કથન કર્યું છે. જયચંદ પંડિતે આ રીતે લીધું છે. બાકી વિભાવરૂપ – વિકારનું જે પરિણમન છે તે પોતાના કારણથી અને પોતાની યોગ્યતાથી થયું છે. સમજમાં આવ્યું?
શ્રી પ્રવચનસારમાં ૪૭ નય લીધા છે. એમાં એક ઈશ્વરનય લીધી છે. ઈશ્વરનયનો અર્થ શું છે? જેમ ધાવ માતા બાળકને ધવડાવે તે પરાધીનતા છે તેમ આત્મા પોતાથી પરાધીન થઈને રાગને કરે છે. કર્મ પરાધીન કરાવે છે. તેમ નથી. અહીં તો વાતે વાતે ફેર છે. એના તો (તત્ત્વના યથાર્થ) નિર્ણયના પણ ક્યાં ઠેકાણા છેઃ આહાહા ! સત્યનું શું સ્વરૂપ છે. અને પરમાત્મા શું કહે છે તેની ક્યાં ખબર છે?
અહીં શું કહે છે? વૈભાવિક શક્તિ છે પણ તે મારી લાયકાતથી, નિમિત્તને આધીન થઈ અને વિકાર થવો તેમ સ્વતંત્ર દશા છે. કર્મ વિકાર કરાવતું નથી. સમકિતીને પણ વિકાર થાય છે. ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી વિકાર થાય છે, એમ નથી એમ કહે છે. અંતરંગ નિમિત્ત તો વિભાવરૂપ પરિણમન છે અર્થાત્ પોતાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com