________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૩૮૭ અમે આ રાગના દેશના નહીં રે...
“હમ પરદેશી પંખી સાધુ, આ દેશના નહીં રે; - નિજ સ્વરૂપકા સ્મરણ કરકે. . જાશું સ્વરૂપ સ્વદેશ રે.” રાગના દેશમાં આવીએ છીએ તેથી કર્મથી પૂર્ણ નિવૃત્તિ નથી થઇ પરંતુ પછીથી અમે રાગનો ત્યાગ કરીને એકાદ ભવમાં મોક્ષ જઈશું. જેણે ભવનો છેદ કરી દીધો છે તેને પણ રાગ ભાવમાં ભવ દેખાય છે. અરેરે! હુજુ ભવ કરવો પડશે! એકાદ દેહ ધારણ કરવો પડશે. . એ દેહ કયો? મનુષ્યનો. સ્વર્ગમાં જવાનું થયું એ તો વચ્ચે ધર્મશાળા છે. એકાદભવ ધારણ કરીને મનુષ્યભવમાં મોક્ષ જઈશું. આ રાગ છે તેના કારણે ભવ ધારણ કરવો પડશે.
અહીંયા તો પરમાત્મા એમ કહે છે જ્યાં સુધી જીવને અશુભ પરિણમન છે ત્યાં સુધી સમકિતી, મુનિને પણ વિકારનું પરિણમન છે. આહાહા ! અમૃતચંદ્રાચાર્યે ત્રીજા શ્લોકમાં કહ્યું ને કે- અનાદિથી અમને અશુદ્ધતા છે. “વેન્માષિતાય' છે. મુનિ છે, ભાવલિંગી સંત છે, ત્રણ કષાયનો અભાવ છે, વીતરાગપણાના ઝૂલે ઝૂલે છે. તે પણ કહે છે કે- અનાદિનો કલુષિતાનો જે રાગ છે તે અમને હજુ આવે છે. આહાહા ! એ શુભરાગ છે. અરે! દુનિયાને ક્યાં પડી છે કે- હું ક્યાં જઈશ? શું થઈશ?
અહીંયા તો કહે છે કે- આમાંથી હજુ એકાદ રાગ બાકી રહી જાશે તો પણ ભવ ભ્રમણ છે. તેથી કહે છે કે- જીવનું વિભાવ પરિણમનરૂપ છે એ વિકાર છે. મિથ્યાત્વ છે તેનું પાપનું તો શું કહેવું? અહીં તો કહે છે કે- મિથ્યાત્વ ગયા પછી રાગ-વિભાવભાવ છે. સાધક કહે છે – મારા નાથને છોડીને હું રાગમાં જાઉં છું તે બોજો છે.
તે વિભાવપરિણમનનું અંતરંગ નિમિત્ત છે,” એ શું કહે છે? જ્ઞાનીને પણ – રાગ આવે છે. એ વિભાવભાવ કોઈ કર્મના કારણે આવે છે, તેમ નથી. કર્મથી વિભાવ થયો છે એમ નથી. એમ કહે છે.
અંતરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે.” નિમિત્ત કારણ બે બતાવે છે. અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ”, મારામાં રાગ થાય છે. મારામાં વિભાવ પરિણામ થાય છે તે પરિણમન શક્તિનું કાર્ય છે તેમ સમકિતી જાણે છે. મુનિરાજ એમ કહે છે કે- અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ.
એ શું કહ્યું? આત્મામાં જ્ઞાન શક્તિ છે, આનંદ શક્તિ છે તેમ વૈભાવિક નામની એક શક્તિ છે. વૈભાવિક શક્તિ છે માટે વિભાવરૂપે પરિણમવું તેમ નથી એ વૈભાવિક શક્તિ ચાર દ્રવ્યોમાં નથી. જીવ અને પુદ્ગલમાં છે, તે કારણે તે વૈભાવિક શક્તિને વિશેષ શક્તિ કહેવામાં આવે છે. અહીં વિભાવશક્તિ તે જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ. પોતાની પર્યાયમાં વિભાવરૂપ થવાની લાયકાત છે. વૈભાવિક શક્તિના પરિણમનથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com