________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
અને એ કા૨ણે તારે અવતાર છે.
૩૮૫
શેત્રુંજ્ય ઉ૫૨ જ્યારે પાંચ પાંડવો આનંદના ધ્યાનમાં મસ્ત હતા. ત્યારે દુર્યોધનનો ભાણેજ આવી ને લોઢાના ધગધગતા મુગુટ પહેરાવ્યા. ધર્મરાજા યુધિષ્ઠિર અર્જુન અને ભીમ તે ત્રણ તો પોતાના સ્વરૂપમાં લીન થઈને કેવળજ્ઞાન, મોક્ષ લીધો. શેત્રુંજ્યની ઉપ૨ તેઓ બિરાજે છે. યાત્રા કરવાનો હેતુ જ એ છે કે– સંતો જ્યાંથી મોક્ષ પધાર્યા છે ત્યાં ઉપર બિરાજે છે. તો તેમની યાદ– સ્મરણ આવે છે કે- ઓહો ! ભગવાન અહીંયા ઉપર બિરાજે છે. તેઓ અહીંયાથી મોક્ષ ગયા છે અને ઉ૫૨ બિરાજે છે. એવું સ્મરણ થાય તે શુભભાવ છે.
આહાહા ! ત્રણ મુનિઓ તો મોક્ષ ગયા. બે મુનિઓને જરા વિકલ્પ આવ્યો કે– એ ત્રણ મુનિઓનું શું થયું હશે ? કેમ કે હજુ કર્મથી નિવૃત્તિ નથી થઈ. રાગથી નિવૃત્તિ ન હોતી થઈ માટે આવો વિકલ્પ આવ્યો.
બે મુનિઓને વિકલ્પ આવ્યો કેમ કે તેઓ સહોદર, એક ઘરે જન્મેલા, સાધર્મી અને વડીલ હતા. સહદેવ અને નકુળથી ત્રણે ભાઈઓ મોટા હતા. એ મુનિઓને વિકલ્પ આવ્યો કે- પેલા મુનિઓનું શું થયું હશે ? એવો શુભ વિકલ્પ આવ્યો.
શ્રોતાઃ- પોતાના સંબંધી ન આવ્યો, બીજા સંબંધી આવ્યો.
ઉત્ત૨:- પોતાનો ન આવ્યો. પોતે તો છે અંદર પરંતુ અંદરમાં પણ સ્થિર ન રહ્યા ને ? તેમનું શું થયું ? બસ, એટલા વિકલ્પમાં કેવળજ્ઞાન રોકાઈ ગયું. સર્વાર્થ સિદ્ધિમાં ગયા, કેવળજ્ઞાન ૩૩ સાગર દૂર થઈ ગયું. આટલો રાગ કર્યો તો નિવૃત્તિ ન થઈ. સમકિતીને, મુનિને પણ રાગથી પૂર્ણ નિવૃત્તિ નથી તો એટલો બંધ તેને થઈ જાય છે. માર્ગતો જુઓ પ્રભુનો ! પ્રભુ શબ્દે તું પરમાત્મા છો, તું વીતરાગ સ્વરૂપ છો; તા૨ો માર્ગ વીતરાગતાનો છે.
મુનિને આટલો રાગ આવ્યો તો બંધ થયો. રાગ પણ સાધર્મીનો, સંસારીનો નહીં, તો પણ ૩૩ સાગ૨નું આયુષ્ય બંધાઈ ગયું. એક સાગ૨માં ૧૦ ક્રોડા ક્રોડી પલ્યોપમ્ એક પલ્યોપમ અસંખ્યાતમાં ભાગમાં... અસંખ્ય અબજો વર્ષ. આટલા વ૨સ કેવળજ્ઞાન દૂર થઈ ગયું!
પ્રશ્ન:- આટલા રાગમાં આવડી સજા?
ઉત્તર:- રાગનું ફળ આવું છે, મારે પણ એ જ બતાવવું છે સમજમાં આવ્યું ? ત્રણ તો મોક્ષ પધાર્યા અને બે સર્વાર્થસિદ્ધિમાં બંધમાં ગયા. તેત્રીસ સાગર જશે પછી મનુષ્ય થઈ કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષે જશે. આઠ વર્ષ પહેલાં તો કેવળજ્ઞાન થતું નથી. આટલા રાગમાં બંધન થયું. પરંતુ તેમની નિવૃત્તિ ન થઈ. આહાહા ! રાગમાં પ્રવૃત્તિ થઈ ગઈ, બે ભવ થઈ ગયા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com