________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬
કલશાકૃત ભાગ-૩ પ્રશ્ન:- રાગનું આ ફળ?
ઉત્તર- રાગનું આ ફળ બે ભવ થઈ ગયા. તમારા તમાકુ બીડીના અશુભરાગની તો વાતેય નથી. છઠે ગુણસ્થાને ઝુલવાવાળા મુનિ તેમને મારા સહોદર છે, સાધર્મી વડીલ છે એટલું થોડુંક લક્ષ ગયું તો બે ભવ વધી ગયા. બે ભવ સ્વર્ગ અને મનુષ્યના વધી ગયા.
અહીંયા તે જ કહે છે કે- “બરાબર પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી.” રાગનો ભાવ થઈ જ ગયો. આહાહા! આવી વાત વીતરાગ સિવાય ક્યાંય છે નહીં. વીતરાગ એમ કહે છે. પ્રભુ! તને આત્મજ્ઞાન થયું છતાં મારા સ્મરણનો તને રાગ આવશે તો એ રાગ બંધનું કારણ છે. પ્રભુ! તને ભવ થશે, અને ભવ થવો તે કલંક છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ તે ભવથી રહિત છે. તેમાં ભવનો ભાવ અને ભવ તો કલંક છે. યોગીન્દ્રદેવ કહે છે કે-ભવ લેવો તે કલંક છે. ભગવાન આનંદની મૂર્તિ! તેને આ ભવ કલંક છે.
અહીંયા કહે છે કે જ્યાં સુધી જ્ઞાનીને પણ રાગની ક્રિયાનો પૂર્ણ ત્યાગ પરિપકવ નથી ત્યાં સુધી બંધ છે. તો પછી અશુભરાગનું તો શું કહેવું! મુનિને પરની દયા પાળવાનો ભાવ ક્યાં હતો. ફકત મુનિનો વિકલ્પ હતો. પોતાના ધ્યાનમાંથી લક્ષ ખસી ગયું.
ભાવાર્થ આમ છે જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવ પરિણમન છે.” રાગ પણ અશુદ્ધ પરિણમન છે. સમકિતીને તો ઠીક પરંતુ ભાવલિંગી મુનિને પણ ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગતા તો પ્રગટી છે. તેઓ વીતરાગતાના ઝૂલે ઝૂલે છે પરંતુ પૂર્ણ વીતરાગ નથી થયા તેથી રાગનો વિકલ્પ આવ્યો તે અશુદ્ધ પરિણમન છે.
આહાહા ! અરે ! સંસાર માટેનો રાગ એ તો સમકિતીને કાળો નાગ દેખાય છે. આ તો અંતરની વાતો છે પ્રભુ! ભગવાનનો આમાં પોકાર છે, કે જ્યાં સુધી રાગની ક્રિયાથી પૂર્ણ નિવૃત્તિ ન હો ત્યાં સુધી બંધન અને અવતાર લેવા પડશે શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે
અશેષ કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ રે,” અરે! હજુ રાગ બાકી રહ્યો છે – “અશેષ કર્મનો ભોગ” અર્થાત્ હજુ રાગ બાકી છે તેમ દેખાય છે. અશેષ કર્મનો ભોગ એટલે રાગનો ભોગ હજુ અંદર દેખાય છે.
“અશેષ કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” આ જે રાગ દેખાય છે તે બહારમાં એક ભવ કરશે. અને એક ભવ ધારણ કરીને પોતાના સ્વરૂપ દેશમાં ચાલ્યા જઈશું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com