________________
૩૮૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩ પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી.”
સમ્યગ્દષ્ટિ – આત્મજ્ઞાનીને.... મિથ્યાત્વનો નાશ તો થયો છે પરંતુ રાગની ક્રિયાનો પરિપૂર્ણ અભાવ થયો નથી, તેથી ત્યાં સુધી પરિપૂર્ણ વીતરાગતા નથી. ક્રિયાનો મૂળમાંથી વિનાશ થયો નથી. રાગના ભાવરૂપી ક્રિયાનો મૂળમાંથી વિનાશ નથી થયો.
અહીંયા લોકો એમ કહે છે કે- ક્રિયાકાંડ કરતાં કરતાં કરતાં સમ્યકત્વ અને જ્ઞાન આદિ થાય છે. આહાહા! પ્રભુના મારગડા જુદા છે નાથ! આત્મા તો રાગથી નિવૃત્ત સ્વરૂપ જ છે. રાગમાં પ્રવૃત સ્વરૂપ એ તારું સ્વરૂપ નથી. સાધકને રાગનો, ક્રિયાકાંડના રાગનો પરિપકવ અર્થાત્ પૂર્ણતાએ પૂર્ણપણે ત્યાગ થયો નથી. સમકિતીને પણ જ્યાં સુધી એ રાગનું બંધન હોય છે. પછી તે શુભક્રિયાકાંડનો હો રાગ; તે શુભોપયોગ પણ બંધનું કારણ છે. એ રાગને છોડી દેવાથી સ્થિરતા થઈ જશે. એ રાગને છોડી દેશે તો અશુભમાં જશે એ પ્રશ્ન અહીંયા છે જ નહીં. એટલો રાગ પણ છૂટી જતાં સ્વરૂપમાં સ્થિરતા થઈ જશે.
અહીંયા તો રાગનું સ્વરૂપ શું છે એટલું બતાવવું છે. રાગ આવે છે પણ.. તેનું ફળ શું? તેનું ફળ તો બંધન છે. આવો મારગ છે પ્રભુ સર્વજ્ઞ, વીતરાગનો- ત્રિલોકીનાથ પરમાત્માની વાણીમાં આ આવ્યું છે. એક ભવતારી ઇન્દ્રો અને ઇન્દ્રાણી સમવસરણમાં સીમંધર ભગવાનની વાણી સાંભળવા આવે છે. અને વાણીને ઝીલે છે.
શું કહ્યું? સૌધર્મ દેવલોક છે. શકેન્દ્રને બત્રીસલાખ તો વૈમાન છે. એક – એક વૈમાનમાં અસંખ્ય દેવ છે. કોઈ વૈમાનમાં ઓછા દેવ છે. તેનો સ્વામી શકેન્દ્ર છે. સિદ્ધાંતમાં એવો લેખ છે કે તે એક ભવતારી છે. તે કરોડો અપ્સરાઓ અને અસંખ્યદેવોનો સાહેબો કહેવાય છે. ચીજ તો અંદરમાં છે, બહારમાં કંઈ નથી. એવા ઇન્દ્રને પણ રાગ આવે છે ભગવાનની વાણી સાંભળવાનો તે ઇન્દ્રને પણ ખબર છે કે આ મારો એક જ ભવ છે. આગલા ભવમાં મનુષ્ય થઈને મોક્ષ જવાનો છું. તેની મુખ્ય ઇન્દ્રાણી છે તે પણ એક ભવતારી છે. સ્ત્રી પણ ઉપજી ત્યારે મિથ્યાષ્ટિ હતી. મિથ્યાત્વ હોય એ જ સ્ત્રી પણ ઉપજે. માયાના રોપ રોપ્યા હોય તેથી સ્ત્રી થાય. સ્ત્રી દેવી થઈ ત્યારે મિથ્યાદેષ્ટિ હતી, પરંતુ ઇન્દ્ર સાથે ભગવાનના ગર્ભકલ્યાણક, જન્મકલ્યાણક ઉજવવા સાથે જતી તેમાં તેને આત્મજ્ઞાન થઈ ગયું, સમ્યગ્દર્શન થઈ ગયું.
પરમાગમમાં સિદ્ધાંતમાં એવો લેખ છે કે- ઇન્દ્રાણી પણ એક ભવાવતારી છે. તે એક ભવ કરીને મોક્ષ જવાવાળી છે. આત્મા છે ને! મારે તો એ કહેવું છે કે એક ભવાવતારી; મોક્ષ જ્વાવાળા આત્મજ્ઞાની છે એ અવધિજ્ઞાન અને મતિ-શ્રુતજ્ઞાની સમકિતી જ્યારે ભગવાનની વાણી સાંભળે છે. તો ભગવાનની વાણીમાં એમ સાંભળ્યું કે- પ્રભુ! તારે રાગથી જ્યાં સુધી પૂર્ણ નિવૃત્તિ ન હોય ત્યાં સુધી રાગથી બંધ થાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com