________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૩૮૨
કલશામૃત ભાગ-૩ કર્યું છે. પ્રભુ ! તારા આનંદના નાથને ભૂલીને રાગમાં મૈથુન કરે છે. રાગ સાથે એકત્વબુદ્ધિ તે મૈથુન છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ... તેમાં લીન થવું એ બ્રહ્મચર્ય છે. અધિકારમાં છેલ્લે આચાર્યદેવે કહ્યું કે- ‘હું યુવાનો ! મારી બ્રહ્મચર્યની વ્યાખ્યા સાંભળીને તમોને કદાચિત્ ન રુચે તો મને માફ કરજો.' આહાહા ! પદ્મનંદિ મુનિરાજ, ભાવલિંગી સંત ! તેઓ તો અતીન્દ્રિય આનંદમાં ઝુલવાવાળા હતા. આ અધિકારમાં ઘણું જ સ્પષ્ટીકરણ કર્યું છે.
છેલ્લા અધિકારમાં કહ્યું; હે યુવાનો ! તમારા શરીર ફાટફાટ થતા હોય અને તમને મારી કહેલી બ્રહ્મચર્યની વાત ન રુચે તો પ્રભુ મને માફ કરજે ! અમે તો મુનિ છીએ. ગજબ વાત છે ને ! ભાવલિંગી મુનિરાજ તો પંચપરમેષ્ઠીમાં ભળ્યા છે.
તેઓ કહે છે કે– બ્રહ્મ નામ ભગવાન આત્મા ! તેમાં લીન થવું, એમાં લપેટાઈ જવું, જ્ઞાનાનંદમાં અંદ૨ ગુપ્તપણે ચાલ્યું જવું એ બ્રહ્મચર્ય છે. આવી બ્રહ્મચર્યની વ્યાખ્યા સાંભળીને કે યુવાનો! કદાચિત્ તમને ન પણ રુચે. કેમ કે વીસ-વીસ, પચ્ચીસ પચ્ચીસ વર્ષની યુવાન અવસ્થા હોય, સાંઢળા જેવા શરીર હોય, બબ્બે, ત્રણ લાડવા ચઢાવતા હોય, પાંચ પચ્ચીસ લાખની પૂંજી હોય, રૂપાળી સ્ત્રી હોય, એને આ વાત કહેતાં... તેને ન પણ રુચે તો અમે તો મુનિ છીએ. તેથી અમારી પાસેથી કાંઈ બીજી આશા રાખશો નહીં. તમને આ વાત ન રુચે તો અમને મુનિ જાણીને ક્ષમા કરજો.
ત્રણ
આહાહા ! મારી પાસે કઈ આશા રાખે છે. પ્રભુ ! અમે તો બ્રહ્મચારી મુનિ છીએ. આનંદમાં લીન રહેવાવાળા છીએ. અમારી પાસેથી કઈ વાત પસંદ કરીશ ? અમે તો તને
-
આ વાત કહેવાના.... કે- આત્મ બ્રહ્મ તેમાં લીન થવું તે બ્રહ્મચર્ય છે.
આહાહા ! ભાવાર્થમાં છે કે– સ્વદ્રવ્યમાં લીન થવું તે બ્રહ્મચર્ય છે. અને ૫૨દ્રવ્યમાં લીન થવું તે વ્યભિચાર છે. આહાહા ! શુભરાગમાં લીન થવું તે વ્યભિચાર છે. પદમાંંદ દેવે તો શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે તારી બુદ્ધિ શાસ્ત્રમાં જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. એ શું કહ્યું ? શાસ્ત્ર ૫૨દ્રવ્ય છે. અહીં ૫૨દ્રવ્યમાં આત્મા લીન છે, ૫૨દ્રવ્યમાં સ્ત્રી પ્રધાન છે. અહીંયા ૫૨દ્રવ્યમાં શાસ્ત્ર લીધું. શાસ્ત્ર તરફ તારી બુદ્ધિ જશે તો તે બુદ્ધિ વ્યભિચારિણી છે.
આહાહા ! ભગવાન ત્રણ લોકનો નાથ ! આનંદનો સાગર તેમાંથી હઠી અને રાગમાં અને ૫૨માં જવું; તેને ૫૨માત્માનો પોકાર છે કે તારી બુદ્ધિ વ્યભિચારિણી છે. આજે બ્રહ્મચર્યનો છેલ્લો દિવસ છે, અને શાસ્ત્રમાં બ્રહ્મચર્યનો છેલ્લો અધિકાર છે. આજે ચૌદશનો મોટો દિવસ છે તેમાં આ મોટું બ્રહ્મચર્ય છે.
แ
'यावत् ज्ञानस्य सा कर्मविरति सम्यक् पाकं न उपैति ", સમ્યગ્દષ્ટિને આત્માના આનંદનો સ્વાદ આવ્યો તેને આનંદનું ભાન થયું. તેને પણ ક્રિયા અર્થાત્ કર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com