________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૩૮૧ તેમ પુણ્ય-પાપની ક્રિયા મારી માને છે તેણે મિથ્યાત્વનો સિંહ રાખ્યો છે. તે તેને ખાઈ જાય છે. જેણે મિથ્યાત્વ ભાવને ગ્રહણ કર્યો કે- પુણ્ય-પાપ મારી ચીજ છે, પુણ્યથી મને લાભ છે – તે મિથ્યાત્વ સિંહ છે. એ તારી આત્માની શાંતિને ખાઈ જશે. સમજમાં આવ્યું?
આહાહા ! જ્યાં સુધી રાગથી પૂર્ણ નિવૃત્તિ ન હો ત્યાં સુધી રાગ આવે છે, એ બંધનું કારણ પણ છે, છતાં તેમાં વિરોધ નથી. પ્રવચન નં. ૧૦૬
તા. ૨૬-૯- '૭૭ દશલક્ષણી પર્વનો આજે છેલ્લો બ્રહ્મચર્યનો દિવસ છે.
जो परिहरेदि संगं, महिलाए ऐव परस्हे रूबं।
कामकहादिणिरीहो, एज विह बंमं हवे तरस।। નિશ્ચયથી તો યથાર્થ બ્રહ્મચર્ય તેને કહીએ છીએ કે- બ્રહ્મ નામ આત્મા આનંદ સ્વરૂપ છે, એ આનંદમાં ચરવું, રમવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવું એ તો એક શુભભાવ છે. ધર્મભાવ તો એને કહીએ કે- બ્રહ્મ નામ આત્મા આનંદસ્વરૂપ છે તેમાં ચર્ચા અર્થાત્ અતીન્દ્રિય આનંદમાં રમવું તેનું નામ યથાર્થ બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્ય તેને દશમો ધર્મ કહેવામાં આવે છે.
જે મુનિ”, અહીં મુનિની પ્રધાનતાથી કથન છે. “સ્ત્રીઓની સંગતિ નથી કરતા;” બ્રહ્મચારી સંતોને સ્ત્રીનો પરિચય ન હોય. સ્ત્રીના સંગનો જેને ત્યાગ છે. “તેના રૂપને દેખતા નથી”, પોતાના આનંદસ્વરૂપની સંગતિ કરે છે. તે સ્ત્રીનો સંગ શા માટે કરે? પોતાના આનંદસ્વરૂપનું જે રૂપ નિહાળે છે એ સ્ત્રીનું રૂપ શા માટે જુએ!
કામની કથા આદિના શબ્દોથી અને સ્મરણાદિથી રહિત છે.” વિષય કથાથી રહિત છે, અને પૂર્વે કોઈ વિષય લીધો હોય તો તેના સ્મરણથી રહિત છે. તેને યાદ પણ નથી કરતા. આ રીતે નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળે છે. મન, વચન, કાયા અને કરવું, કરાવવું, અનુમોદવું “નવેદા:' પાઠમાં આમ છે. નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળે છે. તે મુનિને બ્રહ્મચર્ય ધર્મ હોય છે.
ભાવાર્થમાં છે કે- બ્રહ્મ નામ આત્મા, આત્મામાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. કાર્તિકેયાનુપ્રેક્ષામાં છે આહાહા ! પરદ્રવ્યોમાં લીન છે તેમાં સ્ત્રી મુખ્ય છે. પરદ્રવ્યમાં લીન થવું એ અબ્રહ્મ એટલે કે અજ્ઞાન છે. પરદ્રવ્યોમાં લીન થવું એમાં સ્ત્રી પ્રધાન છે. તેનો ત્યાગ તો નવ- નવ કોટિએ હોવો જોઈએ.
પર્મનંદી પંચવિંશતીમાં ર૬ માં અધિકારમાં બ્રહ્મચર્યનું વર્ણન છે. નામ “પંચવિંશતી' અર્થાત્ પચ્ચીસ રાખ્યું છે, પરંતુ અધિકાર છવ્વીસ છે. તે તો મુનિ હતા ને..! ઘણું બ્રહ્મચર્યનું વર્ણન કર્યું છે. તેમણે બ્રહ્મચર્યનું વર્ણન એવા એવા કડક શબ્દોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com