________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૦
૩૮૩ એટલે રાગ-દયા-વ્રત-ભક્તિ-પૂજાનો જે રાગ તેને અહીંયા કર્મ કહ્યું છે. રાગરૂપ ક્રિયાને કાર્ય કહીને કર્મ કહ્યું છે.
જેટલો કાળ આત્માના મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ ટળ્યા છે,”આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિપ્રભુ તેની દૃષ્ટિ અને અનુભૂતિ થતાં જ્ઞાનીને મિથ્યાત્વ તો ટળ્યું છે. દૃષ્ટિમાં આત્મદ્રવ્ય શુદ્ધ છે તેવી પ્રતીતિ થઈ છે. જેમ આત્મદ્રવ્ય શુદ્ધ છે તેમ પર્યાયમાં પણ શુદ્ધતા થઈ છે. શુદ્ધત્વરૂપ જે શક્તિ છે તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં શુદ્ધતાની વ્યક્તિ પ્રગટ થઈ છે. ભગવાનના ભંડારમાં જે શુદ્ધતાની શક્તિ પડી છે તે શક્તિમાંથી સમ્યગ્દષ્ટિને વ્યક્તતા પ્રગટ થઈ છે. આવી વાત છે.
આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને પૂર્વોકત ક્રિયા”, પૂર્વોકત ક્રિયા એટલે રાગની ક્રિયા હજુ બાકી છે. સાધકને વ્રતનો, તપનો, ભક્તિ અને પૂજાનો વિકલ્પ આવે છે. પરંતુ તે ક્રિયાનો તેને ત્યાગ છે. (ર્મ વિરતિ) શુભરાગની ક્રિયા તેની વિરતી પૂરી થઈ નથી. સમકિતીને હજુ રાગથી પૂરી વિરતિ થઈ નથી. રાગથી હઠીને પોતાના આનંદ સ્વરૂપની દૃષ્ટિ અને ભાન થયું છે. જ્ઞાતા-દેટાના પરિણામ થયા છે પરંતુ ક્રિયાકાંડનો જે રાગ છે તેનાથી પૂર્ણ નિવૃત્તિ થઈ નથી. સમજમાં આવ્યું?
એ રાગ ક્રિયા એનો ત્યાગ એટલે તેનાથી નિવૃત્તિ (સખ્ય પાછું ન ઉત્તેતિ) તે સમ્યક પ્રકારે પ્રાપ્ત થઈ નથી. મિથ્યાત્વનો તો અભાવ થયો છે. પરંતુ જેટલા પ્રમાણમાં રાગનો અભાવ થવો જોઈએ તેટલો અભાવ થયો નથી. આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ તેની ઉપર આરૂઢ થઈને જે અનુભૂતિ નામ સમ્યગ્દર્શન- અનુભવ થયો તો તેમાં મિથ્યાત્વનો તો નાશ થયો છે. આત્મ દ્રવ્ય શુદ્ધ શક્તિપણે શુદ્ધ હતું તે વર્તમાન પર્યાયમાં થોડું પ્રગટ થયું છે. હજુ રાગથી પૂર્ણ નિવૃત્તિ થઈ નથી આહાહા ! સમ્યગ્દષ્ટિને પણ, જ્ઞાનીને પણ...
જ્યાં સુધી રાગની ક્રિયા છે ત્યાં સુધી બંધ છે. તેને મિથ્યાત્વનો બંધ નહીં પણ ચારિત્રમોહનો બંધ પડે છે. જ્ઞાનીને આટલું લક્ષ હજુ રાગમાં, ક્રિયાકાંડમાં જાય છે તેટલો બંધ છે. જ્ઞાનીને પણ રાગ તો આવે છે –દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા ભગવાનના નામ-સ્મરણનો તે બધું રાગરૂપી કર્મ નામ કાર્ય છે. સમકિતીને તે રાગથી પૂર્ણ નિવૃત્તિ થઈ નથી.
“બરાબર પરિપકવતાને પામતો નથી.” ભાષા જુઓ ! ખરેખર તો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે, પરંતુ શુદ્ધ સ્વરૂપમાં જે સ્થિરતા જોઈએ તે હજુ નથી. રાગાદિની ક્રિયામાં પરિણામ જાય છે તો સમ્યક પ્રકારે તેની નિવૃત્તિનો પાક હોવો જોઈએ તે નિવૃત્તિ થતી નથી.
આહાહા ! એની સંસારની વાતો તો ક્યાંય રહી ગઈ.
દયા–દાન-વ્રત-ભક્તિના પરિણામ સમકિતીને પણ આવે છે, તેનો સમ્યક પ્રકારે સમ્યક' શબ્દનો અર્થ બરાબર કર્યો. (સચ પાઉં ન ઉતિ) બરાબર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com