________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩
"
“અંતરંગ કા૨ણ છે જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ. બહિરંગ કા૨ણ છે મોહનીય કર્મરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય.મોહનીય કર્મ બે પ્રકા૨નું છેઃ એક મિથ્યાત્વરૂપ છે, બીજું ચારિત્રમોહરૂપ છે. જીવનો વિભાવ પરિણામ પણ બે પ્રકા૨નો છે. ” કર્મ બે પ્રકારના છે(૧) દર્શનમોહ( ૨ ) ચારિત્રમોહ, જીવના વિભાવરૂપ પરિણામ પણ બે પ્રકારના છે. “ જીવનો એક સમ્યક્ત્વગુણ છે તે જ વિભાવરૂપ થઈને મિથ્યાત્વરૂપ પરિણમે છે, ” આહાહા ! આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ અનાદિથી છે, તેની સમ્યક્ પરિણિત હોવી જોઈએ પરંતુ તે છોડીને મિથ્યાત્વરૂપ પરિણમે છે. અજ્ઞાની પોતાના કારણથી મિથ્યાત્વરૂપ પરિણમે છે, તે કર્મને કારણે નહીં.
66
,,
66
‘તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય; ” દર્શન મોહનીય કર્મ બાહ્ય નિમિત્ત છે, મિથ્યાત્વનું અંદરનું કા૨ણ પોતાનું છે. આહાહા ! પેલા લોકો એમ કહે કે– દર્શનમોહ્રકર્મનું જો૨ છે તો મિથ્યાત્વ થાય છે. તો શું કરીએ ? કર્મનો ઉદય આવે એટલે જોડાવું પડે છે કર્મનો ઉદય આવે છે તે નિમિત્ત બનીને જ આવે છે. તેથી અમારે વિકાર કરવો જ પડે છે. આ બધી વાત ખોટી છે.
શ્રોતાઃ- કોઈવાર કર્મ બળિયો છે, કોઈવાર જીવ બળિયો છે.
แ
ઉત્ત૨:- ખરેખર તો બળિયોએ વિકાર બળિયો છે. પણ, એમ કહે કે- કોઈવા૨ વિકા૨ બળિયો, કોઈવાર જીવનો સ્વભાવ બળિયો. કાર્તિકેયાનુપ્રેક્ષામાં આ શબ્દો આવે છે – “ કછુ કર્મ બળિયો કછુ વિકાર બળિયો. ” ત્યાં એમ નાખે કે– જુઓ, કર્મ બળિયો. પરંતુ ‘ કર્મ બળિયો ’ તેનો અર્થ શું ? કર્મના નિમિત્ત ઉ૫૨ જોર આપે છે તો કર્મ બળિયો એમ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું ?
અરે..! તેની એક પણ વાતના ઠેકાણા ન મળે, અને અમે ધર્મ કરીએ છીએ... ધર્મ કરીએ છીએ ધર્મ શું છે ભાઈ ! ધર્મનો એક સમય સંસારના અભાવનું કા૨ણ થાય છે. મિથ્યાત્વના પરિણામને પણ પોતાના ઉલ્ટા પુરુષાર્થથી અજ્ઞાની કરે છે, તે કર્મના કા૨ણે નહીં. કેમ કે કર્મ તો બહિરંગ નિમિત્ત છે.
ર
આ પણ ચર્ચા ત્યાં ચાલી હતી. “ જ્ઞાનાવ૨ણીય કર્મના કા૨ણે જ્ઞાનમાં હીણપ થાય છે. ”
,,
૩૯૦
કાનજીસ્વામી કહે છે – જ્ઞાનાવરણીય નહીં. તેઓ કહે છે – જ્ઞાનની હિણી, અધિક દશા પોતાનાથી થાય છે. આ ચર્ચાનું રેકોર્ડિંગ થઈ ગયું. આજથી વીસ વર્ષ પહેલાં. કેમ મહારાજ ! આ ઠીક છે ? કાનજીસ્વામી એમ કહે છે કે- જ્ઞાનની હિનાધિકતા પોતાનાથી થાય છે, તેમાં જ્ઞાનાવરણીય કંઈ કરતા નથી.
મહારાજ કહે – નહીં, અગિયાર અંગના ધારી હોય અને તે કહે તો પણ જૂઠી વાત છે. જ્ઞાનાવરણીયને કારણે જ્ઞાનની હીનાધિકતા થાય છે એ જ પ્રથા હતી. આખા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com