________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧)
૩૭૩ રળવા આદિનો ભાવ તે બંધનું જ કારણ છે. પાપભાવ બંધનું જ કારણ છે. પરંતુ આ શુભભાવ-વ્રત-નિયમ-દયા આદિનો ભાવ આવે છે તે એકલા બંધનું કારણ છે. આહાહા! ભાઈ ! તારા આત્માને બંધ થાય છે. પ્રગટપણે પૂર્ણ અબંધ પરિણામ ન થાય ત્યાં સુધી બંધનો ભાવ આવે છે. શુભાશુભભાવ એકલા બંધને જ કરે છે.
આહાહા ! ચોરાશી લાખ અવતારનો ભવાબ્ધિ ... અર્થાત્ ભવરૂપી મોટો દરિયો છે. એમાં રજળતો રખડતો ફરે છે. તેણે કોઈ દિવસ આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે તેનું શરણ લીધું નહીં. હવે શરણ લીધું તો પણ જેટલી કમજોરીથી શુભક્રિયાકાંડનો ભાવ આવે છે એ પણ ભવનું કારણ છે; તે બંધનું કારણ છે.
ટીકામાં ભાષા શું લીધી છે? “ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે,” જેટલા શુભ ભાવ-પંચમહાવ્રત, સમિતિ, ગુણિનો વ્યવહાર, નિર્દોષ આહાર લેવો તે વિકલ્પ હોવાથી એકલા બંધનું જ કારણ છે. આહાહા... હા! “કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી.” એક અંશ માત્ર પણ તે કર્મક્ષયનું કારણ થતું નથી. એ શુભક્રિયા સમકિતીને.. અંશમાત્ર પણ તે મોક્ષનું કારણ છે નહીં. મિથ્યાષ્ટિને તો એ ક્રિયા મોક્ષનું કારણ છે જ નહીં. મિથ્યાષ્ટિને તો મોક્ષનું કારણેય ઉત્પન્ન થયું નથી. માટે તેને તો એક અંશમાત્ર કર્મનો ક્ષય નથી.
આહાહા! શુભભાવમાં શુદ્ધનો અંશ કહ્યો છે ને! એ તો અંદરમાં ગર્ભિત અંશ સિદ્ધ કરવો છે. એકલા જ્ઞાનથી જ્ઞાન નિર્મળ થાય છે. તે પણ શુદ્ધતા વિનાનું. એકલું અશુદ્ધતારૂપ ચારિત્ર નિર્મળ નથી થતું પરંતુ (જ્ઞાન પણ નિર્મળ થાય છે) એ બતાવવા શુદ્ધ અંશ કહ્યો છે. પરંતુ ગ્રંથિભેદ કર્યા વિના, રાગની એકતા બુદ્ધિનો નાશ થયા વિના એ શુભ અંશ કામ કરતો નથી. આહાહા ! આવું ક્યાં મળે? આખો દિવસ પાપના ધંધા - પાણી – એમાં આવી વાત સાંભળવાય મળે નહીં.
અહીંયા તો કહે છે – પ્રભુ તને તારું શરણ મળ્યું હોય, અંદર ચિદાનંદ આત્મા છે તેની દૃષ્ટિ થઈ હોય; અતીન્દ્રિ આનંદનું અંશે વેદન આવ્યું હોય તો એટલો ભાવ છે તે મોક્ષનું કારણ છે. એ સિવાયના જે પંચમહાવ્રત, સમિતિ, ગુતિનો વ્યવહાર, પૂજા, ભક્તિ, દયા; દાનનો ભાવ જે ઉત્પન્ન થાય છે તે એકલા બંધનું કારણ છે. એ બંધના કારણમાં, એક અંશ ધર્મનું કારણ નથી. અને ધર્મના કારણમાં, બંધનું કારણ એક અંશ પણ નથી. બહુ સરસ શ્લોક આવ્યો છે. ટીકાના બે પાના ભર્યા છે.
આવા વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો?” આહાહા! ભગવાન આત્મા... પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય લેવાથી જેટલી નિર્મળતા પ્રગટ થઈ તેટલું મોક્ષનું કારણ છે. અને જેટલો દયા-દાન – વ્રત-ભક્તિ- પૂજાનો ભાવ થયો તે બંધનું કારણ છે. વસ્તુનું સ્વરૂપ આવું છે, સહારો કોનો? તેમાં મદદ કોની ? આહાહા ! વસ્તુ સ્વરૂપ જ આવું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com