________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
399 અફીણ પીવાવાળાને જેમ અમલ ચડે છે, તેમ જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં મસ્તી ચડી ગઈ છે. આહાહા ! જ્ઞાનમાં અને આનંદમાં મસ્ત જ્ઞાની. એમ કહે છે કે મને દુઃખ છે જ નહીં. એ અપેક્ષાએ કહ્યું છે કે- જ્ઞાનીને દુઃખ છે જ નહીં.
અહીંયા તો ચારિત્રની મુખ્યતાથી વર્ણન ચાલે છે. કેમ કે પુણ્ય-પાપ અધિકાર છે ને!? જ્યાં સુધી અંદરમાં ચારિત્રની પૂર્ણતા નથી ત્યાં સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પણ બંધના પરિણામ થાય છે. અરે! તીર્થંકરનો આત્મા જ્યાં સુધી તે મુનિ છેદમસ્થ અવસ્થામાં છે તેને પણ જે પંચહાવ્રતના વિકલ્પ ઊઠે છે તે બંધનું કારણ છે. તેને સ્વદ્રવ્યના આશ્રયે જેટલું શુદ્ધ પરિણમન ઉત્પન્ન થયું છે તે મોક્ષનું કારણ છે. આહાહા! કેવળજ્ઞાની થયા પહેલાંની વાત છે.
તીર્થકર જ્યારે છર્મસ્થ – મુનિ અવસ્થામાં હોય ત્યારે ભિક્ષા માટે જાય છે. તેમને આહાર છે પરંતુ નિહાર નથી. ત્રિલોકીનાથ તીર્થકરને જન્મથી પરમ ઔદારિક શરીર છે. છદ્મસ્થ દશા વખતે આહાર લેવાનો વિકલ્પ આવે છે અને ભિક્ષા માટે જાય છે. આહાર ત્યે તો પણ નિહાર નથી, તેને જંગલ જવું ન પડે તેવું તેમનું પરમ ઔદારિક શરીર છે. હવે તે મુનિપણામાં – છ0 અવસ્થાના કાળમાં આહારનો વિકલ્પ આવે છે. તે તેમને પણ બંધનું કારણ છે.
લોકો કહે છે કે- પંચમહાવ્રત અને તપ કરવા એ બધું મોક્ષનું કારણ છે. અરે... ભગવાન! તારી દૃષ્ટિ મિથ્યા છે. એ દૃષ્ટિમાં તારા વ્રતાદિ તો એકલા બંધનું કારણ ઝેર છે. સમ્યગ્દષ્ટિને પણ રાગાદિ બંધનું કારણ છે. તારી દૃષ્ટિમાં તો હજુ મિથ્યાત્વ છે અને તું માને છે કે વ્રત, તપ આદિ કરવાથી તેને મોક્ષ થશે? રાગની ક્રિયા કરવાથી તેને મોક્ષ થશે એવી તારી દૃષ્ટિ મિથ્યા છે.
ત્યારે એ કહે કે કોઈને ખબર કેમ પડે કે આ મિથ્યાદેષ્ટિ છે? એ પ્રરૂપણા ખોટી કરે છે. દયા-દાન-વ્રત કરતાં – કરતાં કલ્યાણ થશે તે પ્રરૂપણા જ જૂઠી છે. તેનો એ ઉપદેશ જ જૂઠો છે.
આહાહા ! મિથ્યાષ્ટિના વ્રત-તપાદિના શુભભાવ છે તે તો બંધનું જ કારણ છે. એમ જેમના ઉપદેશમાં આવ્યું તેની દૃષ્ટિ સમ્યક છે. સમ્યગ્દષ્ટિને જેટલા વ્રતાદિના વિકલ્પ આવે છે તે બંધનું કારણ છે, તે અંશમાત્ર પણ મોક્ષનું કારણ નથી.
આ શેઠિયાઓ દાન આપે તેને લોકો દાનવીર ઠરાવી હૈ પછી મોટા દાનવીર થઈ જાય. અરે... પ્રભુ! તને ખબર નથી દાનવીર કોને કહેવાય! પોતાના નિર્મળાનંદ આનંદનું દાન જેણે પોતાની પર્યાયમાં આપ્યું અને પર્યાયે લીધું તે દાનવીર છે. આજ શેઠ ઉપર વાતને ઉતારી, આ બન્ને ભાઈઓ બેઠા છે તે બુંદેલખંડના બાદશાહ કહેવાય છે. બહુ નરમ માણસ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com