________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૩૭૧ વેદન આવ્યું. હવે (સવિકલ્પ દશામાં) સમ્યગ્દષ્ટિને ભોગના પરિણામ આવ્યા. પરંતુ સાધકને તેમાં સુખબુદ્ધિ નથી, તેમાં તેને હિતબુદ્ધિ નથી. તેમાં ઝેરબુદ્ધિ વર્તે છે. જેમ કાળો નાગ દેખાય અને ડર લાગે, તેમ શુભભાવનો અંદરમાં બોજો ડર લાગે છે. દૃષ્ટિના જોરની અપેક્ષાએ ભોગને નિર્જરા હેતુ કહ્યો છે.
અહીંયા તો કહે છે – ભોગનો ભાવ તે તો પાપબંધનું કારણ છે જ, પરંતુ સમ્યગ્દષ્ટિને જે શુભભાવ આવે વ્રત-તપ-નિયમનો તે બંધનું કારણ છે. અરે! આવા કથન! “ઇત્યાદિ સમસ્ત કર્મબંધનું કારણ છે, આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે.” આહાહા! સમ્યગ્દર્શનમાં આત્માનો અનુભવ, આત્માના આનંદનો સ્વાદ હો! તો પણ તેની જેટલી શુભક્રિયા છે- વ્રત-ઉપવાસતપની તે બધા વિકલ્પ બંધનું
કારણ છે.
સમ્યગ્દષ્ટિ - મિથ્યાષ્ટિનો એવો ભેદતો કાંઈ નથી;” મિથ્યાષ્ટિના વ્રતાદિ બંધનુ કારણ અને સમ્યગ્દષ્ટિના વ્રત સંયમ – નિયમ આદિ બંધનું કારણ નહીં. એવો ભેદ છે નહીં, વિષય સૂક્ષ્મ છે. કે ભોગ તે નિર્જરાનો હેતુ છે તેમ જાણીને કોઈ સ્વચ્છેદ થઈ જાય તો તે મિથ્યાદેષ્ટિ છે.. ભોગને નિર્જરાનો હેતુ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ કહ્યું છે. સમ્યગ્દષ્ટિને ભોગ વખતે અલ્પરસ અને અલ્પ સ્થિતિનો બંધ પડે છે તેની ગણતરી ન કરીને ભોગને નિર્જરાનું કારણ કહેલ છે. બાકી ભોગ નિર્જરાનું કારણ હો તો શુભ બંધનું કારણ અને અશુભ નિર્જરાનું કારણ ક્યાંથી આવ્યું?
અરે! વીતરાગી સંતોનો માર્ગતો જુઓ ! પોતે પરમાત્મ સ્વરૂપે છે. તેના અવલંબનથી જેટલી સમ્યગ્દર્શનાદિની શુદ્ધતા પ્રગટ થઈ તે મોક્ષનું કારણ છે. અને જેટલા પંચમહાવ્રતાદિના વિકલ્પ ઊઠે છે, પછી તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હો! તો પણ બંધનું કારણ છે.
જો કે એક જ કાળમાં સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે; ક્રિયારૂપ પરિણામ પણ છે” શું કહે છે? આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે તેવો અંતરમાં અનુભવ તેમજ વીતરાગી જ્ઞાન થાય છે. સાથે પંચ મહાવ્રતાદિના વિકલ્પ, બાર વ્રતભક્તિ આદિ પરિણામ પણ છે.
આહાહા ! સ્વ ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે તેનું ભાન સમ્યગ્દર્શનમાં થયું.. અને આનંદનું વેદન આવ્યું. હવે એનું વેદન પણ છે અને સાથે પાંચમહાવ્રતાદિ, બારવ્રત, ભક્તિ, પૂજાના ભાવ આવે છે તે બંધનું કારણ છે. એક સમયમાં એક ભાવ મોક્ષનું કારણ છે. અને બીજો ભાવ બંધનું કારણ છે. બન્નેનો સમય તો એક જ છે.
વસ્તુના સમ્યગ્દર્શન વિનાના જે પંચમહાવ્રત આદિ ભાવ છે તે મોક્ષનું કારણ છે અને ક્રમે ક્રમે મોક્ષ થાય છે એમ તેઓ કહે છે. પ્રભુ! એમાં આત્માને નુકસાન છે ભાઈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com