________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ७४
કલશાકૃત ભાગ-૩ ભગવાને વસ્તુ સ્વરૂપ આવું કહ્યું છે. ભગવાને કોઈનું કાંઈ કર્યું નથી.
વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહાહા ! જ્યાં આત્મજ્ઞાન અને ભાન નથી તો પુણ્યની ક્રિયાથી ધર્મ માને છે. તે તો મિથ્યાષ્ટિ છે. એ મિથ્યાદેષ્ટિના પણ વ્રતાદિના પરિણામ પણ બંધનું કારણ છે. તેમ સમ્યગ્દષ્ટિના વ્રતાદિના પરિણામ પણ બંધનું કારણ છે.
આ તો દશ લક્ષણી પર્વ છે. ધર્મની આરાધનાના દિવસો છે. તું તો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ છો ને! એ તરફ નજર કરવાથી તને શાંતિ મળશે. જેટલી શાંતિ મળે છે તેટલું મોક્ષનું કારણ થશે. જેટલું લક્ષ બહાર ઉપર જશે તો બંધ થશે પછી તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો ! પંચ પરમેષ્ઠી હો ! તેના ઉપર લક્ષ જશે તો તે એકલા બંધનું કારણ છે.
શ્રોતા- સિદ્ધ થઈ જાવ!! ઉત્તર:- અંદર ઠરી જાવ. એમ કહે છે. શ્રોતા- આત્મામાં ઠરી જાવાનું!
ઉત્તર- આત્મામાં કરો... આત્મામાં કરો હોં! તારા નિજ આત્મઘરમાં આવી જા! એ શુભભાવ પણ હજુ પરનું આચરણ છે.
પ્રભુ! તે દુઃખ એટલા સહ્યાં.... કે- એ દુઃખને દેખવાવાળાને રુદન આવ્યા છે તે એટલા દુઃખ સહ્યા. પણ તું ભૂલી ગયો. આત્માના આનંદ સ્વભાવને ભૂલીને, એ પુણ્યપાપના ભાવો ધર્મ માનીને મિથ્યાત્વનું સેવન કર્યું. એ, મિથ્યાત્વના ફળમાં નરક ને નિગોદ મળ્યા. આહા ! એ દુઃખની ધારા તે કેવી રીતે વેદી હશે તેનો વિચાર કરવાથી આ યુદ્ધના ઘા વાગે છે. તેમ વાદીરાજ મુનિ કહે છે.
વાદીરાજ મુનિને શરીરમાં કોઢ નીકળ્યો હતો. તેઓ ભાવલિંગી સંત હતા. રાજા કહે– તારા સાધુને કોઢ છે. ત્યારે શ્રાવકે કહ્યું કે- મહારાજ ! અમારા મુનિને કોઢ નથી. પછી શ્રાવક મુનિરાજ પાસે ગયા અને વાત કરી મુનિરાજે કહ્યું શાંતિ રાખો!
મુનિરાજે પ્રભુની ભક્તિ શરૂ કરી. હે પ્રભુ! તમે માતાની ગોદમાં જાવ છો તો તે નગરના સોનાના ગઢ અને રતનના કાંગરા થઈ જાય છે. પ્રભુ! તમે મારા હૃદયમાં આવો અને આ કોઢ રહે તે કેમ બને? પ્રભુ! મારા હૃદયમાં આપનું સ્થાપન કર્યું. પ્રભુ! તમે માતાના ઉદરમાં આવો છો તો ઇન્દ્રો સેવા કરે છે ને નગરીના ગઢ સોનાના અને રતનના કાંગરા બને છે પ્રભુ! તેમ મારા હૃદયમાં આપ વસો અને આ શરીરમાં કોઢ રહે તે આપ કેમ જોઈ શકો છો? આવી ભક્તિ કરી કુદરતે પૂર્વના પુણ્યનો ઉદય હતો તો કોઢ મટી ગયો. નહીંતર ન પણ મટે.
મારે તો અહીંયા બીજું કહેવું છે કે- વાદીરાજ મુનિ એમ કહેતા હતા કે- નાથ ! હું ભવના દુઃખને યાદ કરું છું તો મારી અંદરમાં ઘા વાગે છે. જેમ આ યુદ્ધના ઘા વાગે તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com