________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭)
કલશામૃત ભાગ-૩ આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે.” એમ કે- સમ્યગ્દર્શન થયા પછી ભલે પંચમહાવતાદિની ક્રિયા હો ! તો તે પણ મોક્ષનું કારણ છે એવી અજ્ઞાનીને જૂઠી ભ્રાન્તિ છે.
ત્યાં સમાધાન આમ છે કે- જેટલી શુભ-અશુભ ક્રિયા”, પછી તે અશુભભાવ હો કે શુભ દયા-દાન-વ્રત-તપ-સંયમની ક્રિયાના શુભભાવ અને અશુભક્રિયાના હિંસા જૂઠ આદિના ભાવ તે. બહિર્શલ્પરૂપ વિકલ્પ,” બોલવું આદિ બહિર્ષલ્પ “અથવા અંતર્જલ્પરૂપ” અંતરમાં રાગની વૃત્તિ ઉઠાવવી એવો વિકલ્પ છે. “અથવા દ્રવ્યોના વિચારરૂપ”, છ દ્રવ્યોના વિચાર આદિનો વિકલ્પ છે. આહાહા! આવી વાત છે. “અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ.” હું શુદ્ધસ્વરૂપ છું એવો વિકલ્પ ઉઠાવવો. વિચાર શબ્દ અહીં વિકલ્પ સમજવું. “ઇત્યાદિ સમસ્ત કર્મબંધનું કારણ છે.” આ બધા વિકલ્પ કર્મબંધનું કારણ છે. “આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યગ્દષ્ટિ હો કે મિથ્યાષ્ટિ હો ! પરંતુ જેટલા અંતર્જલ્પ બહિર્શલ્પ સમસ્ત જેટલા વિકલ્પ ઊઠે છે તે બંધનું જ કારણ છે. સમજમાં આવ્યું?
એક બાજુ એમ કહે કે- સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે, અને એક બાજુ એમ કહે કે- સમ્યગ્દષ્ટિનો શુભભાવ પણ બંધનું કારણ છે. આ નિર્જરા અધિકાર, સમયસારમાં આવે છે. કેવી રીતે કહ્યું કે- સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. તેનો અર્થ કે ભોગનો ભાવ બંધનું જ કારણ છે. પરંતુ સ્વભાવની દૃષ્ટિમાં જ્યાં નિર્મળતા પ્રગટ થઈ તો દૃષ્ટિની પ્રધાનતાથી કથન કર્યું. ભોગનો રાગ આવ્યો દૃષ્ટિની મુખ્યતાથી તેની નિર્જરા થઈ જશે. એ અપેક્ષાએ કહેલ છે. સમજમાં આવ્યું?
અહીંયા કહ્યું કે- ભોગ તો ઠીક, તે તો બંધનું જ કારણ છે સમ્યગ્દષ્ટિને, પરંતુ સમ્યગ્દષ્ટિના પંચમહાવ્રત સમિતિ-ગુણિરૂપ વ્રત-તપનો ભાવ તે પણ બંધનું કારણ છે. સમજમાં આવ્યું? કઈ અપેક્ષાએ વાત છે તે સમજવું.
જો ભોગ નિર્જરાનું કારણ હોય તો તો કોઈ જીવ ભોગને છોડી અને મુનિપણું લેવાની ઈચ્છા ભાવના જ ન કરે. સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે એ તો દૃષ્ટિના જોરમાં (એવી પ્રતીત વર્તે છે કે-) હું શુદ્ધ ચૈતન્ય, આનંદનો નાથ ભગવાન છું; આવી અંતરદષ્ટિના જોરમાં સાથે કમજોરીનો રાગ આવ્યો, પરંતુ સ્વભાવની દૃષ્ટિમાં તેને મિથ્યાત્વનો બંધ થતો નથી. (અસ્થિરતાનો બંધ થાય છે.) સમજમાં આવ્યું?
પ્રશ્ન:- મિથ્યાત્વનો બંધ નથી થતો ને?
ઉત્તર:- મિથ્યાત્વનો બંધ નથી થતો એની અહીં વાત નથી. સમ્યગ્દષ્ટિને તો ભોગનો બંધ નથી થતો તેમ નિર્જરા અધિકારમાં કહ્યું છે ! એ વાત થોડી સૂક્ષ્મ છે. આહાહા! ચૈતન્ય પરમાનંદની મૂર્તિ છું. એવું નિર્વિકલ્પ ( પરિણમન થતાં) તેને આનંદનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com