________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮
કલશામૃત ભાગ-૩ આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો? તે જ કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ-જ્ઞાન પણ છે, તે જ કાળ જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે. આવું જેમ છે તેમ કહે છે- “તાવર્મજ્ઞાનસમુચય: કપિ વિહિત:” (તાવત) ત્યાં સુધી (વર્મ) ક્રિયારૂપ પરિણામ અને (જ્ઞાન) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન, તેમનું (સમુદાય:) એક જીવમાં એક જ કાળે અસ્તિત્વપણું છે, (પિ વિદિતા) એવું પણ છે; પરંતુ એક વિશેષ- “જિત ક્ષતિ: ”(વારિત) કોઈ પણ (ક્ષતિ:) હાનિ (ન) નથી. ભાવાર્થ આમ છે કેએક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે-વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી. એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે- “યાવત જ્ઞાનચ સા કર્મવિરતિ: સભ્ય પાવ ન નૈતિ” (યાવત) જેટલો કાળ (જ્ઞાનસ્ય) આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટયા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને (સી) પૂર્વોક્ત (કર્મ) ક્રિયાનો (વિરતિઃ) ત્યાગ (સખ્ય પાછું ન ૩તિ) બરાબર પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી. ભાવાર્થ આમ છે કે-જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવપરિણમન છે. તે વિભાવપરિણમનનું અંતરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે.વિવરણ-અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમનશક્તિ, બહિરંગ નિમિત્ત છે મોહનીયકર્મરૂપ પરિણમેલો પુગલપિંડનો ઉદય. તે મોહનીયકર્મ બે પ્રકારનું છે: એક મિથ્યાત્વરૂપ છે, બીજું ચારિત્રમોહરૂપ છે. જીવનો વિભાવપરિણામ પણ બે પ્રકારનો છે. જીવનો એક સમ્યકત્વગુણ છે તે જ વિભાવરૂપ થઈને મિથ્યાત્વરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વરૂપ પરિણમેલો પુગલપિંડનો ઉદય; જીવનો એક ચારિત્રગુણ છે તે જ વિભાવરૂપ પરિણમતો થકો વિષયકષાયલક્ષણ ચારિત્રમોહરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે ચારિત્રમોહરૂપ પરિણમેલો પુગલપિંડનો ઉદય. વિશેષ આમ છે કે-ઉપશમનો, ક્ષપણનો ક્રમ આવો છે: પહેલાં મિથ્યાત્વકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે; તેના પછી ચારિત્રમોહકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છે-કોઈ આસન્નભવ્ય જીવને કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વરૂપ પુગલપિંડ-કર્મ ઉપશમે છે અથવા ક્ષપણ થાય છે. આમ થતાં જીવ સમ્યકત્વગુણરૂપ પરિણમે છે, તે પરિણમન શુદ્ધતારૂપ છે. તે જ જીવ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી પર ચડશે ત્યાં સુધી ચારિત્રમોહકર્મનો ઉદય છે, તે ઉદય હોતાં જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com