________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૦
૩૬૭
ભાવલિંગનું લક્ષણ છે, અંદ૨માં પ્રચુર આનંદ.... આનંદ આનંદ છે. વધારે આનંદનું વેદન જેને અંત૨માં પ્રગટ થયું છે. તે ભાવલિંગનું લક્ષણ છે. અને દ્રવ્યલિંગમાં નગ્નપણું અને પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે પરંતુ તેનાથી અંતરદૃષ્ટિમાં વિરક્ત છે.
આહાહા ! આવું મુનિપણું આવ્યા વિના કોઈને ક્યારેય મુક્તિ હોતી નથી. મુક્તિનું કા૨ણ સીધું ચારિત્ર છે. એકલા સમ્યગ્દર્શન જ્ઞાનથી મુક્તિ થશે તેમ નથી. સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપનું આચરણ હોવા છતાં, સ્વરૂપમાં જે નિગ્રંથદશાનું અર્થાત્ લીનતા પ્રગટ ન થઈ તો મોક્ષનું કા૨ણ થતું નથી.
ચેતન અચેતનમાં પુસ્તક, પીંછી, કમંડળ આદિ જે ધર્મના ઉ૫ક૨ણ છે તેને અને આહાર તે પણ અચેતન છે તેનું સર્વથા મમત્વ છોડે છે. મુનિ એમ વિચારે છે કે હું તો આત્મા જ છું. હું આત્મા છું તેનો અર્થ કે- હું તો જ્ઞાતાદેષ્ટા જ છું. હું તો નિર્વિકલ્પ આનંદકંદ આત્મા છું. બહા૨માં મારું કાંઈ જ નથી. હું આકિંચન્ય સ્વરૂપ છું. એવું અંતરમાં નિર્મમત્વ પ્રગટ થાય તેને આકિંચન્ય ધર્મ હોય છે. આહાહા ! મુનિ ધર્મ તો કોઇ અલૌકિક છે.
* * *
(શાર્દૂલવિક્રીડિત )
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।। ११ - ११० ।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ ભ્રાન્તિ ક૨શે કે મિથ્યાર્દષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે, સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કા૨ણ છે; કા૨ણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે-જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દષ્ટિ-મિથ્યાર્દષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી ) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com