________________
૩૬૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧/૯ શુભભાવ હો પણ તે કોઈ તપસા છે તેમ નથી.
ગઈકાલે આવ્યું હતું ને! તપ તેને કહીએ કે- આત્માના અનુભવપૂર્વક જે સમ્યગ્દર્શનશાનચારિત્ર છે, તે ચારિત્રમાં ઉગ્ર ઉદ્યમ કરવો તે જ તપ છે. ચારિત્રમાં ઉગ્ર ઉદ્યમ કરવો તે તપ છે. હજુ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર તો છે નહીં અને તેને ઉગ્ર તપ
ક્યાંથી આવ્યું? આવી તપની વ્યાખ્યા... બીજે ક્યાંય સાંભળવા મળે નહીં. ત૫. તપ “તપત્તિ રૂતિ તા:” ભગવાન આત્મા તેના શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેમાં પ્રતીતિ અને લીનતા. તે લીનતામાં ઉગ્ર પુરુષાર્થ તેને તપ કહેવામાં આવે છે.
વેજલકાના એક ભાઈ છે, અત્યારે વડોદરા રહે છે. તેની એક સાધ્વીજી સાથે ચર્ચા થઈ હતી. વેજલકાના ભાઈએ કહ્યું કે- વીતરાગતા તે ધરમ છે. તો પેલા મહાસતીએ કહ્યું કે- તમે ગમે તેમ કહો પણ અમે તો એમ માનીએ કે- અપવાસ તે તપ છે, તપ તે નિર્જરા છે અને નિર્જરા એ ધર્મ છે, અમે આમ માનીએ, બીજું અમે ન માનીએ.
અત્યારે તો સત્યને કહેનારા હજારો થઈ ગયા છે. સેંકડો તો વ્યાખ્યાનવાળા (પ્રવચનકાર) તૈયાર થઈ ગયા છે. હજારો જીવો તો ચર્ચા કરવાવાળા તૈયાર થઈ ગયા છે. આ વાત બહાર આવી તેને બેતાળીસ વર્ષ થયા ને!
- પેલાભાઈ મહાસતી પાસે ગયા તો તે કહે તમે બધું ભલે કહો ! પણ... અપવાસ તે તપ છે, તપ છે તે નિર્જરા છે અને નિર્જરા તે ધર્મ છે. અરે આ તો બધા વિકલ્પો છે... અને તેમાં રાગની મંદતા હો તો શુભભાવ છે. જો માન માટે, આબરૂ માટે, જગતમાં પ્રશંસા થાય તે માટે કરતા હો તો પાપ છે. બાર પ્રકારના તપમાં અનશન, ઉદીરણા, વ્રતપરિસંખ્યાન, વિનય, વયાવ્રત, કાર્યોત્સર્ગ એ બધી વિકલ્પની વાતો છે. ભાઈ ! તને ખબર નથી! “મોઅરિહંતાણે” તેને પણ તપમાં ગણવામાં આવ્યું છે. તેનો અર્થ શું? અરિહંતના દર્શનનો ભાવ વિકલ્પ છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા છે તે સ્વઅધ્યાય છે. સ્વનો અનુભવ કરવો તે સ્વાધ્યાય છે... અને તે તપ છે.
બહારમાં શાસ્ત્ર સ્વાધ્યાય તો અનંતવાર કર્યા. અગિયાર અંગ ભણ્યો, નવ પૂર્વની લબ્ધિ મળી પરંતુ તેનાથી શું થયું? તે કોઈ ચીજ નથી. એક એક અંગમાં ૧૮OOO પદ, એક એક પદમાં એકાવન કરોડથી વધારે શ્લોક, આવા અગિયાર અંગ કેઠસ્થ કર્યા.
એકાવન કરોડથી વધારે શ્લોક એવું એક પદ, એવા ૧૮000 પદ, આચારાંગના ૩૬OOO પદ, સૂત્રકૃતાગના ૭૨OOO પદ, પઠાણનાં તેનાથી ડબલ પદ એવા એવા અગિયાર અંગ કંઠસ્થ કર્યા. તો શું થયું? પથ્થરમાં શાસ્ત્રની કોતરણી કરવાથી શું શાસ્ત્ર હળવું થઈ જાય? શાસ્ત્રમાં જે લખ્યું હોય તેને પાણીમાં નાખે તો તે તરે ! પથ્થર તરે? તેમ મનમાં શાસ્ત્ર લખ્યા છે. મનમાં કોતરણી કરી છે. (જ્ઞાનમાં નહીં.) સમાજમાં આવ્યું? આ દાખલો શાસ્ત્રમાં છે હોં! શાસ્ત્રમાં બધું પડયું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com