________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૯
૩૬૩ કેવું છે જ્ઞાન?” ભગવાન આનંદકંદપ્રભુ સ્વરૂપે કેવો છે? “નૈ ર્રપ્રતિબદ્ધમ” નિર્વિકલ્પસ્વરૂપ છે.” નિર્વિકલ્પ સ્વરૂપ છે તે નિષ્કર્મ (પ્રતિવમ) છે. ભગવાન તો રાગ વિનાનો નિર્વિકલ્પ સ્વરૂપે છે જ. દયા-દાનના વિકલ્પથી રહિત નિર્વિકલ્પ તારી ચીજ છે. આહાહા ! એ ચીજમાં, વિકલ્પતાનો અવકાશ નથી. નિષ્કર્મ સાથે પ્રતિબદ્ધમ” એવો શબ્દ છે. નિર્વિકલ્પ સ્વરૂપ છે અર્થાત્ ભગવાન તારી ચીજમાં વિકલ્પમાત્ર નથી. નિર્વિકલ્પ નિષ્કર્મ પ્રતિબદ્ધ છે. પ્રતિબદ્ધનો અર્થ નિર્વિકલ્પ કર્યો.
હજુ શ્રદ્ધામાં આ વાત બેસે નહીં તો તેનો અનુભવ ક્યાંથી કરે? ઝગડા...... ઝગડા ઝગડા. “વળી કેવું છે? “ઉદ્ધતરસં” પ્રગટપણે ચૈતન્ય સ્વરૂપ છે.” જેનું જ્ઞાન સ્વરૂપ ઉદ્ધત છે, તે કોઈને ગણતું નથી. તે રાગને ગણતું નથી. જેનો ઉદ્ધત રસ... ચૈતન્યરસ છે તે જ્ઞાનરસ કોઈને અર્થાત્ રાગાદિને ગણતું નથી. લોકમાં કહેવાય ને કેઆ માણસ ઉદ્ધત છે, તે કોઈને ગણતો નથી. થોડી પણ સત્યવાત હોવી જોઈએ. મોટી મોટી વાતું કરે. એમાં સત્યતા હાથ ન આવે. - ભગવાન નિષ્કર્મ પ્રતિબદ્ધ છે. નિર્વિકલ્પ સ્વરૂપ છે. ઉદ્ધત જેનો રસ છે. ઉદ્ધતનો શો અર્થ કર્યો? પ્રગટ ચૈતન્યસ્વરૂપ છે. ઉદ્ધત ચૈતન્યરસ છે. ચૈતન્યરસ અભૂતરસ તે કોઈને ગણતો નથી. તે રાગને, વ્યવહારને ગણતો નથી. તારી સહાય મને નહીં, મને મારી સહાય સ્વયંથી છે. આવી વાત છે.
શાથી મોક્ષનું કારણ થાય છે? એ ચૈતન્ય નિર્વિકલ્પ સ્વરૂપ. ઉદ્ધતરસ એટલે પ્રગટ ચૈતન્ય સ્વરૂપ. કેવું હોવાથી મોક્ષનું કારણ થાય છે? ચૈતન્ય સ્વરૂપ તો ત્રિકાળ પ્રગટ છે. એમ કહે છે કે- વસ્તુ તો ચૈતન્ય અખંડાનંદ પ્રગટ પ્રભુ છે. તે જ્ઞાન ને આનંદરસથી ભર્યો પડયો પ્રભુ આત્મા છે. તે કેવું હોવાથી મોક્ષનું કારણ થાય છે? તે કહે છે.
સખ્યત્વાસિનિનસ્વભાવમવનાત”, જીવનાગુણ સમ્યગ્દર્શન (ગાદ્રિ) સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એવા છે.” આ વિકલ્પ તે સ્વભાવ નહીં. (નિવસ્વભાવ) જીવના ક્ષાયિક ગુણ તેમના પ્રગટપણાને લીધે.”
ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે અને ક્ષાયિક કેવળજ્ઞાન પણ શુદ્ધપરિણતિના કારણથી થાય છે. (ભવનાત) પરિણમનમાં પ્રગટપણાને કારણે.
ભાવાર્થ આમ છે – કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ ત્રણેય મળીને છે.” અહીં જ્ઞાનમાર્ગ મોક્ષમાર્ગ કહ્યો તે કઈ રીતે કહ્યો? શું કહે છે? મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર ત્રણેય મળીને છે. જ્યારે તમે તો જ્ઞાન.... જ્ઞાન. જ્ઞાન જ કરો છે. જ્ઞાન મોક્ષમાર્ગ, જ્ઞાનમોક્ષમાર્ગ, જ્ઞાનમોક્ષમાર્ગ, શુદ્ધ ચૈતન્ય મોક્ષમાર્ગ, શુદ્ધ ચૈતન્યમોક્ષમાર્ગ, જ્યારે મોક્ષમાર્ગ તો દર્શન-જ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com