________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧O૯
૩૬૧ સમસ્ત વિકલ્પો મટે છે. સમસ્ત વિકલ્પ એટલે? (ભાવકર્મ) રાગાદિ મટી જાય છે. આવો માર્ગ છે તે તેને રુચે નહીં. એ માને છે કે- વ્રત-તપ કરીએ છીએ તેનાથી ધર્મ થાય છે. સમ્યગ્દર્શન વિનાના વ્રત-તપ હોં! એનાથી વિરુદ્ધ કહો તો તે માન્ય નથી. અરે.... ભગવાન! તને શું થયું છે? શરણભૂત ચીજનો અનાદર અને અશરણભૂતનો આદર. શુભભાવ આદિ તો અશરણભૂત છે. તે તારું શરણ નહીં. ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું શરણ લેવું. તને ચૈતન્યની શુદ્ધ પરિણતિ જ શરણ છે. વીતરાગી પરિણતિ જ શરણ છે.
અરે. તને આવું મનુષ્યપણું મળ્યું છે. તિર્યંચને મનુષ્યપણું નથી મળ્યું. તને મનુષ્યપણું મળ્યું છે તો સત્યની સત્ય સમજણ ના કરી; સમ્યગ્દર્શન ન કર્યું તો મનુષ્યપણું મળ્યું તે ન મળ્યા બરોબર થઈ ગયું. આહાહા ! પશુને મળ્યું નહીં અને તને મળ્યું. અને તેમાં કામ ન કર્યું તો.... (મનુષ્યપણું શા કામનું?)
આહાહા! અંદરમાં શુદ્ધ ચૈતન્યભગવાન તેની શ્રદ્ધા જ્ઞાન ને રમણતાં એવું શુદ્ધ ચૈતન્યનું પરિણમન થતાં સહજ જ સમસ્ત વિકલ્પ મટે છે. જેમ સૂર્યના પ્રકાશમાં અંધકારની ઉત્પત્તિ નથી. તેમ શુદ્ધચૈતન્યના પરિણમનમાં વિકલ્પની ઉત્પત્તિ નથી. અંતર્મુખ થવાનો આવો માર્ગ છે. આ બહિર્મુખની જેટલી વૃત્તિઓ અને વિકલ્પ હો એ બધા બંધનું કારણ છે.
કોઈ કહે કે- આ તો નિશ્ચયની વાત છે. તેનું કોઈ સાધન છે? આ સાધન છે. સ્વરૂપની ઉત્પત્તિ તે જ સાધન છે. આહાહા ! પ્રજ્ઞાછીણીને સાધન કહ્યું ને!
સમસ્ત વિકલ્પ કેવી રીતના મટે છે? શુદ્ધસ્વરૂપ જે દ્રવ્યસ્વભાવ.. તેના અવલંબનથી; વિકલ્પ રહિત નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ પ્રગટે છે, ત્યારે ત્યાં સમસ્ત વિકલ્પ મટી જાય છે. સૂર્યના પ્રકાશમાં અંધકાર રહેતો નથી તેમ શુદ્ધ ચૈતન્યના પરિણમનમાં અંધકાર રહેતો નથી. આવી વાત લોકોને આકરી પડે. બાપુ! અનંતકાળથી રખડયો પણ તને ક્યાંય સુખ ન મળ્યું. તારું (બહારમાં) ક્યાંય સુખ છે નહીં. એ સુખનો સાગર ભગવાન છે ને ભાઈ ! એ સુખના સાગર ભગવાન પાસે ત્યાં જા ને ભાઈ ! પુણ્ય ને પાપના ભાવ તો દુઃખનો દરિયો છે. તે વિકલ્પની જાળ તે આકુળતાનું કારણ છે. અને આકુળતારૂપ છે. ભગવાન આનંદનું કારણ છે અને આનંદરૂપ છે. આવી વાત છે.
અજ્ઞાની માને છે કે બહારથી સુખ મળશે, અહીંયાથી સુખ મળશે, સ્ત્રીમાંથી સુખ મળશે, પૈસામાંથી સુખ મળશે, આબરૂમાંથી સુખ મળશે, વેપાર ધંધા ખૂબ જામી જાય તો સુખ મળશે તેમ માનનાર મૂઢ છે. તેણે જીવને મારી નાખ્યો. અંદરમાં ચૈતન્ય સાગર આનંદથી ડોલે છે. આહાહા ! અતીન્દ્રિય આનંદનો સાગર પરમાત્મા ત્યાં નજર કર્યા વિના તને સુખ નહીં મળે. પુણ્ય-પાપમાં સુખ નથી અને બહારમાં પુણ્ય-પાપના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com