________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨
કલશામૃત ભાગ-૩ ફળમાં અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળે તેમાં સુખ નથી.
જેમ ગધેડા ઉપર ચંદનનો ભારો છે પરંતુ ગધેડાને ચંદનની સુગંધની ખબરેય નથી; તેમ ભગવાન આત્મા તેના ઉપર વિકલ્પના મોટા ભારા છે તેને આત્માની સુગંધ નથી.
જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. કેવું છે જ્ઞાન?” જુઓ! ભાષા જુઓ! શ્રી ફૂલચંદજી સિદ્ધાંત શાસ્ત્રીએ જૈનતત્ત્વ મિમાંસામાં લખ્યું છે કે- ચાર કર્મનો નાશ થાય તો કેવળજ્ઞાન થાય છે એમ તમે કહેતા હો તો એમ નથી. ચાર કર્મના નાશથી તો કર્મની પર્યાય અકર્મરૂપ થાય છે. જે કર્મની પર્યાય છે તેનો વ્યય થઈને અકર્મરૂપની પર્યાય થાય છે. સમજમાં આવ્યું?
અહીં તો કહે છે – મોક્ષની કેવળજ્ઞાનની પર્યાય અંદર દ્રવ્યના આશ્રયથી પ્રગટ થાય છે. પૂર્વનો જે મોક્ષનો માર્ગ છે તેનાથી પણ કેવળજ્ઞાનની-મોક્ષની પર્યાય ઉત્પન્ન થતી નથી. એમ કહેવું એ પણ વ્યવહાર કથન છે. આહાહા ! દ્રવ્યમાં જ શક્તિ પડી છે કેવળજ્ઞાનની સર્વજ્ઞની; એ શક્તિની વર્તમાન વ્યક્તતાનું સીધું પરિણમન તે સર્વજ્ઞપણું અને મોક્ષ છે. એ મોક્ષ અર્થાત્ કેવળજ્ઞાન ચાર કર્મનો નાશ થયો માટે ઉત્પન્ન થયું છે તેમ છે જ નહીં. તેમ પૂર્વની મોક્ષમાર્ગની પર્યાય હતી તેનો વ્યય થયો અને કેવળજ્ઞાન થયું એમ પણ નથી. જે પર્યાય વ્યય થઈ તેમાં કેવળજ્ઞાન ક્યાંથી આવે? અંદરમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ, સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ તેમાંથી પરિણમન થઈને સર્વશપણું પ્રગટ થાય છે. વસ્તુની સ્થિતિ તો આ રીતે મર્યાદામાં રહેલી છે. સમજમાં આવ્યું?
ગઈ કાલે કહ્યું હતું કે- ધર્મી, જૈનશાસનને ઉલ્લંઘતો નથી. પોતાના સ્વરૂપને ઉલ્લંઘતો નથી અને રાગમાં જતો નથી. રાગ થાય છે પણ તેનો જાણવાવાળો રહે છે. આ રાગ મારો છે તેમ ધર્મી માનતો નથી. એ લોકો તો એમ કહે છે કે- રાગની ક્રિયાને મોક્ષનો મારગ માનો નહીંતર તમારું એકાંત છે. ભગવાન ! તારી ચીજમાં એકાન્ત જ છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે તારી શુદ્ધતા તો મોટી પણ તારી અશુદ્ધતાએ મોટી છે. તે તીર્થકરનું સાંભળ્યું; તને સત્ સાંભળવામાં આવ્યું તો પણ તે અશુદ્ધતા છોડી નહીં.
તારી પરમાનંદ મૂર્તિ પ્રભુની શુદ્ધતા તો મોટી છે પણ તારી અશુદ્ધતાએ મોટી છે. સમવસરણમાં તીર્થકર જેવા (અરિહંત) મળ્યા, તેનું સાંભળ્યું.... તો પણ તે તારી અશુદ્ધતા છોડી નહીં. અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ લખ્યું છે.
અહીંયા કહે છે પ્રભુ! તું એકવાર તારા નાથને સંભાળને! આ રાગ તારી ચીજ નથી પ્રભુ! તારા દ્રવ્ય ને ગુણમાં એ વસ્તુ નથી. પર્યાયમાં ઉત્પન્ન થઈ છે એ તો તારી વિકૃત અવસ્થા છે. વસ્તુ તો સ્વભાવનો સાગર છે ને! એ આત્મ સ્વભાવના પરિણામ પર્યાયમાં હોવા છતાં અશુદ્ધપણું મટે છે. અને “જ્ઞાનાવરણીય અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com