________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪
કલશામૃત ભાગ-૩ ત્રણેય છે. અને તમે તો એકલું જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન કરો છો! ઉપર પાઠમાં (જ્ઞાનમ) એમ શબ્દ આવ્યો છે. શાસ્ત્રમાં તો સમ્યગ્દર્શન શાન ચારિત્રને મોક્ષનો હેતુ-કારણ કહ્યું છે અને તમે જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન કરો છો ? ધીરજથી સાંભળ તો ખરો પ્રભુ!
એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન મોક્ષનો માર્ગ કહ્યો. જ્યારે ભગવાને તો દર્શન-જ્ઞાન ચારિત્ર ત્રણેયને મોક્ષમાર્ગ કહ્યો છે. તો પછી એકલા જ્ઞાનને જ કેમ કહ્યું?
“તેનું સમાધાન આમ છે કે શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે.”
શુદ્ધ સ્વરૂપ અર્થાત્ જ્ઞાન પરિણમન હોં! જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તેનું શુદ્ધ પરિણમન. જ્ઞાનનું વર્તમાન શુદ્ધ પરિણમન. તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય ગર્ભિત છે. તેમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર સહજ જ ગર્ભિત છે. આ તમે શું કહ્યું? તમે તો એમ કહેતા આવ્યા છો કે (જ્ઞાનમ) મોક્ષમાર્ગ. આ વાત બે-ત્રણ જગ્યાએ છે. પાનું ૮ માં છે, પાનું ૩૩ માં છે અને આ ૯૧ પાનામાં આ આવ્યું. આ અગાઉ બે જગ્યાએ આવી ગયું છે.
આત્મા જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ. જ્ઞાનસ્વરૂપે પરિણમન કરવું તે મોક્ષમાર્ગ છે. આ રીતે તમે તો એકલા જ્ઞાનને મોક્ષમાર્ગ કહો છો,
જ્યારે ભગવાને તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેયને મોક્ષમાર્ગ કહ્યો છે? સાંભળ તો ખરો પ્રભુ ! શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં અર્થાત્ વર્તમાન શુદ્ધ પરિણમન તે દયા-દાન, પુણ્યના વિકલ્પથી રહિત છે તે જ્ઞાનમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સહજ જ ગર્ભિત છે. સમજમાં આવ્યું?
જ્ઞાનસ્વરૂપ પુર્ણ પ્રભુ! તેનું વર્તમાનમાં જ્ઞાનમય પરિણમન થવું તેને મોક્ષનું કારણ કહ્યું. એ. જ્ઞાનના પરિણમનમાં દર્શન અને ચારિત્ર ગર્ભિત છે. એ જ્ઞાનના પરિણમનમાં પ્રતીતિ અને લીનતા ત્રણેય સાથે છે. અરે ! આવી વાતો છે.
પાઠમાં શબ્દ છે ને ! “સહજ છે.” સહજ જ ગર્ભિત છે. સ હ જ જ... ગર્ભિત છે. ભગવાન ચૈતન્ય શુદ્ધ વસ્તુ તેનું શુદ્ધ પરિણમન જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું તેને અમે જ્ઞાનનું પરિણમન કહ્યું. અને તેને મોક્ષનું કારણ કહ્યું. એ જ્ઞાન પરિણમનમાં સમ્યગ્દર્શનશાનચારિત્ર અંદરમાં ગર્ભિત છે જ. સમજમાં આવ્યું?
જ્ઞાન છે તે આત્માનો અસાધારણ સ્વભાવ છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. તે કારણે આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. એકલો જ્ઞાનમાત્ર કહ્યો માટે એકલો જ્ઞાનમાત્ર છે એમ નથી. જ્ઞાન પર્યાયમાં અનંતગુણની પર્યાય ઉછળે છે. આવો ઉપદેશ લોકોને કઠિન લાગે! તેથી પર્યુષણ દિવસોમાં તેઓ કહે – અપવાસ કરો. આ કરો, તે કરો ! એ બધું રાગની મંદતા હો તો ભલે હો ! પણ... તે કોઈ ધર્મ નથી. અશુભથી બચવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com