________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧/૯
૩પ૯ તે એકલો ખાતો નથી, તે કૌ... કૌ... કરી અને પાંચ પચીસ કાગડાને બોલાવીને ખાય છે. તેમ તને આ પુણ્યનું ફળ મળ્યું છે. તેમાં પાંચ પચીસ લાખ, કરોડ-બે કરોડ મળ્યા છે તે પૂર્વના શુભભાવનાં કારણે. તે શુભભાવથી આત્માની શાંતિ દાઝી હતી.
આચાર્યદેવ તો ત્યાં સુધી કહે છે કે- જેમ કાગડો એકલો ન ખાય તેમ તને ખૂરજનનું – પુણ્યનું ફળ મળ્યું છે અને જો એકલો ખાઈશ તો કાગડામાંથી જઈશ. જ્યારે જે અધિકાર હોય ત્યારે તે કહે ને!! પદ્મનંદીમાં છે પુણ્યનો અધિકાર. પાપભાવથી શુભની કંઈક જુદી વાત કરવી હોય ત્યારે એ બતાવે છે. પૂર્વના પુણ્યને કારણે તે ઉખેળિયા હતા – બંધન હતું. તેના ફળમાં આ થોડી ધૂળ મળી છે. તેમાં તારા કુટુંબકબીલા માટે એકલો ખાઈશ તો કાગડામાંથી જઈશ. યાદ રાખજે. દાન અધિકારમાં આ વાત છે. ત્યાં આગળ રાગની મંદતા કરવા અને તીવ્રતા છોડવાને માટે આ વાત કહી છે.
અહીં તો એ વાત બતાવવી છે કે- પુણ્ય ને પાપમાં બે ભેદ નથી. પુણ્ય ને પાપના કેવા ભેદ? “આ વાત નિશ્ચયથી જાણો.” શુભને અશુભભાવમાં કાંઈ ફેર નથી તે વાતને નિશ્ચયથી જાણો. બન્નેભાવ રાગ છે, મેલ છે, દુઃખ છે, વિભાવ છે. જેને ધર્મની દૃષ્ટિ કરવી હોય તેને તો બન્ને ભાવ બંધનું કારણ છે. તે ભાવને હેય માની અને સ્વરૂપની દૃષ્ટિ અને સ્વરૂપની રમણતા કરવી. આવી વાત છે સમજમાં આવ્યું?
પુણ્ય-પાપના વિવરણની શું વાત રહી? “જિન” આ વાત નિશ્ચયથી જાણો, પુણ્યકર્મ ભલું એવી ભ્રાંતિ ન કરો. ભગવાન આનંદ સ્વરૂપ તેના વિરુદ્ધનો શુભભાવ ઠીક છે તેવી ભ્રાંતિ ન કરો. “જ્ઞાને મોક્ષશ્ય હેતુ: ભવન સ્વયં ઘાવતિ” શુભભાવનો ત્યાગ બતાવ્યો તો હવે કરવું શું? “ (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન.” જે ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેનું વર્તમાનમાં અર્થાત્ શુદ્ધ ચૈતન્યનું પરિણમન, જેમાં રાગના અંશનો અભાવ છે અને નિર્મળતાનો સદ્ભાવ છે.
આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન મોક્ષનું અર્થાત્ સકળ-કર્મક્ષયલક્ષણ એવી અવસ્થાનું (હેતુ: ભવન) કારણ થતું થયું,” શુદ્ધચૈતન્યની શ્રદ્ધા જ્ઞાન ને પરિણમન તે મોક્ષનું કારણ છે. પુષ્ય ને પાપના ભાવ બન્ને બંધનું કારણ સંસાર છે. “તે સ્વયં દોડે છે એવું સહજ છે”(વયં થાવતિ) સ્વયં દોડે છે.”
હવે કહે છે કે- રાગ વિનાની જે પોતાની ચીજ છે તેમાં દૃષ્ટિ કરીને સ્થિરતા કરે છે તો શુદ્ધ પરિણતિ દોડે છે. એક પછી એક, એક પછી એક તેમ નિર્મળ પરિણતિ ઉત્પન્ન થાય છે. અને તે નિર્મળ પરિણતિ મોક્ષનું કારણ છે. ભાષા કેવી છે જુઓ! સ્વયં દોડે છે. સ્વયં વાવતિ' . શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી સ્વભાવ, પરમ પવિત્ર પ્રભુ! તેના અવલંબનથી જે શુદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com