________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૮
કલામૃત ભાગ-૩ યથાર્થ જેમ છે તેમ જો સમજે તો બધા ભાવ તેની સમજમાં આવી જાય છે. એક ભાવ પણ યથાર્થ સમજે નહીં તો બધા ભાવ વિપરીત છે.
તત્ર સંન્યસ્તેસતિ” તે સઘળાય કર્મનો ત્યાગ થતાં જ્યાં શુભને અશુભ ભાવનો યથાર્થ ત્યાગ થવાથી, “પુખ્યસ્થ વા પાઉચ વા વા થા” પુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? પાપ ત્યાગવા યોગ્ય અને પુણ્ય ઠીક એવો ત્યાં ભેદ ક્યાં રહ્યો? (ન રહ્યો.) જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા, તેમાં લીન થવાથી પુણ્ય-પાપના ભાવનો મૂળમાંથી ત્યાગ છે. તેથી કહે છે કે- જ્યાં મૂળમાંથી ત્યાગ છે ત્યાં પુણ્ય-પાપના બે ભેદની કથા કેવી? એ બેમાં ફેર કેમ? (સંન્યસ્તવ્યમ) પાપ છોડવું અને પુણ્યને રાખવું એવી વાત ત્યાં છે જ નહીં. આવો માર્ગ.
ભાવાર્થ આમ છે કે- સમસ્ત કર્મજાતિ હેય છે.” પુણ્યના અસંખ્ય પ્રકાર અને પાપના અસંખ્ય પ્રકાર-વિકલ્પના પ્રકારો તે સમસ્ત કર્યજાતિ છે. તે આત્માની જાત નહીં. “પુષ્ય ને પાપના વિકલ્પની શી વાત રહી? હવે તેને પુણ્ય-પાપમાં ભેદ છે એવું ક્યાં રહ્યું? તે બન્ને કર્મજાતિ હેય છે.
આવી વાત લોકોને આકરી પડે છે. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે – વ્રત અને તપભક્તિ પૂજા કરે એ દિગમ્બરી, શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે વ્રત-નિયમ કરીએ તે શ્રેતામ્બરી એમાં અઘરી વાત શું છે?
અહીંયા તો કહે છે – દિગમ્બર સંપ્રદાય પ્રમાણે વ્રત-નિયમ તેને કહીએ કે જેને અંદર સમ્યગ્દર્શન થયું હોય. તેને રાગનું ઉપાદેયપણું છૂટી ગયું હોય અને અંદરમાં આનંદનો નાથ ભગવાન તેનું ઉપાદેયપણું પ્રગટ થયું હોય, પછી અંદરમાં સ્થિરતા કરે છે તેનું નામ દિગમ્બર ત્યાગ ધર્મ છે.
અહીંયા તો કહે છે – આ વ્રત-તપની ક્રિયા, શુભરાગ તે તો મૂળમાંથી છોડવા લાયક છે. તેમાં પાપ છોડવા લાયક અને પુણ્ય ઠીક છે તેવો ભેદ રહ્યો ક્યાં? તે બેમાં એક ઠીક અને એક અઠીક તેવું ક્યાં રહ્યું? પ્રવચનસારની ૭૭ ગાથામાંથી બતાવ્યું હતું ને... “જે કોઈ પુણ્ય ને પાપ તે બેમાં વિશેષ-તફાવત માને છે કે પુણ્ય ઠીક અને પાપ અઠીક તે ઘોર સંસારમાં (હિંતિ) અર્થાત્ રખડશે. આવી વાત છે. પુણ્ય ને પાપ તે બે માં ફેર છે તેમ માનવાવાળા, બન્નેને સમાન નહીં માનવાવાળા, ઘોર સંસારમાં હિંડતિ અર્થાત્ રખડશે. આવો પાઠ છે. દાનનો શુભભાવ અને કçસનો અશુભભાવ તે બન્ને ભાવનો અહીં ત્યાગ બતાવવો છે.
દાનનો અધિકાર ચાલે ત્યારે બીજી અપેક્ષાથી વાત આવે. પદ્મનંદી પંચવિંશતીમાં આવે છે કે- તને પૂર્વના પુણ્યના કારણથી બે-પાંચ-પચાસ લાખ, કરોડ મળ્યા હોય તો કાગડાની જેમ દાનમાં વહેંચજે. જેમ કાગડો ઉખેળિયાને ખાય છે – ભોજન કરે છે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com