________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૬
કલશામૃત ભાગ-૩ કરતાં પાંચમામાં સ્વરૂપમાં આનંદની એકાગ્રતા વિશેષ છે. તેમાં અવ્રતનો ત્યાગ અંશે આવ્યો. આ અંતરની વાત છે બહારની નહીં. છઠે ગુણસ્થાને અવ્રતનો સર્વથા ત્યાગ અને વિરતીભાવ-વિરક્તતા છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી રાગથી વિરક્ત છે. પરંતુ અસ્થિરતાથી વિરક્ત છે. તેઓ મિષ્ટ ભોજનને તો છોડે છે.
મુનિને જે ઉપકરણ છે તેમાં, પીંછી, કમંડલ, પુસ્તક તે ત્રણ ઉપકરણ છે. તેમાં પણ રાગ-દ્વેષ ઉત્પન્ન કરવાવાળા ઉપકરણને છોડે છે. જેનાથી રાગ ઉત્પન્ન થાય તે ઉપકરણ ને છોડે છે. તેમને અંતરના અનુભવમાં આનંદભાવ તો છે જ. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તો છે જ, પરંતુ હજુ સંજ્વલનનો રાગ રહ્યો છે, તેમાં પણ જે તીવ્ર રાગવાળા ઉપકરણ હોય તેને તે છોડી ધે છે.
તઉપરાંત મમત્વનું કારણ એવી વસ્તીને પણ છોડી ધે છે. મુનિને આ ત્રણ ચીજ સાથે કામ પડે છે. (૧) ભોજન (૨) ઉપકરણ (૩) વસ્તી. મુનિને ત્રણથી કામ હોય છે. તે ત્રણ વસ્તુ જે કામની છે તેનો રાગ છોડી ધ્ર છે. તેમને સ્ત્રી-કુટુંબ-પરિવાર તો છે જ નહીં અને તેનો રાગ પણ છે નહીં. અંતરમાં અતીન્દ્રિય આનંદની દશામાં વિચરનાર સંતો તેને આ ત્રણ પ્રકાર (૧) ભોજન (૨) ઉપકરણ અને (૩) વસ્તી.... તે ત્રણેયનું મમત્વ છોડી ધે છે તેને ત્યાગી કહેવામાં આવે છે. તેને ત્યાગધર્મ કહેવામાં આવે છે. બહારની વસ્તુ છોડી.. સ્ત્રી-કુટુંબ પરિવાર માટે ત્યાગી છે તેમ નથી.
એ વાત શક્તિમાં કહી છે. બાહ્ય વસ્તુના ત્યાગ ઉપાદાનથી આત્મા શૂન્ય છે. ગ્રહણ કરવું અને ત્યાગ કરવો તેનાથી તો આત્મા શૂન્ય છે. પરનું ગ્રહણ કરવું અને છોડવું તે તો વસ્તુમાં છે જ નહીં. રાગનું ગ્રહણ કરવું અને રાગને છોડવો તે પણ વ્યવહારથી છે. મુનિને તો રાગની તીવ્રતા હોતી જ નથી. તે તો છઠું-સાતમે ગુણસ્થાને ઝૂલે છે. ક્ષણમાં છઠું અને ક્ષણમાં સાતમે આનંદના અનુભવમાં આવે છે. અભેદમાં આવતાં અનુભવ થઈ જાય છે.
મુનિને તીવ્ર રાગ તો છે નહીં. પરંતુ આ ભોજન તેમજ ઉપકરણ અને વસ્તી આદિનો જે રાગ હોય તો તેને પણ છોડી ધે છે. તેને ત્યાગધર્મ કહેવામાં આવે છે. બાહ્યનો ત્યાગ કર્યો તે ત્યાગધર્મ નહીં. બાહ્યનો ત્યાગ તો અંદરમાં છે જ નહીં.
શું કહ્યું? આનંદ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ તે ત્યાગ છે. વીતરાગ સ્વરૂપ આત્મા તેનું ગ્રહણ-અનુભવ અને રાગનો ત્યાગ.. એ પણ ઉપચારથી કથન છે. પરનો ત્યાગ એ વાત તો અહીં છે જ નહીં. સમયસારની ૩૪ ગાથામાં આવે છે આત્માને રાગનો ત્યાગ કરનારો કહેવો એવું પણ પરમાર્થે છે નહીં. કેમ કે આત્માએ રાગને ગ્રહણ કર્યો નથી તો છોડે ક્યાંથી ? આહા! ઝીણી વાત છે ભાઈ ! માર્ગ આવો છે.
આ તો આત્માના હિતની વાત છે ભાઈ ! અરે ! જન્મમરણ અને અનંત અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com