________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૪
કલશામૃત ભાગ-૩ પ્રકાશ થતાં સહજ જ અંધકાર મટે છે, તેમ જીવ શુદ્ધચેતનારૂપ પરિણમતાં સહજ જ સમસ્ત વિકલ્પો મટે છે, જ્ઞાનાવરણાદિ કર્મ અકર્મરૂપ પરિણમે છે, રાગાદિ અશુદ્ધ પરિણામ મટે છે. કેવું છે જ્ઞાન? “નૈર્યપ્રતિબદ્ધમ” નિર્વિકલ્પસ્વરૂપ છે. વળી કેવું છે? “ઉદ્ધતરસં” પ્રગટપણે ચૈતન્યસ્વરૂપ છે. શાથી મોક્ષનું કારણ થાય છે? “સખ્યાજિનિનસ્વભાવમવના” (સભ્યત્વ) જીવના ગુણ સમ્યગ્દર્શન, (માજિ) સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર એવા છે જે (નિર્વસ્વભાવ) જીવના ક્ષાયિક ગુણ તેમના (ભવનાત) પ્રગટપણાને લીધે. ભાવાર્થ આમ છેકોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે મળીને છે, અહીં જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ કહ્યો તે કઈ રીતે કહ્યો? તેનું સમાધાન આમ છે કે શુદ્ધસ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી, ગુણ છે. ૧૦-૧૦૯.
કલશ - ૧૦૯ : ઉપર પ્રવચન “મોક્ષાર્થના તત્વં સમસ્તમ પિ વર્ષ સંન્યસ્તવ્યમ” સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ - અતીન્દ્રિયપદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે.”
મોક્ષમાં અતીન્દ્રિય આનંદ છે. એવા અનંતસુખને વર્તમાનમાં સમ્યગ્દષ્ટિ ઉપાદેય અનુભવે છે.
પ્રશ્ન:- અનુભવે ત્યારે ઉપાદેય ને?
ઉત્તર- હા, તે રાગને હેય અનુભવે છે. આનંદનો નાથ ભગવાન તેમાં પૂર્ણ આનંદ અને મોક્ષસ્વરૂપ છે તેમાં સુખ છે તે સુખને વર્તમાન ઉપાદેયથી અનુભવે છે. એનો અર્થ એ થયો કે- સમ્યગ્દર્શનમાં જે આનંદ આવ્યો તેમાં અનંતમોક્ષને ઉપાદેય જાણ્યો, માન્યો. સમજમાં આવ્યું?
શુભાશુભભાવથી રહિત... શુદ્ધસ્વરૂપની દૃષ્ટિમાં આનંદનો અનુભવ આવ્યો. એ અંશરૂપ આનંદ છે, (તેના દ્વારા) સમ્યગ્દષ્ટિ અનંત આનંદ એવો જે મોક્ષ તેને ઉપાદેય માને છે. આવો માર્ગ છે. કુંદકુંદાચાર્યો, અમૃતચંદ્રાચાર્યે, બધા મુનિઓએ સ્પષ્ટ કરી દીધો છે. તેમણે માર્ગને સહેલો કરી દીધો છે. તારી ચીજ તારી પાસે છે અને તને પ્રાપ્ત નથી કેમ કે તારી નજરું ત્યાં નથી. જ્ઞાનીને પણ શુભ અશુભભાવ થાય છે પણ ત્યાં તેની નજર નથી. એ અનંત આનંદરૂપ મોક્ષદશા તેને સમ્યગ્દષ્ટિ અનંત આનંદના અનુભવને ઉપાદેય માને છે. “સુખ તેને ઉપાદેય અનુભવે છે.” ભાષા જુઓ!
પાઠ તો આવો છે કે- “મોક્ષ-અતીન્દ્રિયપદ, તેમાં જે અનંતસુખ- મોક્ષમાં અનંતસુખ તેને ઉપાદેય અનુભવે છે.” વર્તમાનમાં અનંત આનંદ છે નહીં. પરંતુ આનંદ સ્વરૂપ ભગવાન છે એ તરફ ઝૂકવાથી અનુભવ થાય છે. પુણ્ય-પાપના ભાવોનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com