________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૦૯
૩૫૩ યતિપણાના ભરોસે તેને મોક્ષમાર્ગ માનીને પડયો છે તેને કહે છે. એ બધું છોડ અને શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવો તે મોક્ષનો માર્ગ છે. આવી વાત છે તે આકરી તો પડે ને ! આ લખાણ કોનું છે? સોનગઢનું છે? લોકો એમ કહે છે– સોનગઢ આમ કહ્યું, તેણે વ્યવહારનો નાશ કર્યો! વ્યવહારનો નાશ કરવો. એટલે એને છોડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો કે- એ શુદ્ધ સ્વરૂપ હું છું ( એવું પરિણમન ) તે મોક્ષનો માર્ગ છે. આ તો મૂળવાત છે. હજુ શ્રદ્ધાના ઠેકાણાં ન મળે! આ વ્રત કરો તો તમારું કલ્યાણ થશે. અપવાસ આદિ કરવાથી નિર્જરા થશે, સામાયિક પોષા આદિ કરવાથી સંવર થશે! અજ્ઞાનીને પોષા ક્યાં છે? સમજમાં આવ્યું.
એ યતિપણાનો.............. ભરોસો વિશ્વાસ છોડી દે! પંચમહાવ્રત આદિની ક્રિયાથી મોક્ષમાર્ગ તે ભરોસો છોડી દે! શુદ્ધચૈતન્ય સ્વરૂપને અનુભવો.
(શાર્દૂલવિક્રીડિત) संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन्
नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।। १०-१०९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “મોક્ષાર્થિના તત્ પુર્વ સમસ્તમ પિ વર્ષ સંન્યસ્તવ્યમ” (મોક્ષાર્થના) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ-અતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે એવો છે જે કોઈ જીવ તેણે (તત રૂકું) તે જ કર્મ જે પહેલાં જ કહ્યું હતું, (સમસ્તમપિ) જેટલું-શુભક્રિયારૂપ-અશુભક્રિયારૂપ, અંતર્જલ્પરૂપ-બહિર્બલ્પરૂપ ઇત્યાદિ કરતૂતરૂપ (વ) ક્રિયા અથવા જ્ઞાનાવરણાદિ પુગલનો પિંડ, અશુદ્ધ રાગાદિરૂપ જીવના પરિણામ-એવું કર્મ તે (સંન્યસ્તવ્યમ) જીવસ્વરૂપનું ઘાતક છે એમ જાણીને આમૂલાગ્ર (સમગ્ર) ત્યાજ્ય છે. “તત્ર સંન્યસ્તે તિતે સઘળાય કર્મનો ત્યાગ થતાં “પુષ્પચ વા પા૫ક્ય વા | વથાપુણ્યનો કે પાપનો શો ભેદ રહ્યો? ભાવાર્થ આમ છે કે સમસ્ત કર્યજાતિ હેય છે, પુણ્ય-પાપના વિવરણની શી વાત રહી? “જિન” આ વાત નિશ્ચયથી જાણો, પુણ્યકર્મ ભલું એવી ભ્રાન્તિ ન કરો. “જ્ઞાને મોક્ષશ્ય હેતુ: ભવન સ્વયં ઘાવતિ” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ આત્માનું શુદ્ધચેતનારૂપ પરિણમન (મોક્ષ0) મોક્ષનું અર્થાત્ સકળ-કર્મક્ષયલક્ષણ એવી અવસ્થાનું (હેતુ: ભવન) કારણ થતું થકું (સ્વયં ઘાવતિ) સ્વયં દોડે છે એવું સહજ છે. ભાવાર્થ આમ છે કે-જેમ સૂર્યનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com