________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૧
કલશ-૧૦૮ અશુભભાવ છે.
જુઓ! અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંત છે તેઓ વીતરાગતાનું વર્ણન કરતાં કહે છેપ્રભુ! તું વીતરાગ સ્વરૂપ છો ને! એ વીતરાગ સ્વરૂપનું ઘાતનશીલ શુભ અને અશુભભાવ છે. શુભાશુભભાવનું એ સહજ લક્ષણ છે. શાંતિનો સાગર ભગવાન છે તેની શાંતિનો ઘાત કરે છે. આ કળશો તો અમૃતથી ભર્યા છે.
અહીંયા કહે છે પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! તું અનંત આનંદનો ગરાસિયો છે. તારા ઘરમાં ગરાસ પડ્યા છે. જે મહાઆનંદજ્ઞાન આદિ છે. તેનું સ્વામીપણું છોડી આ ઘાત કરનારા એવા પુણ્ય-પાપના ભાવને મારા માનવા લાગ્યો?
આહાહા! જુઓ ! આ દિગમ્બર સંતોની શૈલી, ભાઈ ! તને આત્માની શાંતિ શુભઅશુભભાવથી નહીં મળે. કેમ કે તેનો ઘાતનશીલ એવો સહજ સ્વભાવ છે. ભગવાનનો સહજ સ્વભાવ આનંદ-જ્ઞાન-દર્શન આદિ છે. જ્યારે શુભાશુભભાવનો સહજ ઘાતનશીલ સ્વભાવ છે. ભાઈ ! તને એમાં હોંશ કેમ આવે છે. એ વાતનશીલ ભાવમાં તને રસ કેમ આવે છે? અહીં કહે છે – એ ભાવને છોડ એકવાર. આ તો અગમ-નિગમની વાતો છે.
એ સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતનાલક્ષણ એવા મિથ્યાત્વરૂપ-વિષય-કષાયરૂપ પરિણામ લક્ષણ. આ વાત એની પર્યાયની છે. જ્ઞાનીને મિથ્યાત્વ-વિષય-કષાયરૂપ પરિણામનું કારણ મટયું છે. એ પુણ્યના ભાવ મારા તેનાથી મને ધર્મ થશે એવો મિથ્યાત્વભાવ તે શુદ્ધ પરિણામનો ઘાત કરવાવાળો છે. તેથી તેને શુદ્ધપણું મટી ગયું છે.
આહાહા! આજે તપનો દિવસ છે. શુભ-અશુભ ભાવનો એવો જ સ્વભાવ છે. કે જે શુદ્ધપણાને મટાડે. “તેથી સમસ્ત કર્મ નિષિદ્ધ છે.” કોઈપણ પ્રકારના શુભ કે અશુભભાવ, અસંખ્ય પ્રકારના શુભ હો કે અસંખ્ય પ્રકારના અશુભ તે બધા નિષિદ્ધ છે.
સમયસાર પુણ્ય-પાપ અધિકારની ૧૫૩ ગાથામાં આ વાત છે. ત્યાં ટીકામાં વ્રતતપ-શીલ તે કર્મ એવો શબ્દ પડ્યો છે. વ્રત-તપ-નિયમ-શીલ તે બધાને કર્મ કહ્યું છે. કર્મ એટલે કાર્ય. એ શુભાશુભ કાર્ય-રાગ કાર્ય તે કર્મ છે.
આપણે કર્મશક્તિમાં કર્મના પ્રકાર લઈ તેનો ખુલાશો કર્યો હતો. “કર્મ ચાર પ્રકારે છે. કર્મ શબ્દ જડકર્મની પર્યાયને કર્મ કહે છે. શરીરાદિ પરના પરિણામને કર્મ કહે છે. કર્મપર્યાય એટલે કર્મરૂપ પર્યાય અને રાગને પણ કર્મ કહે છે. નિર્મળ પરિણામ જે ઉપયોગ તેને પણ કર્મ કહે છે. અને ત્રિકાળી શક્તિને પણ કર્મ કહે છે. અત્યારે તો શાસ્ત્રના અર્થ કરવામાં પણ મોટી ગરબડ થઈ ગઈ છે.
કહ્યું હતું ને કે આત્મામાં કર્મ શક્તિ-ગુણ છે. જેના કારણે કાર્ય નિર્મળ થાય તેવી કાર્ય નામની શક્તિ છે. એક કર્મ શક્તિ છે. એ કર્મશક્તિથી ભગવાન ભર્યો પડયો છે. તેનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com