________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૦૮
૩૪૯
તેથી કર્મ નિષિદ્ધ છે.” મોક્ષ એવું જે પ૨માત્મપદ તેનો હેતુ જે શુદ્ધાત્મ પરિણમન... એ પરિણામનો ઘાતનશીલ સહજ સ્વભાવવાળો શુભભાવ છે. આહા... હા ! આટલી બધી સ્પષ્ટ વાત છે છતાં ગરબડ કરે છે. દીવા જેવી ચોખ્ખી વાત છે. સમજાય છે કાંઈ ?
‘ તેથી કર્મ નિષિદ્ધ છે. ’ શુભાશુભ પરિણામ તે વિકારરૂપ પરિણામ છે. તે બંધનરૂપ છે તેથી બન્ને ભાવો શુભ-અશુભ નિષેધ્ય છે.
ભાવાર્થ આમ છે કે- જેમ પાણી સ્વરૂપથી નિર્મળ છે, કાદવના સંયોગથી મેલું થાય છે. ” જુઓ ! દૃષ્ટાંત કહી અને હવે સિદ્ધાંત ઉતારે છે. પાણી સ્વરૂપથી નિર્મળ છે પરંતુ કિચડના સંયોગથી પાણી મેલું થાય છે... અર્થાત્ પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે. પાણીના નિર્મળપણાનો એ કાદવના (નિમિત્તથી) ઘાત થાય છે. પાણીના નિર્મળપણાનો ઘાત થાય છે. આ દૃષ્ટાંત છે પછી સિદ્ધાંત ઉપર ઉતારશે.
જેમ પાણીના શુદ્ધપણાનો ઘાત થાય છે તેમ જીવદ્રવ્ય ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકર પ્રભુ તે સ્વભાવથી સહજ સ્વચ્છ સ્વરૂપ છે. સ્વચ્છત્વ શક્તિ છે ને! ૪૭ શક્તિમાં ૧૧ મી શક્તિ છે. સર્વજ્ઞ, પ્રકાશત્વ અને સ્વચ્છત્વ અને બારમી સ્વસંવેદન પ્રકાશ શક્તિ.
ભગવાન આત્મામાં સ્વચ્છત્વ નામનો ગુણ છે. આખો આત્મા સ્વચ્છત્વથી ભરેલો છે. અનંતગુણમાં સ્વચ્છત્વ ભર્યું પડયું છે. તેવો પ્રભુ છે. આવું સ્વચ્છત્વ, કેવળ દર્શન, સુખ, વીર્યરૂપ છે. ભગવાન આત્મા કેવળજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનની પર્યાય નહીં... પરંતુ એ ક રૂપ જ્ઞાન એક... રૂપ દર્શન, એકરૂપ સુખ અને વીર્ય. એક જ્ઞાન એક દર્શન, એક સુખ, એક વીર્યરૂપ, એવો આત્મા છે તેવી સ્વચ્છતા સ્વભાવથી પ્રભુ ભર્યો પડયો છે.
પોતાનું નિધાન તો કેવળજ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્યથી ભર્યું પડયું છે. એ કેવળજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એનાથી પરિમિત નથી પરંતુ અપરિમિત છે. જેમ કેવળજ્ઞાન-દર્શન-સુખ-વીર્યરૂપ છે, તે સ્વચ્છપણું વિભાવરૂપ અશુદ્ધ ચેતના લક્ષણ મિથ્યાત્વ-વિષય-કષાયરૂપ પરિણામથી મટયું છે.
ભગવાન તો શુદ્ધ સ્વચ્છ કેવળજ્ઞાન-દર્શન-આનંદ ને વીર્યથી ભર્યો પડયો શુદ્ધ છે. એ સ્વચ્છતા મિથ્યાત્વ અને વિષય-કષાયના પરિણામથી અશુદ્ધ થઈ ગઈ છે, પર્યાય અશુદ્ધ થઈ ગઈ છે. “ અશુદ્ધ પરિણામનો એવો જ સ્વભાવ છે કે શુદ્ધપણાને મટાડે. ” કેવી ટીકા કરી છે રાજમલજીએ ! તેઓ ગૃહસ્થાશ્રમમાં હતા હોં! ખરેખર તો ગૃહસ્થ તેને કહીએ. અધ્યાત્મ પંચ સંગ્રહમાં આવે છે. પંચ ૫૨માત્મ પુરાણ તે અધ્યાયમાં આવે છે કે- ગૃહસ્થ તેને કહીએ... ગૃહ નામ પોતાનું ઘ૨. અનંતજ્ઞાન-દર્શન-આનંદ તેમાં જે રહે છે તેને ગૃહસ્થ કહીએ. ગૃહ... સ્થ... પોતાના ઘરમાં બધા ટકે છે. તેને ગૃહસ્થ કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com